નારિયેળનું બીજ ખાવાથી મળે છે સંતાન પ્રાપ્તિ ના આશીર્વાદ જાણો શું છે ધાર્મિક માન્યતા - Tilak News
નારિયેળનું બીજ ખાવાથી મળે છે સંતાન પ્રાપ્તિ ના આશીર્વાદ જાણો શું છે ધાર્મિક માન્યતા

નારિયેળનું બીજ ખાવાથી મળે છે સંતાન પ્રાપ્તિ ના આશીર્વાદ જાણો શું છે ધાર્મિક માન્યતા

નાળિયેરને શ્રીફળ તરીકે ઓળખાય છે. ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શ્રીફળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેટલાક નાળિયેરમાં બીજ પણ હોય છે જેને ભગવાન શિવનો આશીર્વાદ માનવામાં આવે છે. કેટલાક નાળિયેરનાં બીજ પણ પુત્રો તરીકે માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, જે કોઈને સંતાન ન હોય અથવા જે પુત્ર મેળવવા માંગતા હોય, તેઓ નાળિયેરનાં બીજનો પ્રયોગ કરીને સંતાન પ્રાપ્ત કરી શકો છો. નાળિયેરનાં બીજ થકી સંતાનપ્રાપ્તિ થાય એવી માન્યતા હોવાથી સોમવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે.

માન્યતાનુસાર, સોમવારે વહેલી સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ‘ઓમ નમ: શિવાય’ ના મંત્રનો જાપ કરો. અને ભગવાન શિવની પ્રાર્થના કરો. શિવલિંગને આ બીજવાળું નાળિયેર ચઢાવો. બાદમાં દેશી ઘીનો દીવો પ્રગટાવો. અને ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો પાઠ કરો.

શાસ્ત્રોમાં શિવલિંગ પર નાળિયેર અને નાળિયેરના બીજ ચઢાવવાનું ખાસ મહત્વ છે. બીજા દિવસે એટલે કે, મંગળવારે હનુમાન જીનું ધ્યાન કરતી વખતે આ બીજ ખાઓ અને તેને ગાયના દૂધ સાથે લો. ધ્યાનમાં રાખો કે, તમારે નાળિયેરનું બીજ સીધું ગળવું પડશે.

તેને ભુલથી પણ ચાવશો નહીં.તમને જણાવી દઈએ કે, આ માન્યતાઓ ઉપાય પર આધારિત છે. એટલે અમે આ ઉપાયની પુષ્ટિ કરતા નથી. આ શિવાય અમે કોઈ પુત્રની પ્રાપ્તિને પ્રોત્સાહન આપતા નથી. એકવાર, ફરીથી યાદ અપાવી કે, આ ઉપાય ફક્ત ચોક્કસ પણે ધારણાઓ પર આધારિત છે.