દૂધનું નામ આવતા જ એક સંપૂર્ણ આહારનો જ વિચાર આવે છે. ત્યારે નાના બાળકથી લઇ વૃદ્ધ દરેકને માટે દૂધ એ ઉત્તમ આહાર છે. તેમાં રહેલા પોષક તત્વો શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબજ જરૂરી છે, ત્યારે વર્તમાન સમય એટલે ભેળસેળનો યુગ એમ કહેવાય છે, તેવા સમયે એક પણ ચીજ વસ્તુ એવી નથી કે જેમાં ભેળસેળ ન થતી હોય. તો એમાંથી દૂધ પણ બાકાત રહ્યું નથી.
તમે જે પેકીંગ વાળું દૂધ ખરીદો છો એ શું ખરેખર અસલી દૂધ છે કે પછી નકલી મિલાવટ વાળું દૂધ છે એ જાણવું ખુબજ જરૂરી ચ કારણ કે જો એ જન વગર મિલાવતી દૂધ પીતા રહેશો તો જરૂરથી તેની ખરાબ અસર તમારા પર અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પર થશે, તો દૂધ પિતા પહેલા તેની ચકાસણી કરવી જરૂરી બને છે તો આવો જાણીએ કે કઈ રીતે ઘરે જ દૂધને ચકાસવું.??
નાના બાળક થી માંડીને મોરા વડીલો સુધી બધાના શરીર ને તંદુરસ્ત રાખવા માટે દૂધ સૌથી બેસ્ટ માનવમાં આવે છે. કારણ કે તેની અંદર વિટામિન, ફોસ્ફરસ, પ્રોટિન, કેલ્શિયમ, નિયાસિન અને પોટેશિયમ ખૂબ મોટા પ્રમાણ માં મળી આવે છે.
આજકાલ બજારમાં મળતા દૂધ માં અનેક જાતની ભેળસેળ કરવામાં આવતી હોય છે. જેના કારણે આપણા આરોગ્ય ખરાબ અસર પડે છે. કેમિકલ્સના કારણે લિવર-કિડની પર પણ ખરાબ અસર થાય છે. ત્યારે અમે તમને જણાવીએ એવા કેટલાક ઉપાય જેના દ્વારા તમે ઘરે જ જાણી શકશો કે દૂધ ભેળસેળવાળું છે કે પ્યોર.
આજે લોકો પૈસા કમાવવા માટે ગમે તે કરી શકે છે. જો દૂધની અંદર ડિટર્જન્ટ ભેળવામાં આવ્યું હશે તો તેને ચેક કરવા માટે દૂધમાં ઉપરથી પાણી રેડો. જો સાબુના પાણીમાં થતા હોય તેવા ફીણા થાય તો સમજવું કે ડિટર્જન્ટ ભેળવેલ છે.
ડિટર્જન્ટ મેળવવાલા દૂધમાં સોડાનુ પ્રમાણ ખૂબ વધુ માત્રામાં હોય છે. આવું દૂધ પીવાથી કિડની, લીવર અને હોર્મોન્સ પર ખરાબ અસર પડે છે અને નુકસાન થાય છે. દૂધ ની માત્ર વધારવા અને પૈસા કમાવવા લોકો તેની અંદર સિંથેટિક દ્રવ્ય પણ ઉમેરે છે.
જો તમે દૂધ ની અંદર રહેલું સિંથેટિકવાળું દ્રવ્ય ચેક કરવા માંગતા હોય તો દૂધને તમારી હાથેળી વચ્ચે લઇને ખૂબ ઘસો અને જો તે ચીકણું લાગે તો સમજવું કે દૂધ સિન્થેટિક છે. તેમજ તેને ગરમ કરવાથી તે થોડું પીળું થઈ જાય છે. સિન્થેટિક દૂધ બનાવવા માટે યુરિયા, કપડા ધોવાનો સાબુ, સ્ટો સ્ટર્ચ અને ફોરેમેલિન ભેળવવામાં આવે છે.
આવું દૂધ પીવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ઉલ્ટી કે ઝાડા થઈ શકે છે. તેમજ કિડની અને લીવર પણ ખરાબ થાય છે. જો મિલ્ક માં સ્ટાર્ચ ની ભેળસેળ કરવામાં આવી હોય તો તેની ખરાઈ કરવા માટે દૂધમાં કેટલાક ટીપા આયોડીન ટિંચર અથવા આયોડિન સોલ્યુશેનના નાખો.
જો દૂધનો કલર બ્લ્યુ થવા લાગે તો સમજવું કે દૂધમાં ભેળસેળ છે. સ્ટાર્ચ મેળવવાથી દૂધમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ, એમોનિયા, નાઇટ્રેટ ફર્ટિલાઇઝર અને ન્યૂટ્રલાઈઝર જેવા તત્વોની સંખ્યામાં વધારો થાય છે. જેના કારણે આંતરડા, કિડની અને લિવર ઉપરાંત બીજા અનેક અંગો પણ ખરાબ અસર પડે છે.
દૂધ વેચવા વાળાએ દૂધ ની અંદર પાણી ભેળવેલું હશે તો દૂધ ના બે ટીંપાને પ્લાસ્ટિક કે પછી કોઈ બીજી વસ્તુના પ્લેન ટૂકડા પર પાડો. હવે તેને થોડો ત્રાસો કરો જો દૂધના ટીપા સફેદ લીટી છોડતા આગળ વહે તો સમજવું કે દૂધ પ્યોર છે.
જો દૂધમાં પાણી મિક્સ કરવામાં આવ્યું હશે તો ઝડપથી વહી જશે અને જો શુદ્ધ હશે તો ધીમે-ધીમે સરકશે. પાણીની ભેળસેળના કારણે દૂધ ખૂબ જ પાતળું થઈ જાય છે. જેથી તેનો ફાયદો પહેલા જેવો રહેતો નથી.