રસ્તા પર રહેતા બાળકોને ભૂખ લાગી તો પોલીસકર્મીએ જે કર્યું તો જોઈને તમારી આંખમાંથી આંસૂ આવી જશે, જુઓ વીડિયો

રસ્તા પર રહેતા બાળકોને ભૂખ લાગી તો પોલીસકર્મીએ જે કર્યું તો જોઈને તમારી આંખમાંથી આંસૂ આવી જશે, જુઓ વીડિયો

કોરોના કાળમાં ભીખ માંગનારાઓનું મોટું નુકસાન થઈ રહ્યું છે. તેના બાળકો ભુખથી મરી રહ્યાં છે. એવામાં હૈદરાબાદના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલએ બાળકોને ટિફિન આપીને એક માનવતાની મિસાલ રજૂ કરી છે. આ ઘટના હૈદરાબાદના પંજાગુટ્ટા વિસ્તારની બતાવવામાં આવી રહી છે.

અહિંયા કોન્સ્ટેબલ મહેશ ડ્યુટી પર હતો. આ દરમિયાન તેને જોયું કે બે બાળકો રસ્તા પર ખાવા માટે ભીખ માંગી રહ્યાં હતા. એવામાં તેને પોતાનું ટિફિન બોક્સ ખોલીને બાળકોને પ્રેમથી ખવડાવ્યું હતું. આ પૂરી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેલંગણા રાજ્ય પોલીસના અધિકારીક ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છો.

વીડિયોમાં જોઈ શકાઈ છે કે કેવી રીતે કોન્સ્ટેબલ મહેશ બાળકોને 2 પેપર પ્લેટ પર પોતાનું લંચ બોક્સ પીરસે છે. તે બાળકોને ભાત, કરી અને ચિકન ફ્રાઈ સર્વ કરે છે. ખાવાનું જોઈને બાળકોના ચહેરા પર એક ખુશી જોવા મળી હતી. તે ખુશી ખુશીથી ખાતા જોવા મળ્યા હતા.

આ વીડિયો તેલંગણા રાજ્ય પોલીસે ટ્વિટર પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે #ActOfKindness પંજાગુટ્ટા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશ પોતાની પેટ્રોલિંગ ડ્યુટી કરી રહ્યો હતો. ત્યારે તેને જોયું કે બે બાળક રસ્તા પર ખાવા માટે ભીખ માંગી રહ્યાં હતા. એવામાં તેને પોતાનો લંચ બોક્સ ખોલીને ભુખ્યા બાળકોને જમવાનું પીરસ્યું હતું.

આમ માનવતાની મિશાલ રજુ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો ટ્રાફિક કોન્સ્ટેબલના વખાણ કરી રહ્યાં છે. કોઈ લખ્યું કે માનવતા આજે પણ જીવે છે. આમ અનેક લોકો કમેન્ટ કરી છે.

Related articles

error: Content is protected !!