મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ એક સુખી અને સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે અને આ માટે જ દરેક વ્યક્તિ પોતાના ભોજનને સુરક્ષિત રાખવા ઈચ્છે છે. ભોજનને સુરક્ષિત અને કીટાણું રહિત રાખવા માટે લોકો ભોજનને પેકિંગ કરવા માટે એલ્યુમીનીયમ ફોઈલનો ઉપયોગ કરે છે.
આ એલ્યુમિનિયમ ફોઈલમા ભોજન પેક કરવુ એ એક ટ્રેન્ડ બની ચુક્યો છે. હાલ, દરેક વ્યક્તિ આ પેપરમા લપેટીનેજ ભોજન લઇ જવાનુ પસંદ કરે છે. શાળાએ જતા બાળકોના ટીફીનમા પણ ભોજન રાખવા માટે આ પેપરનો ઉપયોગ કરવામા આવે છે કારણકે, આ પેપરમા ભોજન રાખવાથી તે દેખાવમા પણ સારુ લાગે છે અને સુરક્ષિત પણ રહે છે.
પહેલાના સમયમા લોકો સાધારણ કાગળમા ભોજનને લપેટી લેતા હતા અને આ ભોજનનો ખાવા માટે ઉપયોગ કરતા હતા પરંતુ, સમયની સાથે પરિવર્તન આવ્યુ અને ભોજનને વધુ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે એલ્યુમીનીયમ ફોઈલ બજારમા આવ્યુ. લોકોની એવી માન્યતા છે કે, આ એલ્યુંમીન્યમ ફોઈલમા ભોજન સુરક્ષિત રહે છે પરંતુ, આ પેપર સુરક્ષાની જગ્યાએ તમને અનેકવિધ બીમારીઓ નો શિકાર બનાવે છે.
આ પેપરમા રાખવામા આવેલ ભોજન નરમ અને મુલાયમ રહે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ પેપરનો વપરાશ તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ પેપરમા રાખવામા આવેલુ ભોજન આપણા માટે ઝેર સમાન સાબિત થાય છે. જ્યારે પણ તમે આ એલ્યુમીનીયમ પેપરમા ભોજન પેક કરો છો ત્યારે તેમાંથી અમુક એવા તત્વો બહાર નીકળીને ભોજનમા ભળી જાય છે, જેઆપણામાટે હાનીકારક સાબિત થાય છે.
તો ચાલો આજે આ લેખમા એલ્યુમીનીયમના વપરાશથી આપણા સ્વાસ્થ્યને પહોંચતી હાની વિશે માહિતી મેળવીએ.જો તમે એલ્યુમીનીયમમા પેક કરેલ ભોજનનુ સેવન કરતા હોવ અને તે દરમિયાન ભૂલથી પણ આ એલ્યુમીનીયમના પેપરનો ટુકડો તમારા શરીરમા ચાલ્યો જાય તો તમે કેન્સર જેવી જીવલેણ સમસ્યાથી પીડાઈ શકો.
જો તમે ગરમ ભોજનને આ એલ્યુમીનીયમમા લપેટો તો તે પીગળવા લાગે છે અને એલ્યુમીનીયમમા રહેલા અમુક તત્વો આ ભોજનમા મિક્સ થઇ જાય છે, જેના કારણેતમે અલ્ઝાઈમર જેવી સમસ્યાના પણ શિકાર બની શકો છો. આ ઉપરાંત એલ્યુમીનીયમ પેપરમા ક્યારેય પણ ખાટા ફળ કે મસાલેદાર ચીજવસ્તુઓ પેક ના કરવી.
જો તમે આ વસ્તુઓને એલ્યુમિનિયમ પેપરમા પેક કરો છો તો તેમા હાનિકારક બેક્ટેરિયા સમાવિષ્ટ થઇ જાય છે અને આ ચીજવસ્તુઓનુ સેવન કરવાથી તે બેક્ટેરિયા તમારા શરીરમા પણ પ્રવેશે છે. ક્યારેય પણ બચેલા ભોજનને એલ્યુમીનીયમ પેપરમા પેક કરીને ફ્રીજમા રાખવા નહિ. જોતમે આમ કરો છો અને આ ભોજનનુ સેવન કરો છો તો તમારુ પાચનતંત્ર બગડી જાય છે અને તમે પેટ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો.
આ ઉપરાંત જ્યારે પણ તમે માઈક્રોવેવમા ભોજન બનાવો છો ત્યારે ભૂલીને પણ આ એલ્યુમિનિયમ પેપરનો ઉપયોગ ના કરવો. જો તમે માઈક્રોવેવમા ભોજન બનાવવા માટે ઉપયોગ કરો તો ભોજન બેસ્વાદ બની જાય છે અને ભોજનમા રહેલા પોષકતત્વો પણ નાશ પામી જાય છે.
આ સિવાય ઘરે ભોજન બનાવવા માટે પણ એલ્યુમિનયમના વાસણનો ઉપયોગ ના કરવો. જો તમે ભોજન બનાવવા માટે આ વાસણનો ઉપયોગ કરો અને આ વાસણમા બનાવેલા ભોજનનુ સેવન કરો તો તમે કીડની અને હાડકા સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો છો.