વારંવાર થતા વાયુ વિકારોથી છુટકારો મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય - Tilak News
વારંવાર થતા વાયુ વિકારોથી છુટકારો મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય

વારંવાર થતા વાયુ વિકારોથી છુટકારો મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાય

હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે બધા લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. તેના કારણે તેમના સ્વાસ્થ્યને લગતાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે.આ બધા પ્રોબ્લેમમાં સામાન્ય પ્રોબ્લેમ છે. વાયુ અને ગેસ નો પ્રોબ્લેમ દરેક વ્યક્તિ ની પાચન શક્તિ ખૂબ જ નબળી થતી જાય છે.

તે ઉપરાંત પાચન શક્તિ નબળી હોય તો શરીરને ઘણા બધા રોગો થવાની સંભાવના રહે છે. આજકાલ દરેક યુવાન તેમજ યુવતીઓ ગેસ, એસીડીટી, કબજિયાતની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. આજે અમે તમને પેટને લગતા કે વાયુને લગતા જો કોઈ પણ રોગ હોય તો તેમાંથી કઈ રીતે આયુર્વેદિક રીતે વાયુ વિકારો માંથી છુટકારો કેવી રીતે મેળવવો તેના ઉપાય વિશે જણાવીશું.

સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે વાયુવિકાર એટલે કે ગેસ થવાથી કયા કયા રોગ થવાની શક્યતા રહે છે. જો કોઈપણ વ્યક્તિને પાચનમાં તકલીફ રહેતી હોય તો તે વ્યક્તિને સાંધાનો દુખાવો થાય છે. તે ઉપરાંત સાંધા જકડાઇ જાય છે. તે ઉપરાંત તે વ્યક્તિને પેશાબને લગતી તકલીફો પણ વારંવાર થતી હોય છે. તે ઉપરાંત તે વ્યક્તિને છાતીમાં દુખાવો, છાતીમાં બળતરા તેમજ ખૂબ જ વધારે પ્રમાણમાં અનિદ્રાના શિકાર થતા હોય છે.

કફ, પિત્ત અને વાયુ આ ત્રણ વિકારથી આપણા શરીરમાં ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. તેમાં પણ ખાસ કરીને વાયુ વિકારથી ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. જો શરીર તંદુરસ્ત ન હોય તો રોગ થવાની શક્યતાઓ વધે છે. શરીરમાંથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે.

આથી શરીરમાં રોગો પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ મધ્યમ ની સ્થિતિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. એના લક્ષણો જાણ્યા પછી રોગની સારવાર થઈ શકે છે. જો કોઇપણ વ્યક્તિઓ ને વાયુ ની સમસ્યા હોય તો તે એક સમસ્યા માંથી અલગ અલગ ઘણી બધી સમસ્યાઓ પેદા થાય છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે વાયુથી કયા કયા રોગ થાય છે અને તેના ઉપાયો કયા કયા છે?

વાયુથી થતા રોગો:-

સાંધાનો દુખાવો, તેમજ શરીર જકડાઈ જવું, વંધ્યત્વ, કસુવાવડ,તેમજ અટકી-અટકીને પેશાબ થવો, ઊંઘ ન આવવાની સમસ્યા, કાનમાં બહેરાશ શરીરના કોઈપણ ભાગમાં ઝીણો ઝીણો દુખાવો થવો, ચામડી બરછટ થઈ જવી વગેરે જેવા રોગો વાયુ થી થાય છે.

વાયુ થી બચવાના ઉપાયો:-

જે કોઈપણ વ્યક્તિઓને વાયુ ની સમસ્યા હોય તેવા લોકોએ દરરોજ તુલસીના પાનના રસમાં એક લીંબુનો રસ નીચોવી ને પી જોવો. જો તુલસી ન મળે તો ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પીવું. મોટાભાગના રોગોનું મૂળ કારણ શરીરમાં રહેલો ગેસ હોય છે. તથા વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો મિક્સ કરીને ફાકીની માફક પી જવું. ઉપરથી પાણી પીવું. તમે ઉકાળેલું ગરમ પાણી પીશો તો વાયુ દૂર થશે.

વાયુ અને કફ:-

1.5 લીટર પાણીમાં 2 ચમચી અજમો નાખી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ ગાડી લ્યો અને જે કોઈ વ્યક્તિઓને વાયુ અને કફની સમસ્યા હોય તેવા લોકોએ આ પાણીને આરોગવું. આ પાણી પીવાથી કફ પેટમાં રહેલો વાયુ આફરો પેટનો ગેસ, હેડકી, કૉલેરા, શરદી, બહુમુત્ર, ડાયાબીટીસ જેવા અનેક રોગોમાં થી મુક્તિ મળશે.

આદુને છીણી અને તેમાં સાકર મિક્સ કરી બે તારની ચાસણી જેવું મિશ્રણ બનાવો. ત્યારબાદ આ ચાસણીમાં જોઈએ તે રીતે ગ્લાસ મુજબ પાણી એડ કરી પીવું. જે લોકોને વાયુ ની સમસ્યા છે. તેમાંથી તેમને રાહત મળશે અને પાચન પણ સરખી રીતે થશે.