આજકાલ દરેક સ્ત્રી વાળને લગતી સમસ્યાઓ નો સામનો કરી રહી હોય છે. દરેક સ્ત્રી પાસે પોતાના વાળની કાળજી રાખવા માટે પૂરતો સમય હોતો નથી. દરેક સ્ત્રીને એવી ઇચ્છા હોય છે કે તે પોતાના વાળ ખૂબ જ લાંબા ભરાવદાર અને ખૂબ જ સુંદર હોય.
વાળને લાંબા કરવા માટે તેમ જ વાળને મજબૂત રાખવા માટે બજારમાં ઘણા બધા પ્રકારના મોંઘા પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. પરંતુ તેમનો ઉપયોગ કરવાથી વાળને કંઈ ખાસ ફરક પડતો નથી. આજે અમે તમને વાળને મજબૂત લાંબા અને ભરાવદાર બનાવવા માટેનું એક ઉપાય જણાવવાના છીએ.
આ ઉપાય અજમાવવાથી તમારા વાળ એકદમ લાંબા, ચમકીલા તેમજ ભરાવદાર અને ઘાટા થઈ જશે. આ ઉપાય માં આજે અમે તમને આદુ માંથી બનાવેલું મિશ્રણ વાળ ઉપર લગાડવાથી વાળ માં ખૂબ જ ફાયદો થાય છે.
આજકાલ શહેરોમાં ખૂબ જ વધારે પ્રદૂષણના કારણે તેમજ ફાસ્ટ ફૂડ ખાવાના કારણે વ્યક્તિના વાળ ખૂબ જ વધારે ખરાબ થઈ જાય છે.ખૂબ જ નાની ઉંમરમાં વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટા શહેરોમાં પ્રદૂષણ વધારે હોવાના કારણે વાળ ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે.
તેમને ખૂબ જ વધારે નુકશાની થાય છે. તેના કારણે વાળ ખરવાની સમસ્યાનો દરેક લોકો સામના કરતા હોય છે. આજે અમે તમને વાળ ખરવાની સમસ્યા તેમજ વાળને લાંબા અને મજબૂત અને ભરાવદાર રાખવા માટે આદુ નો કઈ રીતે ઉપયોગ કરવો તે વિશે જાણકારી આપવાના છીએ.
આદુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન હોય છે. જે વાળને ખૂબ જ વધારે પ્રમાણમાં પોષણ આપે છે. તેમ જ મજબૂત કરે છે. તેનાથી તમારા વાળ તૂટવાનું કે ખરવાનું પણ બંધ થઈ જાય છે. વાળ લાંબા થઈ શકે છે. ચાલો જાણીએ કે વાળને લાંબા મજબૂત અને ભરાવદાર તેમજ ચમકીલા બનાવવા માટે આદુંના આ મિશ્રણ નો કઈ રીતે ઉપયોગ કરવો.
ડુંગળી અને આદુ નો રસ
વાળ ની સાર સંભાળ રાખવા માટે વાળમાં સલ્ફર નામનું તત્વ હોવું ખૂબ જ જરૂરી છે. સલફર ખૂબ જ પૌષ્ટિક તત્વ છે. તે ડુંગળીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે. તે વાળમાં નવા પોષક તત્વોને ઉત્પન્ન કરે છે. વાળ ઝડપથી વધે માંડે છે.
તે ઉપરાંત ડુંગળી ના રસ ની સાથે આદુનો રસ મિક્ષ કરીને લગાવવાથી વાળ ની જાડાઈમાં વધારો થાય છે. વાળ લાંબા થાય છે. વાળને મજબૂતી મળે છે.
કઈ રીતે બનાવવું મિશ્રણ
મુખ્ય સાધન સામગ્રી
બે ચમચી આદુ પીસેલું, એક પીસેલી ડુંગળી
રીત
ડુંગળી અને આદુ ને અલગ અલગ રીતે પીસી લેવી. ત્યારબાદ બન્નેનો રસ કાઢી લેવો અને બંનેના રસને સરખી રીતે મિક્ષ મિશ્રણ કરી લેવું. ત્યારબાદ વાળના મૂળિયામાં આ રસ લગાવી દેવો. ૨૦ મિનિટ સુધી વાળના મૂળમાં લગાવીને રાખવું.
ત્યારપછી તમે વાળને સાદા પાણીની મદદથી ધોઈ શકો છો અને આ વાળને ધોવા માટે તમે કોઈપણ પ્રકારના સેમ્પુ નો પણ ઉપયોગ કરી શકો છો. જો આ અઠવાડિયામાં બે વાર આ પ્રકારના મિશ્રણનો વાળ માં ઉપયોગ કરવામાં આવે તો વાળમાં મજબૂતી મળે છે. વાળને જાડાઈ પ્રાપ્ત થાય છે.
આદુ કાકડી નારિયેળનું તેલ અને તુલસીનું તેલ
વાળની મજબૂતાઈ વધારવા માટે કાકડી, નારિયેળનું તેલ, તેમજ તુલસી પણ ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દરેક તત્વમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જે વાળની મજબૂતાઈ તેમજ બાળક નો વિકાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબીત થશે
જો તમે આદુ ની સાથે કાકડી, નારિયેળનું તેલ, તેમજ તુલસીનું તેલ લગાવી અને વાળ ઉપર લગાવો છો. વાળમાં સિલિકા, સલ્ફર, વિટામિન-એ અને વિટામિન ડી ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. કાકડીનો રસ વાળનો વિકાસ વધારે છે. તેમ જ તુલસીનું તેલ ખોડા જેવી સમસ્યાઓ દૂર કરે છે.
કઈ રીતે બનાવવું આ મિશ્રણ
મુખ્ય સાધન સામગ્રી
1 મોટી ચમચી આદુ પીસેલું, એક કાકડી, 2 ચમચી નારિયેળનુ તેલ, 2 ચમચી તુલસીનું તેલ
રીત
આ બધી સામગ્રીને બ્લેન્ડર ની મદદથી પીસી લેવી અને એક મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ વાળના મૂળિયામાં થોડું થોડું મિશ્રણ લગાવી દેવું અને આ મિશ્રણ વાળમાં લગાવી આ પછી આશરે એક કલાક સુધી વાળ ને રહેવા દેવા. ત્યારબાદ વાળને શેમ્પૂ ની મદદથી સાફ કરી લેવા. જો અઠવાડિયામાં બે વાર આવું કરવામાં આવે તો વાળની મજબૂતાઈ માં વધારો થાય. તેમજ વાળની ઉપર રહેલું સ્કેલ્પમાં પણ ખૂબ જ મજબૂતાઈ આવે છે.