સાળંગપુરમાં હનુમાનજીને પૂનમ નિમિત્તે કરાયો ફૂલોનો દિવ્ય શણગાર, જુઓ તસ્વીર.. - Tilak News
સાળંગપુરમાં હનુમાનજીને પૂનમ નિમિત્તે કરાયો ફૂલોનો દિવ્ય શણગાર, જુઓ તસ્વીર..

સાળંગપુરમાં હનુમાનજીને પૂનમ નિમિત્તે કરાયો ફૂલોનો દિવ્ય શણગાર, જુઓ તસ્વીર..

કહેવાય છે કે, આ ધરતી પર જ હંમેશા અજર અમર રહેનારા જો કોઈ દેવ હોય તો એ હનુમાનજી છે. રામાયણ હોય કે મહાભારત હનુમાનજી અનંતકાળ સુધી યુગોના યુગાંતર સુધી જીવંત દેવતા તરીકે પ્રસ્થાપિત રહેશે. ક્યારેક ભગવાન રામની સેવા કરીને તો ક્યારેક અર્જૂનના રથપર સવાર થઈને તેની મદદ કરીને હનુમાનજી પોતાના આશીર્વાદ આપતા રહ્યાં છે.

આજે પૂનમ નિમિત્તે હનુમાન દાદાના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે બોટાદ જિલ્લામાં આવેલાં સાળંગપુરમાં હનુમાનજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ જોવા માટે ભક્તો ઉમટી રહ્યાં છે. આ કષ્ટભંજન દેવના મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને સમગ્ર દેશમાંથી ભાવિક ભક્તો અહીં હનુમાન દાદા ના દર્શન કરવા અને શ્રીફળ ચડાવવા માટે અને માથું ટેકવવા અહી આવે છે.

ત્યારે આજે પુનમના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવનો એક વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસ હોઈ રોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેને નિહાળવા રોજ મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યાં છે. ત્યારે હવે ધનુર્માસ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ દાદાને હજારીગલ અને ગુલાબના ફૂલોનો દિવ્ય અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી ડી. કે. સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી  કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પટાંગણમાં  મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.