ઉપવાસના પારણા કરતી વખતે વિશિષ્ટ રીતે ધ્યાનમાં રાખો આ વસ્તુ - Tilak News
ઉપવાસના પારણા કરતી વખતે વિશિષ્ટ રીતે ધ્યાનમાં રાખો આ વસ્તુ

ઉપવાસના પારણા કરતી વખતે વિશિષ્ટ રીતે ધ્યાનમાં રાખો આ વસ્તુ

જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ અને બીજે દિવસે ઉપવાસ ખોલતી વખતે દરેક લોકોએ થોડીક વાતોને ધ્યાનમાં લેવી જોઈએ. આ વખતે કઇ વાતોને ધ્યાનમાં લેવાની છે. એ અમે તમને જણાવીશું. વ્રત-ઉપવાસ કરવા ની બધાની રીત જુદી-જુદી હોય છે..

કોઈ ફળાહાર કરે છે. કોઈ એક ટંક જમીને પણ વ્રત કરે છે. પરંતુ વ્રત કોઈ પણ હોય તેનું સમાપન કરતી વખતે ભોજન કરવામાં આવે છે. તથા સ્વાસ્થ્યને કંઈ પણ ખરાબ અસર ન થાય તેના માટે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ

જ્યારે પણ આપણે વ્રત ખોલીએ છીએ ત્યારે એકસાથે વધારે આરોગવું જોઈએ નહિ. જો વધારે ખાવામાં આવે તો પેટમાં દુખાવો અને પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. લાંબો સમય સુધી પેટ ખાલી હોવાથી સૌપ્રથમ તો પાણી પીવું જેનાથી પેટમાં ઠંડક લાગશે.

જો તમને ઈચ્છા હોય તો તમે લીંબુ સરબત, લસ્સી, મોસંબીનું પાણી તથા નારીયેળ પાણી પી શકો છો. આ બધા પાણીઓ ઉર્જા પ્રદાન કરે છે. આપણા પાચનને પણ કંઈ નુકસાન કરતું નથી. વ્રત ખોલીએ ત્યારે પ્રોટીન યુક્ત આહાર લેવો. તમારા શરીરમાં પૂરતી ઊર્જા મળી રહેશે.

આથી તમારે પનીર વાળો ભોજન ના લેવું તથા મસાલાયુક્ત ભોજનથી દૂર રહેવું. જ્યારે પણ વ્રત કરીએ છીએ ત્યારે તીખી તળેલી અને મીઠાઈ વગેરે ન આરોગવી. આથી આપણું પાચનતંત્ર વધારે મજબૂત બને છે. અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

તમે ઘણા બધા આનાજ ની રોટલી બનાવીને ખાઇ શકો છો. લીલા શાકભાજી પણ આરોગી શકો છો. તમે દહીં પણ લઈ શકો છો તથા ફ્રુટ પણ લઈ શકો છો. જેનાથી પેટ પણ ભરાઈ જશે અને પાચન પણ સરખી રીતે થશે અને શરીર  પૂરતી ઊર્જા મળી રહેશે તથા તમે મલ્ટી ગ્રેન લોટનો ઉપયોગ કરીને ઉપમા પણ બનાવી શકો છો.

પરંતુ ઉપમાનું પ્રમાણ થોડું જળવાય અને જેથી આપણા પેટના સંબંધિત કોઈ સમસ્યા ઉભી ન થાય. જો કોઈ વ્યક્તિ અને ઉપવાસ દરમિયાન ચક્કર આવતા હોય તો તું તેનું કારણ છે કે શરીરમાં નબળાઈ હોવી. વ્રત દરમિયાન શરીરમાં કંઈ ન જવાને કારણે નબળાઈ આવી જતી હોય છે.

તથા ઘણા નું બીપી અને ડાયાબિટીસ નું લેવલ પણ ઘટી જતું હોવાને લીધે ચક્કર આવે છે. જો તમે વ્રત કરતા હોય તો તે દિવસે તમારે ૩ થી ૪ લીટર પાણી પીવું. કારણ કે પાણી પીવાથી શરીરને ઊર્જા મળશે. તેથી ચક્કર નહીં આવે.

જો તમે ઉપવાસ પહેલા આમળાનું સેવન કરશોતો આમળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આથી તમે આમળાનો જ્યુસ બનાવીને પણ પી શકો છો. ઉપરાંત ઘણા બીજા ફળોનું પણ સેવન કરવું જોઈએ. વ્રત દરમિયાન એક સમયે ફળ તથા જ્યુસનું સેવન કરો છો.

દૂધ અને દહીં પણ સેવન કરવું જોઈએ. દૂધ અને દહીં નું સેવન કરવાથી શરીરનું બ્લડ પ્રેશર બરાબર બની રહે છે.  શરીરમાં નબળાઈ આવતી નથી. જેનાથી ચક્કર આવતા નથી. જો કોઈ વ્યક્તિને વ્રત દરમિયાન ચા કે કોફી પીવાની ટેવ હોય તે પણ સારી વાત જ છે.

ચા કે કોફી પીવાથી શરીરને એનર્જી મળે છે.  શરીરની નબળાઈ દૂર થાય છે. જેથી ચક્કર આવવાની કોઇ સમસ્યા ઉદ્ભવતી નથી. જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને જે મહિલાઓ પ્રેગનેટ હોય તેમાં લોકોએ તો વ્રત કરવાનું ટાળવું જોઈએ.

જો વ્રત કરે છે. તો તેમણે ભરપૂર પ્રમાણમાં ફળોનું સેવન કરવું જોઈએ. આનાથી શરીરમાં પૂરતી ઊર્જા મળી રહેશે અને થાક અને નબળાઈ આવશે નહીં. જો તમે ઉપવાસ કરવાના હોય તો બે-ત્રણ દિવસ પહેલાથી જ જમવાનું ઓછું રાખો.

તમે એક મહિનો કરવાના હોય તો તમે લીંબુ પાણી, મધ, નારિયેળ પાણી, મોસંબી જ્યુસ વગેરેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી ભુખ ઓછી લાગશે અને શરીરને પૂરતી ઊર્જા મળશે. કોઈ વ્યક્તિઓએ નિર્જલા ઉપવાસ ક્યારેય ન કરવો જોઈએ.

જો આપણા શરીરમાં પાણીની કમી થાયતો  અનેક બીમારીઓનું જોખમ વધે છે. વ્રત કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પેટ ને વધારે સમય ભૂખ્યું ન રાખવું. કંઈક ને કંઈક તો ભોજન અથવા તો ફ્રુટ ગ્રહણ કરવું અને જો તમે એકટાણું કરતા હોય તોપણ એકી સાથે વધારે ભોજન ન ખાવું.