શરીરમાં જામેલા કોલેસ્ટ્રોલના સ્તરને દૂર કરવા માટે અપનાવો આ અળસીનો ચમત્કારિક ઔષધીય ગુણધર્મો ધરાવતો ઉપાય - Tilak News
શરીરમાં જામેલા કોલેસ્ટ્રોલના સ્તરને દૂર કરવા માટે અપનાવો આ અળસીનો ચમત્કારિક ઔષધીય ગુણધર્મો ધરાવતો ઉપાય

શરીરમાં જામેલા કોલેસ્ટ્રોલના સ્તરને દૂર કરવા માટે અપનાવો આ અળસીનો ચમત્કારિક ઔષધીય ગુણધર્મો ધરાવતો ઉપાય

અળસીના ઔષધીય ગુણધર્મો:-

મોટાભાગના લોકો શણના બીજને અળશી તરીકે ઓળખે છે. અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે લેવામાં આવે છે. અળસી આપણને અનેક રોગો થી બચાવવામાં મદદરૂપ થાય છે. તથા અળસી નો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવવામાં થાય છે. તો ચાલો જાણીએ કે અળસીના ગુણધર્મ કયા કયા છે?

પરંતુ તે પહેલા એ પણ જાણવું જરૂરી છે કે ક્યાં બીજમાં આવા પોષક તત્વો હશે અને તે માનવ શરીર માટે નિરોગી સાબિત થઈ શકે છે. ફ્લેક્સ સીડ માં ઓમેગા ૩ ફેટી એસીડ, વિટામિન બી,પ્રોટીન, ફાયબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો રહેલા છે. વજન ઘટાડવામાં પણ ફ્લેકસ સીડ ઉપયોગી છે.

અળસી આપણે ત્વચા અને આરોગ્ય માટે સ્વાસ્થ્યવર્ધક છે. અળસી ની અંદર રહેલું ફેટી એસિડ આપણા શરીરમાં ઊર્જા પૂરી પાડે છે. તથા તમારા વાળની મજબૂતાઈ વધારવા માટે અળસીના તેલ નો ઉપયોગ તમે કરી શકો છો.  તમને જો ખીલની સમસ્યા હોય તો અળસીનું ફેસમાસ્ક નો પણ ઉપયોગ કરીને તમે ખીલની સમસ્યામાંથી રાહત મળશે. તો ચાલો જાણીએ કે અળસી ના ફાયદા કયા કયા છે?

અળસી ના ફાયદા કયા કયા છે?

આયુર્વેદની ભાષામાં અળસીને કફ દૂર કરવા માટે તેમજ પીડા દૂર કરવાની દવા પણ કહેવાય છે.

જો કોઈ વ્યક્તિને લોહિયાળ ઝાડા તથા યુરોલોજીકલ ની કોઈપણ સમસ્યા હોય તો તમારે એક તૃતીયાંશ ગરમ પાણીમાં ઉમેરી તથા બાફેલી જેઠીમધનો શીરો તૈયાર કરી શકો છો. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ વધુ પ્રમાણમાં હોય છે. જેનાથી આપણું શરીર નિરોગી રહે છે. તમારા હૃદયને પણ સારો એવો ફાયદો થાય છે.

અળસી માંઆલ્ફા લીનોલેનીક એસિડ જોવા મળે છે. જે સાંધાના દુખાવા માટે અકસર ઈલાજ સાબિત થાય છે. અળસીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હજી નિયમિત રીતે સેવન કરવાથી આપણા શરીરમાં ક્યારેય પણ કોલેસ્ટ્રોલ જામતું નથી. તે ઉપરાંત તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, જેવા આપણા શરીરને ઉપયોગી એવા તત્વો રહેલા હોય છે. તેનો નિયમિત રીતે સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

તે ઉપરાંત તેને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ પણ કહેવાયું છે. એનું નિયમિત રીતે સેવન કરવાથી ચામડી અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં રહેલું ફેટી એસિડ આપણા શરીરને પૂરતી ઊર્જા આપે છે. તે ઉપરાંત વાળની મજબૂતાઈ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જો કોઈપણ વ્યક્તિને ચહેરા પર ખીલ હોય તો તે દૂર કરવા માટે અળસીનું ફેસપેક પણ યુઝ કરી શકે છે. અળસી ગરમ હોવાથી ગર્ભવતી સ્ત્રીઓએ અને સ્તનપાન કરાવતી મહિલાઓ એ ડોક્ટરની સલાહ અનુસાર તેનો ઉપયોગ કરવો જોઈએ.

અળસીમાં મળતું ફાઈબર વજન ઘટાડવા માટે સૌથી વધારે ઉપયોગી મનાય છે. અળસી નો ઉપયોગ ડાયાબિટીસ કેન્સર સંધિવા તથા કિડની સંબંધિત રોગોમાં પણ કરવામાં આવે છે. અળસીનું બીજ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ છે. આથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અળસી ખાવાની શ્રેષ્ઠ રીત

હવે તો તમે અળસી ના ફાયદા જાણી લીધા હશે. હવે અળસી ને કઈ રીતે ખાવી તે પણ જાણી લો. અળસી ક્યારેય બગડતી નથી. પરંતુ જો તમે તેને પાવડરના રૂપમાં ઉપયોગમાં લેતા હોય તો તે હવામાં રહેલા ઓક્સિજનને લીધે બગડવાની શક્યતા છે.

તમારે સવારે નરણા કોઠે ગરમ પાણીમાં એક ચમચી અળસી લઈ શકો છો. આ સિવાય તમે ફ્રુટ જ્યુસ ના પણ મિક્સ કરીને પી શકો છો. તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે  આખા દિવસની અંદર ચાલીસ ગ્રામથી વધારે અડધી ઉપયોગમાં લેવી નહીં.