ઝેરોક્ષની દુકાન ચલાવી પરિવારનું પેટ ભરતો કિશન - Tilak News
ઝેરોક્ષની દુકાન ચલાવી પરિવારનું પેટ ભરતો કિશન

ઝેરોક્ષની દુકાન ચલાવી પરિવારનું પેટ ભરતો કિશન

કિશન ભરવાડ ના ઘરે 20 દિવસ પહેલા તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો હતો અને તેમના પ્રથમ સંતાન માટે ની દીકરી નો જન્મ થયો હતો એક નાનકડી બાળકી જેવા ઘરમાં તે પોતાની પત્ની માતા-પિતા અને પોતાની દીકરી સાથે કિશન રહેતો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે એક નાની એવી દુકાન ચલાવતો હતો અને અમદાવાદ જિલ્લામાં કિશન ભરવાડ ની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે હત્યા કરવામાં આવી હતી

કિશનની હત્યાના પગલે તેમના પરિવારમાં ખૂબ જ ઘેરા આઘાત લાગ્યા છે કિશન ના ઘરે 20 દિવસ પહેલા જ પારણું બંધાયું હતું અને પરિવારમાં કિશન ના ઘરે દીકરીનો જન્મ થતાં જ  તેમના ઘરે ખુશીની લાગણી છવાઈ ગઈ હતી પરંતુ ફક્ત ૨૦ દિવસની અંદર તેમનું મૃત્યુ થતા અને તેમના માતા-પિતાનું સુખ છીનવાઇ ગયું

પરિવાર ખૂબ જ આઘાત માં આવી ગયો છે હવે પરિવારની એક જ છે કે ૨૦ દિવસની દીકરીને તેમના પિતાની હત્યા કરનારને સજા મળે અને પરિવારને ન્યાય મળે અને કિશન ની કોઈપણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ હતી નહી અને મૂળ લીંબડીના ચુડા તાલુકાના ચલથાણ ગામના રહેવાસી કિશન બોડીયા ધંધુકાના મોઢવાડા વિસ્તારમાં રહેતી તેમની પત્ની અને તેમની માતા પિતા અને 20 દિવસ ની દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહેતો હતો

ભરવાડ પોતે ઝેરોક્ષની દુકાન ચલાવતો હતો અને સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતો હતો અને નાનપણથી જ તેઓ ધંધુકા તાલુકામાં રહેતા હતા અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કિશન ખૂબ જ વ્યવસ્થિત છોકરો હતો અને કોઈપણ પ્રકારની કોઇપણ વ્યક્તિ સાથે તેમની દુશ્મની હતી નહી અને કિશન ને કોઈપણ ખોટા આડા રસ્તે જતો હતો નહીં