મંડપમાં ફેરાની વિધી દરમિયાન વરરાજાએ એવી હરકત કરી કે, દુલ્હને રડતાં-રડતાં બીજા સાથે કરી લીધા લગ્ન…

મંડપમાં ફેરાની વિધી દરમિયાન વરરાજાએ એવી હરકત કરી કે, દુલ્હને રડતાં-રડતાં બીજા સાથે કરી લીધા લગ્ન…

લગ્ન વ્યક્તિના જીવનનો ખૂબ મહત્વનો નિર્ણય છે. જો તે સમજી વિચારીને લેવામાં ન આવે તો, તેનું પરિણામ ફક્ત બે વ્યક્તિને નહીં પણ સમગ્ર પરિવારને ભોગવવું પડે છે. એટલે દરેક વ્યક્તિએ કોઈ પણ દબાણમાં આવ્યા વિના યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો કે, ઘણી વખત પરિવાર છોકરા-છોકરી પર દબાણ કરીને જબરદસ્તી લગ્ન કરાવે છે. જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ઘણી વખત લોકો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એવું પગલું ભરે છે કે, તેનાથી બંને પક્ષના પરિવારને સમાજમાં નીચું જોવું પડે છે. આવી જ એક ઘટના કાનપુરમાં સામે આવી છે.

મળતી માહિતી મુજબ, કાનપુરના નરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં યુવતીના લગ્નની જાન આવી હતી. તે વરઘોડાનું ધામધૂમથી સ્વાગત કરાયું હતું. છોકરી પક્ષવાળાએ તો જાનૈયાને સન્માનપૂર્વક આવકાર્યા હતા. બાદમાં જયમલા સમારોહ પણ કરવામાં આવ્યો હતો અને બંને પરિવારો સાતફેરાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન જાણવા મળ્યું કે, વરરાજા ત્યાંથી ગાયબ થઈ ગયો. જ્યારે વરરાજા ન મળ્યો ત્યારે મંડપમાં હડકંપ મચી હતી. બધા વરરાજાને શોધવા લાગ્યાં તેને ફોન પણ કર્યો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.

બીજી તરફ વરરાજાના ગાયબ થયાના સમાચાર મળતાં જ દુલ્હનની હાલત ખરાબ હતી અને તે રડવા લાગી. યુવતીના પરિવારના સભ્યો ખૂબ ચિંતામાં મુકાયા અને બધા ઉદાસ થઈ ગયા.અચાનક લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો. વરરાજાની ખૂબ શોધખોળ કર્યા બાદ કન્યા પક્ષના લોકો સમજી ગયા કે તે પોતાની ઇચ્છાથી ગાયબ થઈ ગયો છે. બાદમાં દુલ્હનના લગ્ન કોઈ બીજા સાથે થયાં હતાં. આ વિચિત્ર ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની છે.

આમ, સંજોગોને ધ્યાનમાં રાખીને, લગ્નમાં આવેલા એક વ્યક્તિએ કન્યાને લગ્નની જાનમાં આવેલા લાયક છોકરા સાથે લગ્ન કરવાની સલાહ આપી. જેને કન્યાના પરિવારે સ્વીકારી હતી. આ પછી, વરરાજાના પરિવારજનોએ જાનમાં આવેલા લાયક છોકરાના પરિવાર સાથે વાત કરી હતી. જે બાદ કન્યાની સંમતિથી છોકરા સાથે લગ્ન થયા હતાં.

લગ્ન પછી, કન્યાના પરિવારના સભ્યોએ પહેલા તેને વિદાય આપી. ત્યારબાદ સીધા પોલીસ સ્ટેશનને જઈને વરરજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીના પરિવારજના જણાવ્યા મુજબ, વરરાજા જાણી જોઈને લગ્ન મંડપથી ભાગી ગયો હતો. તેણે લગ્ન કરવું જ નહોતું. તેથી, તેમણે આ પગલું ભર્યું છે. વરરાજા એક ખોટા નિર્ણયના કારણે છોકરીવાળાની ખૂબ બદનામી થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસે બે ફરિયાદો નોંધાઈ છે. યુવતીના પરિવાર વતી પહેલી ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી ફરિયાદ વરરાજાના પરિવારજનોએ નોંધાવી છે. યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે, તેના પરિવાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

છોકરા અને પરિવારે ફરિયાદ નોંધાવી છે અને પોલીસને તેમના પુત્રની શોધ કરવા જણાવ્યું છે. આ અંગે માહિતી આપતાં નરવાલ પોલીસ સ્ટેશનના વિસ્તારના નિરીક્ષક શેષ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે, અમને વરરાજા અને છોકરીવાળા બંને તરફથી ફરિયાદો મળી છે. વરરાજા પક્ષે વરરાજા અને તેના પરિવારના સભ્યો સામે યોગ્ય પગલા લેવાની માંગ કરી છે. જ્યારે ભાગેડુ વરરાજાના પિતા ધરમપાલે તેની ફરિયાદમાં ગુમ થયેલા પુત્રને શોધવા પોલીસની મદદ માંગી છે. હાલ, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Related articles

error: Content is protected !!