ઓઈલી સ્કિનને ચમકીલી બનાવવા માટે કરો મધનો આ ચમત્કારિક ઉપયોગ - Tilak News
ઓઈલી સ્કિનને ચમકીલી બનાવવા માટે કરો મધનો આ ચમત્કારિક ઉપયોગ

ઓઈલી સ્કિનને ચમકીલી બનાવવા માટે કરો મધનો આ ચમત્કારિક ઉપયોગ

ઓઈલી સ્કીન ના નિખાર લાવવા માટે મધ નો ઉપયોગકરવો. સ્કીનની સમસ્યા માટે મધ એક ગુણકારી ઔષધીય  સાબિત થાય છે.. મધની અંદર રહેલાં પોષક તત્વો દ્વારા સ્કિનની ત્વચામાં નિખાર આવે છે. તેમાં પણ જે લોકોની ઓઇલી સ્કિન હોય તેવા લોકોએ તો મધનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.

કારણકે મધની અંદર એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે. તેને લીધે તે સ્કિન પર કોઈપણ પ્રકારનું ફંગલ કે ઇન્ફેક્શન થવા દેતું નથી. તો ચાલો જાણીએ કે મધ નો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે?

દાળિયા અને મધ

દાળિયા અને મધમાં એન્ટી ઓક્સીડંટ નો ગુણ રહેલો હોય છે. જે આપણી ત્વચાને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ આપે છે. આથી અઠવાડિયામાં એકવાર આ ફેસ માસ્ક નો ઉપયોગ કરવો જોઈએ

સામગ્રી

મધ એક મોટી ચમચી,દાળિયા બે મોટી ચમચી

રીત

સૌપ્રથમ બે મોટી ચમચી દાળિયા લઈ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તે પાવડરના રૂપમાં આવી જાય પછી તેમાં એક મોટી ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને મિક્સ કરો અને તમારા ફેસ પર લગાવો. ગોળાકાર સ્થિતિમાં પાંચ મિનિટ સુધી ફેસ પર મસાજ કરો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ફેસને ધોઈ લો.

હળદર અને મધ

જો કોઈ વ્યક્તિઓને સ્કિન પર  મહ હોય તથા સોજો રહેતો હોય તથા કોઈ પણ પ્રકારનો ઘા હોય તો તમારે હળદર અને મધ નો ઉપયોગ કરવો જોઈએ.હળદર અને મધના ઉપયોગથી તમારી સ્કિનની માં નિખારતા  આવશે.

સામગ્રી

હળદ અને એક ચપટી,મધ એક મોટી ચમચી

રીત

સૌપ્રથમ એક બાઉલમાં મધ લેવું. તેમાં હળદર અને મધ મિક્સ કરો. આ મિશ્રણ મિક્સ થઇ જાય પછી ચહેરા પર લગાવો અને ૨૦ મિનિટ સુધી રહેવા દો. 20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઈ લો. જો તમારે વધારે સ્કિનમાં નિખરતા જોતી હોય તો આ ઉપચાર અઠવાડિયામાં બે વખત કરવો.

કેળા અને મધ

કેળા અને મધનું મિશ્રણ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરનું વધારાનું તેલ નીકળી જશે. બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ મુક્તિ મળશે. તમારો ચહેરો એકદમ કોમળ બનશે.

સામગ્રી

અડધું કેળું,મધ બે ચમચી

રીત

સૌપ્રથમ કેળાના બે ટુકડા કરી એક ટુકડો લઈ તેની પેસ્ટ બનાવો અથવા તો તેને મસળી મસળી ને પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં મધ ઉમેરો પેસ્ટ તૈયાર થાય પછી ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી મોં ધોઈ લો.

દૂધ અને મધ

દૂધ અને મધ ને મોઈશ્ચરાઈઝર ના રૂપમાં લેવામાં આવે છે. જે ચહેરાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. તથા પ્રાકૃતિક નિખાર લાવવા માં પણ મહત્વનો ભાગ ભજવે છે.

સામગ્રી

મધ અડધો કપ,દૂધ અડધો કપ

રીત

સૌપ્રથમ એક બાઉલમાં લઈ તેમાં મધ અને દૂધ મિક્સ કરો. મિશ્રણ તૈયાર થઈ જાય પછી દસ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. સુકાઈ જાય પછી ચહેરા પરથી દૂર કરો. જો તમારે વધુ સારું પરિણામ મેળવવું હોય તો તમારે આ પ્રયોગ દરરોજ કરવો જોઈએ.

લીંબુ અને મધ

લીંબુ અને મધ નું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

સામગ્રી

લીંબુ એક ચમચી,મધ એક ચમચી

રીત

સૌપ્રથમ એક બાઉલ લો. તેમાં લીંબૂ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને રૂ ની મદદથી ચહેરા પર લગાવો. અને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. ત્યાર પછી ગરમ પાણીની મદદથી ચહેરા પરથી આ મિશ્રણને દૂર કરો. જો તમારે વધુ સારું પરિણામ મેળવવું હોય આ પ્રયોગ અઠવાડિયામાં બે દિવસ કરો.

જો તમારે તમારા ચહેરાની ચામડી વધારે ચમકીલી અને ભરાવદાર બનાવ્વી હોય તો મધ નો આ રીતે ઉપયોગ કરવાથી ચામડી માં ફેરફાર જોવા મળશે. ઉપર જણાવ્યા પ્રમાણેની કોઈપણ રીતે મધનો ઉપયોગ કરવાથી ચામડીમાં નિખારતા આવશે. ચામડી એકદમ ચમકી જશે. તે સાથે ચામડીમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળશે નહીં.