એક વખત જો ડોક્ટર કોઈને મૃત્યુ થયેલા જાહેર કરી દે તો કોઈપણ વ્યક્તિ ની તાકાત નથી કે તેમને પુનઃજીવિત કરી શકે. પરંતુ આજે અમે તમને એવી એક ઘટના જણાવવાના છીએ કે તે સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ વધારે ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવી રહી છે. આવી જ એક ઘટના સોશિયલ મીડિયામાં વારંવાર સામે આવી રહી છે. અને રવિવારે એક બાળકનો જન્મ થયો હતો અને તે બાળકને રવિવારના દિવસે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી
બાળકના જન્મ થયા પછી ને થોડા સમયમાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી પરંતુ ત્યાર પછી તે બાળકોના મૃતદેહને લઈને તેમના પરિવારજનો સ્મશાને પહોંચી ગયા હતા અને મૃતદેહને દફનાવવા માટે તેમણે અંતિમ વિધિ કરવાની શરૂ કરી નાખી હતી.
ત્યાર પછી બાળકને દફનાવવા માટે તેમણે ખાડો ખોદી નાખ્યો હતો ત્યાર પછી તેમણે બાળકને શ્વાસ લેવાનો અને રડવાનો અવાજ આવી રહ્યો હતો અને બાળકના ધબકારા શરૂ થતાની સાથે જ હાજર દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી ગયા હતા તેથી તેમણે બાળકને ફરી હોસ્પિટલ લઈ આવ્યા હતા
મૃત જાહેર કર્યા પછી બાળક આશરે ૨૦ કલાક સુધી જીવતો રહ્યો હતો અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા આમ જીવિત બાળકને 24 કલાક પહેલા જ મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટર વિરુદ્ધ દ્વારા આકરી સજા આપવા આદેશ કરવામાં આવ્યા છે.
એટલા માટે આજે અમે તમને એવી જાણકારી આપવાના છીએ કે આ સમગ્ર કોડીનાર માં રહેતા અને પોલીસમાં નોકરી કરતા પરેશભાઈ ડોડીયા ના પત્ની મિત્તલને ડીલીવરી સમયે પીળા થતા રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
રવિવારની રાત્રે 1:00 વાગે મિતલ બેન ને એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ તેમની ડીલેવરી અધૂરા મહિને કરવામાં આવી હતી અને તેના કારણે તેમના બંને બાળકોનું વજન ખૂબ જ ઓછી હતું અને બાળક અને બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ વધારે તકલીફ થતી હોવાના કારણે બંને ને તેમની બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરંતુ થોડી મિનિટો પછી જ સારવાર ઉપર રહેલા મહિલા ડોક્ટર દ્વારા તે બાળકને મૃત્યુ મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તે દીકરાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું આમ દીકરાને મૃતદેહને દફનાવવા માટે પરિવારના ત્રણ સભ્યો દ્વારા હોસ્પીટલમાં રાખી અને રીક્ષા દ્વારા તેમને સ્મશાને પહોંચાડવામાં આવ્યા હતા
નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે તેમણે સંપૂર્ણ ખાડો પણ ખોલી લીધો હતો અને બાળકને દફનાવવાની તૈયારી ચાલી રહી હતી અને તે જ વખતે બાળક દ્વારા શ્વાસ લેવામાં આવ્યો હતો અને બાળકના હાથ પકડયા હતા અને તેની સાથે ત્યાં હાજર રહેલા પરિવારજનો રિક્ષાચાલક તથા તમામ લોકો ખૂબ જ વધારે આશ્ચર્ય પામી ગયા હતા
તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર અનવરભાઇ નવજાત બાળકને લઈ અને ત્યાં ફરીથી હોસ્પિટલે પહોંચી ગયા હતા અને ત્યાં બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું અને આમ સ્મશાનમાંથી જીવતા મળેલા બાળકને જોઈ અને ડોડીયા પરિવાર દ્વારા તેમણે આ કુદરતનો કરિશ્મા ગણાવવામાં આવ્યો હતો
તેમજ તેમના દરેક વ્યક્તિના હાથમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા અને તેમના પરિવારમાં ખુશીના સમાચાર પ્રાપ્ત થયા હતા પરંતુ તેમનો આ આનંદ લાંબો સમય સુધી રહ્યો હતો નહીં અને સોમવારના બપોરના બીજા દિવસે બાળક ને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું
ત્યાર પછી તેમની દફનવિધિ કરવામાં આવી હતી અને આ ઘટનામાં સખત બેદરકારી દાખવનાર મહિલા તબીબ વિરુદ્ધ હોસ્પિટલ દ્વારા તમામ કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને ત્યાં હાજર રહેલા સિનિયર ડોક્ટર એટલે કે ડોક્ટર બુચ દ્વારા જણાવવામાં આવ્યું હતું
તેમણે ૩૦ વર્ષની કારકિર્દીમાં બાળકોનો અધૂરા મહિને જન્મ થયો હોય અને તેમનું ફક્ત 500 ગ્રામ વજન હોય આવા સંજોગોમાં બાળકની જીવતા રહેવાની શકયતા ખૂબ જ ઓછી હોય છે. બાળકનું હૃદય બંધ થઈ ગયું હોય છે. અને બાળકની અંદર ધબકારા ચાલુ હતા
તેમને સ્ટેટથોસકોપ પરથી જાણી શકાયા ન હતા એટલે કે એડલ્ટ વ્યક્તિના મૃત્યુના કેસમાં સ્ટેથોસ્કોપ થી તમે મૃત્યુની તપાસ કરી શકો છો પરંતુ તે વ્યક્તિની કરી અને મૃત્યુનો સ્પષ્ટ કારણ જાણી શકાય છે. પરંતુ બાળકોના કિસ્સામાં આવું સંભવ નથી.
બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું તે ત્યારે ત્યારે તેમના હૃદયના ધબકારા ચાલુ ન હતા અને બાળકને જ્યારે સ્મશાને લઇ જવામાં આવ્યો ત્યારે હૃદયના ધબકારા ચાલુ થાય તે માટે હોસ્પિટલ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ હૃદયના ધબકારા ચાલુ ન થતાં હાર્ટબીટ સ્પષ્ટ ન આવતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને તેમણે પોતાની સમગ્ર કારકિર્દીમાં આવો પ્રથમ કિસ્સો થયો છે.