ઓસ્ટ્રેલિયામાં ગુજરાતની બે દીકરીઓના દુખદ મોત નીપજ્યાં ! ઘટના જાણી ને હૈયું કંપી જશે… - Tilak News
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતની બે દીકરીઓના દુખદ મોત નીપજ્યાં ! ઘટના જાણી ને હૈયું કંપી જશે…

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતની બે દીકરીઓના દુખદ મોત નીપજ્યાં ! ઘટના જાણી ને હૈયું કંપી જશે…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અનેક ગુજરાતીઓ વિદેશની ધરતી માં રહે છે આપણા માટે ગૌરવની વાત છે પણ જ્યારે વિદેશની ધરતી પર જ્યારે ગુજરાતીનું નિધન થાય છે ત્યારે સૌથી વધુ આઘાત ગુજરાતીઓ ને લાગે છે. હાલમાં જ આવી એક દુઃખદ ઘટના બની છે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પર્થમાં કાર ફ્રેશ થવાને કારણે ભુજ તાલુકા નારણપુરા અને કોડકી ગામની બે યુવતીઓનું દુખદ નિધન થયું છે.

આ ઘટના અંગે વધુ વિગતે જાણીએ તો ભુજ તાલુકાના કોડકી ગામ ની લાલજી હીરાણી અને નારણપૂર ગામની સીમમાં રહેતી રૂખશમી પ્રેમજી વાજિયાણી પર્થમાં રહેતી હતી અને સૌથી દુઃખની વાત તો એ છે કે બંનેની ઉંમર ૨૦ વર્ષની હતી અને ત્યાં જ આવો કાળ તેમને ભરકી ગયો હતો.

બંને બહેનપણી નર્સિંગના અભ્યાસ કચ્છથી અહિયાં આવી હતી આ ઘટના રવિવારે બની હતી જ્યારે નિધિ અને રુશમી ટોયોટા કાર સાથે ઓફિસ જઈ રહી હતી ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો આ બંને છોકરીઓ સવારે લગભગ સાડા છ વાગ્યે સફેદ ટોયોટા કારમાં જતી હતી રસ્તામાં વળાંક આવ્યો અને પાણી ભરેલા તળાવમાં તેમની ગાડી ખાબકી ગઇ હતી.

આ ઘટનાને નજરે જોનારા લોકો મદદ માટે ગયા હતા, પરંતુ તે બંનેનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું આ યુવતી એ  અંત સુધી મૃત્યુ  સામે લડવાનો પ્રયત્ન કર્યો હતો લોકોએ જણાવ્યું કે યુવતીએ કારની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ખોલી શક્યા ન હતા અને તેમનું અવસાન નીપજ્યું હતું.

મીડિયા ધ્વારા એ પણ જાણવા મળ્યું છે કે આ ઘટના દરમિયાન યુવતીએ પોતાના અંકલને ફોન કર્યો હતો અને કાર ઝડપથી પાણીમાં ડૂબી રહી હતી બંનેના નસીબ સાથી આપી રહ્યા નહોતા કારણકે તળાવ ૧૦ ફૂટથી વધુ ઊંડું હોવાને કારણે આવેલ વ્યક્તિ વધુ મદદ ન કરી શક્યો હતો.