"મૌની રોય" તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે "કિસ" કરતી જોવા મળી... - Tilak News
“મૌની રોય” તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે “કિસ” કરતી જોવા મળી…

“મૌની રોય” તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે “કિસ” કરતી જોવા મળી…

ટેલિવિઝન ની દુનિયા નો ખૂબ જ દમદાર શો નાગિન ની અભિનેત્રી “મૌની રોયે” આ વર્ષે તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે.

મૌની અને સૂરજના લગ્નમાં તેમના પરિવાર અને અંગત મિત્રોએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર, અભિનેત્રી સૂરજ સાથેના રોમેન્ટિક ફોટા શેર કરતી રહે છે. હવે તેણે તેના પતિને કિસ કરતી ફોટો પોસ્ટ કરી છે.

મૌની રોય અને સૂરજ નામ્બિયાર. મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયારના જન્મદિવસની શુભેચ્છા આપતા બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. તસવીરોમાં કપલ સફેદ આઉટફિટમાં જોવા મળી રહ્યું છે. તે કોઈ દરિયામાંથી પસાર થતી બોટ પર જોવા મળે છે.

મૌનીએ ઘણા રોમેન્ટિક ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં લવબર્ડ્સ ખુલ્લે આમ લિપલોક કરતા જોવા મળ્યા હતા. એક ફોટોમાં સૂરજ તેના ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. અને ફોટાની સાથે મૌની રોયે સૂરજ નામ્બિયાર માટે એક સુંદર પોસ્ટ પણ લખી છે.

આ ફોટો વાયરલ થતાં જ યુઝર્સે તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક મીડિયા યુઝરે લખ્યું, પરફેક્ટ. બીજા એક યુઝરે કહ્યુ કે, તમે બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો…. અન્ય યુઝરે કહ્યુ કે બેસ્ટ કપલ. અન્ય એક યુઝરે કહ્યુ કે મૌની ખૂબ જ હોટ લાગી રહી છે.

મૌનીએ સૂરજના જન્મદિવસની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં મૌનીના મિત્રો સામેલ હતા. તેમાં જન્નત ઝુબેરની ગર્લ ગેંગ, અભિનેતા અર્જુન બિજલાની અને પત્ની નેહા સ્વામી, મંદિરા બેદી અને મૌનીએ હાજરી આપી હતી.

મૌની રોય અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

મૌની રોયે 27 જાન્યુઆરીએ ગોવામાં દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નની ફોટો મા આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. લગ્ન બાદ મૌની રોયે તેની ઘણીફોટો શેર કરી છે. મૌનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના સાસરિયાંના ઘરમાં પ્રવેશનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ચોખાથી ભરેલો કલશ મૂકીને ઘરમાં પ્રવેશતી જોવા મળી હતી. મૌની તેના પગમાં જાંજર પહેરી હતી, અને તેઆ રસમ મા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.