તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને લગભગ 9 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.રાનીપેટ જિલ્લાના નેમિલીની બાજુમાં કિલીવેડી વિસ્તારમાં મંડીયમ્મન મંદિર માયલર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા દ્રશ્ય બતાવવામાં આવ્યું છે.
આ ઘટના રાત્રે લગભગ 8.15 વાગ્યે બની હતી.પોલીસે જણાવ્યું કે પીડિતોની ઓળખ કે.કે.મુથુકુમાર (39), એસ.ભૂપાલન (40) અને બી.જ્યોતિ બાબુ (17), જ્યારે અન્ય મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના સેંકડો લોકો નેમિલીના મંડી અમ્માન મંદિરમાં ઉત્સવ માટે એકઠા થયા હતા.
Three killed when a crane crashed in temple fest in Keezhveedhi village near Nemili, Arakonam, #TamilNadu @dt_next @CMOTamilnadu @tnpoliceoffl @PKSekarbabu pic.twitter.com/pstwc6BpLC
— Raghu VP / ரகு வி பி / രഘു വി പി (@Raghuvp99) January 22, 2023
આ અકસ્માત માયલેરુમાં એક કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં લોકોએ ક્રેન દ્વારા મંદિરની મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ ભયાનક ઘટના બની હતી અને ક્રેન ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં એક બાળકી સહિત લગભગ નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,
અને તેમને પુન્નાઈ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરાક્કોનમ સરકારી હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ ઇન્ડિયા પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું. અકસ્માત સમયે ક્રેનની આસપાસ 1500 જેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા. નેમિલી જિલ્લા કલેક્ટર સુમાથી, ગ્રામ પ્રશાસનિક અધિકારી મણિકંદન અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.