અભિનેત્રી મૌની રોયએ આપી ખુશખબર... શું મૌની રોઈ ના ઘરે પણ ગુંજશે કિલકારી?? - Tilak News
અભિનેત્રી મૌની રોયએ આપી ખુશખબર… શું મૌની રોઈ ના ઘરે પણ ગુંજશે કિલકારી??

અભિનેત્રી મૌની રોયએ આપી ખુશખબર… શું મૌની રોઈ ના ઘરે પણ ગુંજશે કિલકારી??

મૌની રોયની કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહયા છે, જેના કારણે તેની પ્રેગ્નન્સીની અફવાઓ પણ ઉડવા લાગી છે. અભિનેત્રી રક્ષંદા ખાનને પણ મૌની રોયની પ્રેગ્નન્સી અંગે શંકા છે.

ટીવી થી લઈને બોલિવૂડ સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા નો વિષય બની ગઈ છે. અભિનેત્રી નો લુક અને સ્ટાઈલને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રી ઘણી વાર તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં જ તે પોતાના કેટલાક ફોટો ને કારણે ચર્ચામાં આવી છે. હકીકત મા મૌની રોયે રિવીલિંગ ડ્રેસમાં ફોટા શેર કર્યા છે, જેના કારણે તેની પ્રેગ્નન્સીની અફવાઓ ઉડવા લાગી છે. ટીવી એક્ટ્રેસ રક્ષંદા ખાનને પણ મૌની રોયની પ્રેગ્નન્સી અંગે શંકા છે.

ફોટામાં તે લૂઝ ડ્રેસમાં જોવા મળી હતી અને તેને શેર કરતી વખતે તેણે લખ્યું હતું, “બ્લૂમ બેબી બ્લૂમ” જો કે તેના આ ફોટો ના સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ અભિનેત્રી રક્ષંદા ખાને વિચાર્યું કે મૌની રોય પ્રેગ્નેન્ટ છે. ફોટો પર ચર્ચા કરતાં તેણે લખ્યું, હે ભગવાન મે તેને બેબી બ્લૂમ તરીકે વાંચ્યું છે. મને લાગે છે કે આ છોકરી ઓ ના લગ્નની આડ અસરો છે. એ સમયે કેટલાક ચાહકોએ પણ રક્ષંદા ખાનને સાથ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોયના ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યુ કે તમે “બેબી બ્લૂમ” લખ્યું છે. હું પ્રાર્થના કરું છું કે આ ખરેખર સાચું બને.બીજી તરફ, મૌની રોયના ફોટા પર કોમેન્ટ કરતા અન્ય યુઝરે કહ્યુ તમે તો એક ક્ષણ માટે એટેક આપી દીધું હતુ. મૌની રોય પહેલા, કરીના કપૂર અને અંકિતા લોખંડે પણ લૂઝ,ફિટિંગ કપડાં પહેરવા માટે પ્રેગ્નન્સી રૂમર્સ નો ભોગ બની હતી.

મૌની રોય અને સૂરજ નામ્બિયાર આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. જાણવા મળ્યું અનુસાર અભિનેત્રી મૌની રોયે આ વર્ષે 27 જાન્યુઆરીએ દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. જો કે હજુ સુંધી મા અભિનેત્રી તરફથી બેબી પ્લાનિંગ પર કોઈ વાત કરવામાં આવી નથી. મૌની ની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં જોવા મળશે.