પેટની ચરબી અને વજન ઘટાડવા માટે ફોલો કરો આ ડાયટ પ્લાન ફક્ત 7 દિવસમાં વજન ઘટી જશે - Tilak News
પેટની ચરબી અને વજન ઘટાડવા માટે ફોલો કરો આ ડાયટ પ્લાન ફક્ત 7 દિવસમાં વજન ઘટી જશે

પેટની ચરબી અને વજન ઘટાડવા માટે ફોલો કરો આ ડાયટ પ્લાન ફક્ત 7 દિવસમાં વજન ઘટી જશે

આજના અતિ વ્યસ્ત જીવનમાં જો જમવા બાબતે સહેજપણ બાંધછોડ કરવામાં આવે તો તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય ઉપર થાય છે. અને જો તંદુરસ્તી બગડે તો તેના કારણે અશક્તિ લાગવી, થાક લાગવો, અણગમા જેવું લાગવું આવી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે

ઘણા લોકોને તો લાગે છે કે જો તેઓ દરરોજ મધનાં પાણીનું સેવન કરશે તો તેમની ફાંદ જતી રહેશે, જે બિલકુલ ખોટી ધારણા છે. કારણ કે ૪૦ વર્ષ બાદ વજન એટલું સરળતાથી ઓછું કરી શકાતું નથી અને ફાંદ માંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. માત્ર મગનું પાણી પીવાથી શરીર નું વજન, ઘટાડવું અશક્ય બની જાય છે.

પહેલો દિવસ
તમારા ડાયેટ ચાર્ટના પહેલા દિવસે તમારે માત્ર ફળ જ ખાવાના છે. તમે કોઈ પણ ફળ ખાઈ શકો છો, પરંતુ કેળા કે કેરી ન ખાશો. કેળામાં ફેટ સારા પ્રમાણમાં હોય છે જ્યારે કે કેરીથી તમારા શરીરમાં શુગર લેવલ ઘણું વધી જાય છે. એ પણ ધ્યાન રાખવું કે પહેલાં બીજું કંઈ ન ખાતા. તમે કોઈ પણ શાકભાજી નહિ આરોગો, ભલે બાફેલી હોય કે સલાડના રૂપમાં હોય. બીજી તરફે તમને વધુ ભૂખ લાગે તો પણ તમે માત્ર ફળ જ ખાજો. પાણી પીવાનું પણ ન ભૂલતા. સારી માત્રામાં પાણી પીવું જરૂરી છે

બીજો દિવસ
બીજા દિવસે તમારે માત્ર શાકભાજીનું સેવન કરવું જોઈએ. તમે પોતાના મનગમતા શાકભાજી કાચું સલાડ કે રાંધીને પણ ખાઈ શકો છો. પરંતુ ધ્યાન રહે કે શાકભાજી રાંધવામાં તેલનો કોઈ પણ રીત ઉપયોગ ન થાય. બાફેલું શાકભાજી ખાવું સૌથી સારો વિકલ્પ છે. જ્યારે કે અધકચરા ગાજર, બ્રોકલી અને કાકડી પણ સારો વિકલ્પ છે. બટાકા અને ફૂલેવાર પણ ટાળવાં સારું રહેશે. એ પણ ધ્યાન રાખો કે વધુ પ્રમાણમાં પાણી પીવાનું ન ભૂલાય.

ત્રીજો દિવસ
ત્રીજા દિવસે તમારે પહેલા અને બીજા દિવસનો ડાયેટ પ્લાન ફોલ કરવાનો છે. એટલે કે તમારે ફળ અને શાકભાજી બંને ખાવાનાં છે. તમારે ચાર વખત આ ડાયેટ પ્લાન ફોલો કરવા સવારે ફળ ખાવાં, બપોરના શાકભાજી અને સાંજના થોડા ફળ અને ડિનરમાં શાકભાજી ખાવાં. તમે તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ખાઈ શકો છો, પરંતુ ધ્યાન રહે કે પહેલા અને બીજા દિવસના પ્લાનનો પ્લાન પ્રમાણે તમારે જમવાનું છે. અને છેલ્લે ભરપૂર પાણી પીવાનું છે.

ચોથો દિવસ
આ દિવસે તમારે માત્ર કેળાં અને દૂધનું સેવન કરવાનું છે. તમારે આખા દિવસમાં 8થી 10 કેળાં અને ત્રણ ગ્લાસ દૂધ પીવાનું છે. બીજી તરફે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે બધું જ એક જ સમયે ખાઈ ન લો, એમ કરવાથી તમારે બાકીનો આખો દિવસ ભૂખ્યા રહેવું પડશે. સવારના બે કેળાં સાથે દૂધ લો. જ્યારે કે લંચમાં પણ બે કેળાં લો. વચ્ચે વચ્ચે તમે કેળાં લઈ શકો અને રાત્રીના 3-4 કેળા દૂધ સાથે લઈ શકો. સાથે પાણી પીવાનું ન ભૂલશો.

પાંચમો દિવસ
પાંચમાં દિવસે તમારે જમવાનું શરૂ કરી શકો છો. આ દિવસે તમે લંચમાં ભાત લઈ શકો છો અને 6-7 ટામેટાં પણ લઈ શકો છો. આ ટાઇટ ડાયેટ ચાર્ટ ફોલો કરતાં કરતાં શરીરમાં યૂરિક એસિડ લેવલ વધવાનું જોખમ રહે છે, એટલા માટે સારું થશે કે તમે વધુ માત્રામાં પાણી પીતા રહો.

છઠ્ઠો દિવસ
આ દિવસે તમે જમવાનું લેશો પરંતુ એ વાતનું ધ્યાન રાખશો કે તમે પોતાને ભાવતું કંઈ પણ નહિ ખાઈ શકો. લંચમાં એક વાટકો ભાત લઈ શકો જ્યારે કે બાકીના સમયે તમે શાકભાજી ખાઈ શકો. પાણી તમને હંમેશાં વધુ એટલે કે દિવસમાં 12-15 ગ્લાસ પાણી પીવાનું રહેશે.

સાતમો દિવસ
આ દિવસે ભાત સાથે પોતાની પસંદની કોઈ પણ શાકભાજી ખાઈ શકો છો. સાથે ફ્રૂટ જ્યૂસ પણ પી શકો છો. સાત દિવસના આ ડાયેટ ચાર્ટને ફોલો કરીને તમે લગભગ 4-5 કિલો સુધી વજન ઓછું કરી શકો છો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.