આજકાલ દરેક વ્યક્તિને પૈસા ને લગતા અનેક પ્રકારની સમસ્યા હોય છે. આજે દરેક વ્યક્તિ પૈસા પ્રાપ્ત કરવા માટે દિવસ અને રાત મહેનત કરતો હોય છે. જે વ્યક્તિ પાસે વધારે પૈસા આવે છે. તે વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત કરી શકે છે.
તે વ્યક્તિ સરળતાથી પોતાનું જીવન ચલાવી શકે છે. એવું કહેવામાં આવે છે. કે દરેક વ્યક્તિ સરળતાથી પૈસા પ્રાપ્ત કરી શકતો નથી આવી પરિસ્થિતિમાં લોકો ઘણી મહેનત કરતા હોય છે. પરંતુ તે પોતાના જીવનને જરૂરિયાત એ પૈસા પ્રાપ્ત કરી શકતા નથી.
દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ અને જ્યારે ખરાબ થતી હોય ત્યારે તે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતિમાં લોકો પૈસા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. ઘણી વખત માતા લક્ષ્મીની ઉપાસના કરતા હોય છે.
તે ઉપરાંત ઘણી વખત ભગવાન કુબેર દેવની ઉપાસના કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ માતા લક્ષ્મી અને ભગવાન કુબેર દેવને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીતો આનો ઉલ્લેખ આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને જ નહીં પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એવા ઘણા ઉપાયો છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી શકે છે. તેનાથી વ્યક્તિને ખૂબ જ વધારે ધન પ્રાપ્તિ થઇ શકે છે. આજે અમે તમને એવો એક ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિમાં ખૂબ જ વધારે સુધારો જોવા મળશે
ચાલો જણાવીએ આ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ ઉપાય દરેક વ્યક્તિ જાણતો હોય છે. કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ મહત્વ રહેલું હોય છે. એટલા માટે ગુરૂવારના સંધ્યા સમયે આ ઉપાય કરવાથી વ્યક્તિને ધન-સંપત્તિની નો લાભ થવાની શક્યતા છે.
ચાલો જોઈએ કે આ ઉપાય કઈ રીતે કરવો તે ઉપાય કરવાથી વ્યક્તિને કેવા કેવા પ્રકારના લાભ થઈ શકે છે. આ ઉપાય કરવા માટે ગુરુવારના સવારે તમારે સ્નાન કર્યા પછી પીળા કલરના કેળાની બે જોડ લેવાની છે. હવે બે કેળા માંથી એક ઉપર કંકુ છાંટી અને બીજા ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી ત્યાર પછી તમારું નામ લખવાનું છે.
ત્યાર પછી તમારા ઘરના મંદિરમાં માટેના દિવાલ ઉપર એક ઘી નો દીવો પ્રગટાવવા નો છે. ત્યાર પછી તેમની અંદર એક લવિંગ મુકવાનું છે. પરંતુ આ મુકેલુ લવિંગ બળવું ન જોઇએ અને ત્યાર પછી આ દીવાને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે મૂકવો જોઈએ. ત્યાર પછી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ
આ મંત્રનો જાપ કરવો જોઈએ અને આમ ત્યાર પછી ભગવાન વિષ્ણુની તથા માતા લક્ષ્મીની આરતી કરવી. તે સાથે જ તમારા મનની જે મનોકામના હોય અને જે ઇચ્છાશક્તિ હોય એટલા માટે મનની જે મનોકામના તમે પ્રાપ્ત કરવા માગતા હોય તે વિષ્ણુ ભગવાન સમક્ષ મનમાં સ્મરણ કરવું
તે કર્યા પછી રાત્રે સૂઈ જવું અને બીજા દિવસે સવારે ઉઠી અને મંદિરમાં રાખેલું પ્રસાદ સ્વરૂપે કેળું આરોગી જવું અને પોતાના ઉપરથી તેમની છાલ સાત વાર ફેરવવી. હવે બીજા બે કેળા ને અલગ રાખવા અને જે કેળા ઉપર તમે સ્વસ્તિકનું નિશાન બનાવ્યું છે. તે કેળાને ગાયને ખવડાવી દેવાનું રહેશે
તેથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી ગાય માતા તમારા મનની દરેક મનોકામના પૂર્ણ કરશે. ત્યાર પછી બીજા કેળા ઉપર જેમાં તમે તમારું નામ લખ્યું હતું તે કેળું અમારે પ્રસાદ તરીકે આરોગવાનું છે. ત્યાર પછી ઘરમાં અને માતા લક્ષ્મીને નમન કરવું અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી એવું કહેવામાં આવે છે.
આ ઉપાય કરવાથી ગૌમાતા તે ઉપરાંત ભગવાન વિષ્ણુએ ઉપરાંત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને ઘરમાં પૈસાનો વરસાદ થતો હોય છે.