શા માટે ચામડાની બનેલી કોઈપણ વસ્તુ પહેરીને મંદિરમાં જવું ન જોઈએ? - Tilak News
શા માટે ચામડાની બનેલી કોઈપણ વસ્તુ પહેરીને મંદિરમાં જવું ન જોઈએ?

શા માટે ચામડાની બનેલી કોઈપણ વસ્તુ પહેરીને મંદિરમાં જવું ન જોઈએ?

મંદિરમાં જતા પહેલા મનને પવિત્ર અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ખૂબ જરૂરી હોય છે. કારણ કે  આપણે મંદિરમાં સાક્ષાત ભગવાન સાથે મિલન કરવા જતા હોય અને મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઘણી બધી વસ્તુઓનો પ્રતિબંધ કરવામાં આવે છે.

જે પ્રાણીના ચામડી માંથી બનાવેલી વસ્તુ છે. જેવું કે બેલ્ટ, જેકેટ, ટોપી વગેરે પહેરીને ક્યારેય મંદિરમાં પ્રવેશ કરવામાં આવતો નથી. કારણ કે તેનાથી મંદિરની સ્વસ્થતા, શુદ્ધતા તથા પવિત્રતા નાશ પામે છે. ચામડું પશુઓની ચામડી માંથી બનાવેલું હોય છે.

તેના ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં કેમિકલ લગાવીને તેમને દુર્ગંધ દૂર કરવામાં આવે છે. ત્યાર પછી તેમની દુર્ગંધ દૂર કરી અને ખૂબ જ ઊંચા ભાવ લઈ અને તેમને વેચવામાં આવે છે.  લોકોને પણ ખૂબ જ ઊંચા શોખથી તેમને પહેરવાનું પસંદ કરે છે.

ચામડા પહેરવાનું આજકાલ લોકો ના ફેશનનું એક ભાગ બની ગયું હોય છે.  જે માણસો નું સ્ટેટસ ઊંચું હોવાનું મનાય છે. તે જીવની ચામડી શરીર પર ધારણ કરવું એ ખૂબ જ સારું માને છે. ધાર્મિક દ્રષ્ટિએ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ચામડું આપણા શરીર ઉપર ધારણ કરવું ખૂબ જ હાનિકારક સાબિત થઇ છે.

કોઈપણ વસ્તુ શુદ્ધ કરવા માટે તેમને જલ દ્વારા ધોવામાં આવે છે. પરંતુ ચામડાને જલ સ્પર્શ કરવાની સાથે જ તે અતિશય ખરાબ થઈ જાય છે.  તેમને પાણીને અટકાવવામાં આવતું નથી. ચામડાની કોઈપણ વસ્તુ ધારણ કરવાથી અને પાણી કે પરસેવા નો સ્પર્શ થવાથી આપણને ચામડી સંબંધિત રોગ થઈ શકે છે.

તે ભવિષ્યમાં આપણા શરીર માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.  એટલા માટે ચામડા માંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ઓ ક્યારેય પણ મંદિરના પ્રવેશ કરવામાં આવતો નથી. એટલા માટે કોઈ પણ ભક્તો ચામડા માંથી બનાવેલી કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કરતા હોય નિયમિત રીતે ઉપયોગ કરતા હોય તો તેમને દૂર કરીને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ.

તેનાથી મંદિરની પવિત્રતા શુદ્ધતા અને સ્વસ્થતા જળવાઈ રહે છે.  મંદિરની પવિત્રતા તથા ભગવાન પાસે વ્યક્તિનું મન અતિશય પવિત્ર થાય છે. મંદિરમાં જતા પહેલા આપણા તન-મનને પવિત્ર કરવું ખૂબ જરૂરી છે. એટલા માટે નિયમિત સવારે ઉઠી અને સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે.

દૈનિક ક્રિયા નિયમિત રીતે કરી અને દરેક વ્યક્તિ સ્નાન કરતો હોય છે. સ્નાન કરવાથી આપણું શરીર શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે. ત્યારબાદ આપનું આ દરેક વ્યક્તિએ સ્નાન કર્યા બાદ શુદ્ધ કપડાં અને સ્વચ્છ કપડાં પહેરતો હોય છે.

તેનાથી તેમની પવિત્રતા જળવાઈ રહે છે.  ત્યારબાદ જે દિવસે મંદિરે દર્શન કરવા જવાનું હોય તે દિવસે વ્યક્તિ શુદ્ધ અને સ્વચ્છ કપડાં પહેરતો હોય છે.આ દિવસે વ્યક્તિ કોઈપણ ચામડા માંથી બનાવેલી વસ્તુ પહેરે તો તેમની પવિત્રતા નાશ પામે છે.

એટલા માટે કોઈપણ મંદિરમાં પ્રવેશતા પહેલા ચામડા માંથી બનાવેલા જેકેટ, પર્સ કે બેલ્ટનો ઉપયોગ કરવો નહીં. આમ કરવાથી વ્યક્તિની સમગ્ર દિવસ માટે પવિત્રતા નાશ પામે છે. આ વ્યક્તિએ મંદિરમાં પ્રવેશ કરવા માટે ફરીથી સ્નાન કરવાની જરૂર પડે છે.

એટલા માટે જ દિવસમાં જે દિવસે મંદિરે જવાનું હોય તે દિવસે ચામડા માંથી બનાવેલી કોઈ પણ વસ્તુ પહેરવાનો આગ્રહ રાખવો નહીં. ચામડા માંથી બનાવેલી કોઈ પણ વસ્તુ પહેરવાથી વ્યક્તિને ચામડીનો રોગ થવાની શક્યતા રહે છે.