મન હોય તો માળવે જવાય, પિતાની આવકથી માંડ ઘર ચાલતુ હતું, પણ દીકરીએ પપ્પાને આપી કરોડોની ખુશી, ધન્ય છે આ પિતાને

મન હોય તો માળવે જવાય, પિતાની આવકથી માંડ ઘર ચાલતુ હતું, પણ દીકરીએ પપ્પાને આપી કરોડોની ખુશી, ધન્ય છે આ પિતાને

એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. બસ આ કહેવતને સાર્થક કરી છે પંજાબની એક દીકરીએ… તેને તનતોડ મહેનત કરીને પોતાના પિતાનું નામ રોશન કર્યું છે. બુધવારે જાહેર થયેલા 12માં ધોરણના પરિણામોમાં મજૂર પિતાની દીકરી જસપ્રીત કૌરે 99.5 ટકા માર્ક્સ મેળવી ભવ્ય સફળતાથી પિતાનું નામ રોશન કર્યું છે.

તમને જણાવી દયે કે જસપ્રીતના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તે કોચિંગ લઈ શકે. એટલે તેણે ઘરે જ અભ્યાસ કરીને સફળતા મેળવી શકે. તેના પિતા બળદેવસિંહ વાણંદ છે અને રોજના માત્ર 200 રૂપિયાની કમાણી કરે છે. આમ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી જસપ્રીતે ઘરે જ રહીને અભ્યાસ કર્યો હતો. આજે તેને ધોરણ 12ની પરિક્ષામાં 99.5 ટકા માર્ક્સ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે.

સમગ્ર મામલે જસપ્રીતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે દરરોજ 5-6 કલાકની મહેનત કરતી હતી. નાની નાની સમસ્યા તો તે પોતે જાતે જ સોલ્વ કરી લેતી હતી. જ્યારે કોઈ પ્રશ્નનો ઉકેલ ન મળે તો તેના સ્કૂલ ટીચરની મદદ લેતી હતી. આમ તેને 99.5 ટકા માર્ક્સ મેળવીને પોતાનું લક્ષ્ય પાર કર્યું હતું.

જસપ્રીતે બોર્ડની પરિક્ષામાં 450માંથી 448 માર્ક્સ મેળવ્યા હતા. આજે જસપ્રીતનું નામ રાજ્યના ટોપર્સ લિસ્ટમાં સામેલ છે. તે ભણવાની સાથે સાથે પરિવારની મદદ કરશે. તે ભણવાની સાથે સાથે કામ પણ કરશે. જેથી પરિવારને આર્થિક મદદ મળી શકે.

જસપ્રીતની ઈચ્છા છે કે તે મોટી થઈને એમફીલ કર્યા બાદ અંગ્રેજી વિષયની ટીચર બને. આમ આ દીકરી આટલી મોટી સફળતા મેળવતા લોકો કહે છે કે ભાગ્યશાળી લોકોને જ આવી દીકરી મળે. પરિવારની સાથે સાથે ગામના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.

Related articles

error: Content is protected !!