મંદિરમા પ્રવેશ કરતા જ ઘંટ વગાડવા પાછળ પણ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ, જાણો શા માટે વગાડવામાં આવે છે ઘંટ? - Tilak News
મંદિરમા પ્રવેશ કરતા જ ઘંટ વગાડવા પાછળ પણ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ, જાણો શા માટે વગાડવામાં આવે છે ઘંટ?

મંદિરમા પ્રવેશ કરતા જ ઘંટ વગાડવા પાછળ પણ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ, જાણો શા માટે વગાડવામાં આવે છે ઘંટ?

આપણે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરીએ અથવા તો મંદિરમા પ્રવેશતા સમયે ઘંટડી અવશ્ય વગાડીએ છીએ. હિન્દુ ધર્મમા ઘંટડી વગાડવી ખૂબ જ શુભ માનવામા આવે છે.એવુ માનવામા આવે છે કે,નિયમિત પૂજા સમયે ઘંટડી વાગવાથી તમારા ભાગ્યના દ્વાર પણ ખુલી જાય છે અને તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનુ નિર્માણ પણ થાય છે.

ઘંટડી એ સૃષ્ટિના આરંભનો પ્રતિક છે કારણકે, જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે જે અવાજ ગૂંજતો હતો તે ઘંટ જેવો જ હતો, તેથી દરરોજ આ ઘંટડી વગાડીને તમે ભગવાન સાથે સીધા જ જોડાઈ શકો છો. આ ઘંટડી માંથી નીકળતો અવાજ ખૂબ જ સકારાત્મક હોય છે. આ અવાજ સાંભળીને તમને મનમા એક અલગ જ પ્રકારની શાંતિ મળે છે અને તમને દુ:ખમાંથી પણ રાહત મળે છે.

આપણા ધાર્મિક ગ્રંથોમાગરુડ ઘંટડીના અવાજ ને ખૂબ જ શુભ માનવામા આવે છે. તે કદમા ખુબ જ નાની હોય છે. જો તમે દરરોજ આ ગરુડ ઘંટડી ને તમારા ઘરોમા વગાડો તો તમારા ઘરમા આનંદમયી વાતાવરણ બની રહે છે. આ સિવાય કુટુંબના સભ્યો વચ્ચે પણ સારો તાલમેલ બની રહે છે.

મંદિરમાં વગાડવામાં આવતી આ ઘંટડી કાળ નુ પ્રતીક છેકારણકે, તે કદમાખુબ જ મોટી હોય છે અને તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી જાય છે અને તેમાંથી નીકળતો અવાજ તમારા મૃત્યુના ભયને દૂર કરે છે. દરરોજ મંદિરની આં ઘંટડી વગાડવાથી વ્યક્તિની માનસિક સ્થિતિ મજબૂત બને છે તથા દુશ્મન પણ આ વ્યક્તિ પર પ્રભુત્વ મેળવી શકતો નથી.

હિન્દુ ધર્મમા ઘંટડીને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામા આવે છે. તેથી તે દરરોજ સ્નાન કર્યા પછી તમારે મંદિરે જઈને આ ઘંટડી અવશ્ય વગાડવી જોઈએ. વહેલી સવારે ૫-૭ વાગ્યા દરમિયાન ઘંટડી વગાડવી શુભ માનવામાં આવે છે. આનાથી માતા લક્ષ્મી તમારા ઘરે આવે છે.જે લોકો પોતાના કાર્યોમાં સફળ થવા ઈચ્છે છે તેમણે નિયમિત મંદિરે જઈને ઘંટડી વગાડી દેવી-દેવતાના દર્શન કરવા જોઈએ.તે તમારા ભાગ્યના દ્વાર ખોલી નાખે છે.

જો તમારુ કોઈપણ કામ થઇ રહ્યુ નથીતો તમારે મંગળવાર અથવા શનિવાર ના રોજ મંદિરમા પિત્તળની ઘંટડી દાન કરવી જોઈએ જેથી, તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે. ઘંટડી વગાડવાના વૈજ્ઞાનિક લાભ પણ છે. એવુ કહેવામા આવે છે કે,ઘંટડી નો અવાજ એ તમારા શરીરમામજબુત કંપન લાવે છે, ત્યારે શરીર આરામ અનુભવે છે.

નિયમિત આ ઘંટડીનો અવાજ સાંભળવાથી તમારી કાન સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે કારણકે, તેનો સ્વર અવરોધિત નસો ખોલે છે.આ ઘંટડી વાગવાથી તમારી આસપાસની નકારાત્મક શક્તિઓને પણ દૂર થાય છે કારણકે, તેનો મોટેથી અવાજ ભૂત સહિતની દુષ્ટ શક્તિઓને રોકે છે.