સફેદ વાળ માટે ના ઘરેલુ ઉપચાર
આજના સમય માં ખોટા ખાનપાનને લીધે દરેક લોકોને સફેદ વાળ થવાની સમસ્યામાં વધારો થતો જોવા મળે છે. હાલના સમયમાં તો નાની ઉંમરના લોકોને પણ સફેદ વાળની સમસ્યા થતી જોવા મળે છે.વાળ સફેદ થવા પાછળનું પણ એક કારણ હોય છે. ચાલો આપણા વાળમાં જે પોષણ જોઈએ છે.તે તેને ન મળતો હોય આથી સફેદ વાળ થાય છે.
આપણે મહેંદી નાખીને પણ સફેદ વાળમાંથી કાડા વાળ કરી શકીએ છીએ.જ્યારે પણ કોઈ વ્યક્તિની ઉંમર વધે ત્યારે તેની સ્કિન અને તેના વાળ ને લીધે ખબર પડે છે. કે આ વ્યક્તિની ઉંમરમાં વધારો થતો જોયો છે. જે કોઈ વ્યક્તિના વાળ ગ્રે થવા લાગે છે. તે ગરમી તેમજ ઉંમર ની નિશાની છે. જે કોઈ વ્યક્તિઓને નાની ઉંમરમાં સફેદ વાળ થતાં જોવા મળે છે. તેના મગજ પર પણ ખરાબ અસર થાય છે.
તેમની સુંદરતા અને આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળે છે. કોઈ વ્યક્તિઓ ખૂબ તણાવમાં રહેતા હોય તેવા લોકોને સફેદ વાળ ઝડપથી થાય છે. તથા તમારા શરીરમાં વિટામીન બીટવેલ ની કમી હોવાને લીધે પણ આ સમસ્યા જોવા મળે છે. અત્યારના ફાસ્ટફૂડના જમાનામાં દરેક લોકોને સફેદ થવાની સમસ્યા વધતી જોવા મળે છે. જો તમે નિયમિત પણ લીલાં શાકભાજીનું સેવન કરો તો ફરીથી કુદરતી રીતે વાળને કાળા કરી શકાય છે.
સફેદવાળને ફરીથી કાળા કરવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અપનાવવા જોઈએ. તે ઘરગથ્થુ ઉપચાર નીચે મુજબ છે..
આમળા મેથીનું હેર પેક
આમળાની અંદર વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. મેથી ની અંદર બધા જ પોષક તત્વો રહેલા હોય છે. આથી આ બંને વસ્તુને મિક્સ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળ સફેદ થતા અટકાવી શકાય છે. તેના માટે આમળા ને સુકવીને તેનો પાવડર કરી લેવો અને મેથીને પીસી લેવી. ત્યારબાદ આમલા, મેથી અને પાણીની મદદથી તેની પેસ્ટ બનાવી. તે તમારા વાળમાં લગાવી. ત્યારબાદ સ્વચ્છ પાણીથી વાળ ધોઈ લેવા.
મીઠા લીમડા અને નાળિયેરનું તેલ
મીઠા લીમડાના પાન અને કોપરેલ નું તેલ ને ઉકાળવું. મીઠા લીમડાના પાન આપણા વાળ અને વિટામિન બી તથા પોષણ તત્વો આપે છે. તે વાળની કોશિકાઓમાં મેલામાઈનમાં સુધારવા માટે ખૂબ જ મદદ કરે છે. જો મીઠા લીમડાનાં પાનનું સેવન કરવામાં આવે અને વાળના આપવામાં આવે તો વાળ ક્યારેય સફેદ થતા નથી.
તે ઉપરાંત લીમડાના પાન અને નારિયેળનું તેલ મિશ્ર કરી અને તેને ગરમ કરવું અને ત્યારબાદ તેને ઠંડુ કરે અને રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી દેવું. હળવા હાથે માલિશ કરવાથી વાળ માં રહેલા મેલેમાંઈન તત્વો માં વધારો થાય છે. સવારે તેને શેમ્પુ ની મદદ થી ધોઈ નાખવું.
લીંબુનો રસ અને બદામના તેલનું મિશ્રણ
બદામમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન ઇ રહેલું હોય છે. તે વાળના મૂળમાં પોષણ આપવાનું કામ કરે છે. વાળને મૂળિયામાંથી મજબૂત કરે છે. તેના કારણે સફેદ થતા વાળને અટકાવે છે. લીંબુના રસથી ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેવા ના વિકાસમાં ખુબ જ મહત્વનું સાબિત થઈ છે.
તેથી બદામના તેલના થોડા ટીપા અને લીંબુનો રસ મિશ્ર કરી અને તેને વાળમાં હળવા હાથે લગાવવું. 20 મિનિટ રાખી અને તેને શેમ્પૂથી ધોઈ નાખવું.
કાળી ચા
પાણી માં ત્રણ ચમચી કાળી ચા ઉમેરી અને તેને ગરમ કરવું. ત્યાર બાદ તેમાં બે ચમચી નમક ઉમેરવું. ત્યારબાદ તે ગરમ થઈ જાય પછી તેને ઠંડુ કરી અને તેની મદદથી વાળ ધોઈ નાખવા. આમ વાળને કુદરતી રીતે કાળો કલર પ્રાપ્ત થાય છે. તેનાથી વાળ ની ચમકમાં વધારો થાય છે. તેને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી