સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ, પ્રેતાત્માઓથી પીડિતોને મળે છે છૂટકારો, દાદાના ભક્ત હોવ તો જરૂર વાંચો

સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ, પ્રેતાત્માઓથી પીડિતોને મળે છે છૂટકારો, દાદાના ભક્ત હોવ તો જરૂર વાંચો

ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં હનુમાનજીના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ સૌથી વધુ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોય તો તે છે કષ્ટભંજન હનુમાન દાદાનુ મંદિર. બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ધામ આજે ગુજરાતમાં જ નહિં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે.

આ મંદિરમાં આવેલો ભક્ત પોતાનું દુખ લઈને આવે છે અને સુખ લઈને પરત ફરે છે. જેથી ભગવાન હનુમાનજીનું નામ અહિંયા સાળંગપુર કષ્ટભંજન દેવ છે. અહિંયા આવનારના દરેકના દુખ હનુમાનજી દુર કરે છે.

મંદિરમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે. જે વિક્રમ સંવત 1906માં સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે. આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે.

તમને જણાવી દયે કે કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. અહિંયા ભક્ત જે પણ દુખ લઈને આવે છે તે દુખ હનુમાન દાદા દુર કરે છે.

સાળંગપુર મંદિરનો રહસ્યમય ઈતિહાસ: સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભક્તિ કરતા હતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. એવામાં એક વખત શ્રી ગોપાલાનંદ સ્વામી બોટાદ આવ્યા હતા. આ સાથે જ તેઓ સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા હતા.

ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાવ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વર્ષથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો અહિંયા આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.

ત્યારે સ્વામીજીએ હ્યું તમારી તમામ સમસ્યાનું નિવારણ આવી જશે. હું તમામ કષ્ટ હરનાર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરૂ છું. જેનાથી તમારા તમામ દુખનો નાશ થશે. ત્યારે વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના રોજ હનુમાનજીની પ્રતિમાની સાળંગપુરમાં સ્થાપના કરવામાં આવી હતી. આ સમયે કષ્ટભંજન દેવનું આહ્વાન કર્યુ હતું. જેથી હનુમાનજી મહારાજ પ્રતિમામા બિરાજમાન થયા હતા અને પ્રતિમામા કંપન થવા લાગ્યું હતું.

સ્વામીજી એ કહ્યું કે અહિંયા જે પણ ભક્ત પોતાનું દુખ લઈને આવશે. તે ભક્ત અહિંયાથી સુખી થઈની પરત ફરશે. જેથી અહિંયા આવનાર દરેકના દુખ કષ્ટભંજન દેવ સદાય માટે દુર કરી દે છે.

error: Content is protected !!