મખમલ અને રૂ જેવા નરમ અને ચમકીલા ગાલ બનાવવા માટે કરો આ આયુર્વેદિક ઉપાય બનાવવા - Tilak News
મખમલ અને રૂ જેવા નરમ અને ચમકીલા ગાલ બનાવવા માટે કરો આ આયુર્વેદિક ઉપાય બનાવવા

મખમલ અને રૂ જેવા નરમ અને ચમકીલા ગાલ બનાવવા માટે કરો આ આયુર્વેદિક ઉપાય બનાવવા

આજકાલ શહેરોમાં વધારે પડતા પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિ ની સ્કીન ઉપર તેમની ખૂબ જ વધારે અસર થતી હોય છે. શિયાળામાં ખૂબ જ વધારે ઠંડી પડવાના કારણે ચામડીમાં ભેજનું પ્રમાણ રહેતું નથી. એટલા માટે શિયાળામાં દરેક વ્યક્તિની સ્કીન અતિ શુશ્ક થવા લાગે છે.

શિયાળામાં દરેક વ્યક્તિની સ્કીન ફાટવા લાગે છે. તે ઉપરાંત ચહેરાની ચમક દૂર થવા લાગે છે. બજારમાં શિયાળામાં ત્વચા ચમકાવવા તેમજ મુલાયમ બનાવવા માટે ના ઘણા બધા કોસ્મેટિક ઉપલબ્ધ હોય છે. તે ઉપરાંત બજારમાં વેસેલીન, મોઇશ્ચ્યુરાઇઝર જેવા ઘણા બધા કોસ્મેટિક ઉપલબ્ધ હોય છે.

પરંતુ તે દરેક વ્યક્તિની ત્વચા ઉપર કામ કરતા નથી. શિયાળા માં જો તમારી ત્વચા એકદમ શુષ્ક થવા લાગે તો તમારે નીચે જણાવેલી વસ્તુઓ નો ઉપયોગ કરી અને ફેસપેક બનાવવાનું રહેશે.. આ વસ્તુનો પ્રયોગ કરવાથી ચામડી માં કોઈપણ પ્રકારની આડઅસર થશે. નહીં. અને ગાલ મખમલ જેવા મુલાયમ થઈ જશે..

હળદર

હળદર બેક્ટેરિયલ તત્વ રહેલું હોય છે. હળદરમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ રહેલું હોય છે. તેનું ફેસપેક ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ચમક ભરપૂર આવે છે. તે ઉપરાંત ચામડીને ભેજ આપવાનું કામ કરે છે. તે ઉપરાંત શરીર ઉપર રહેલી અમૃત ચામડીને દૂર કરવાનું કામ હળદર કરે છે. તે ઉપરાંત ચામડીમાં રહેલી કરચલીઓ દૂર કરવાનું કામ પણ હળદર કરે છે.

ચાલો જાણીએ કે હળદર નો કઈ રીતે ઉપયોગ કરી શકીએ. આ માટે તમારે એક વાટકામાં ચણાનો લોટ લેવાનો છે. ત્યાર પછી તેમાં બે ચમચી હળદર પાઉડર ઉમેરવાનો છે. ત્યાર પછી તમે તેમાં 3 ચમચી દૂધ ઉમેરી શકો છો. ઘાટું મિશ્રણ તૈયાર કરી શકો છો.

ત્યાર પછી તેમાં તમારે ગુલાબજળનાં થોડા ટીપા ઉમેરવાના રહેશે. અને તેને ચહેરા ઉપર લગાવી દેવાના રહેશે. જ્યારે આ મિશ્રણ સૂકાઈ જાય ત્યારે ચહેરો ઠંડા પાણીની મદદથી ધોઈ નાખો.

 દૂધ

દૂધ ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર નું કામ કરે છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન અને હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. તે આપણી ત્વચાને વિકારથી ખૂબ જ વધારે રક્ષણ આપે છે. તેમ જ આપણી ત્વચાને જોઈતા પોષક તત્વો આપે છે. દૂધ આપણા ચહેરા ઉપર લગાવવાથી ચહેરાના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે. તે ઉપરાંત ત્વચાને સાફ રાખવા માટે પણ દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તમે સાંજે સૂતી વખતે ઠંડા દૂધને ચહેરા પર લગાવી શકો છો. તે ઉપરાંત તમે તેમાં ગુલાબ જળ તે ઉપરાંત હળદર અને ચણાનો લોટ પણ ઉમેરી શકો છો.  તેનો ફેસપેક ચહેરા ઉપર લગાવી શકો છો.

 જેતુનનું તેલ

જૈતુનનું તેલ આપણી ત્વચા માટે એન્ટિ ઓક્સિડન્ટ તત્વો ના સ્વરૂપમાં કામ કરે છે. તે ચહેરા ઉપર રહેલી કરચલી દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત ત્વચા માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તે આપણી ત્વચાની ચમક આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કઈ રીતે કરવો જોઈએ જૈતુનના તેલ નો ઉપયોગ

રાત્રે સૂતાં પહેલા તમારા ચહેરા ઉપર જૈતુનના તેલ ની મદદથી હળવા હાથે માલિશ કરવું. ત્યારબાદ ગરમ પાણીમાં ટુવાલ પલાડી દેવો. ત્યારબાદ થોડા મિનિટ સુધી ચહેરા પર રાખી દેવો. ટુવાલને ફરીથી પાછો ગરમ પાણીમાં ડુબાડી દેવો અને તેને ચહેરા ઉપર લગાવી દેવો. આમ કરવાથી ધીમે ધીમે ચહેરા ઉપર નું તેલ છુટવા લાગશે. હવે એક કોરા ટૂલની મદદથી ચહેરો યોગ્ય રીતે સાફ કરી લેવો.