મકાન બાંધતા પહેલા ભૂમિ પૂજન નું વાસ્તુશાસ્ત્રની રીતે શું મહત્વ છે - Tilak News
મકાન બાંધતા પહેલા ભૂમિ પૂજન નું વાસ્તુશાસ્ત્રની રીતે શું મહત્વ છે

મકાન બાંધતા પહેલા ભૂમિ પૂજન નું વાસ્તુશાસ્ત્રની રીતે શું મહત્વ છે

મોટાભાગે દરેક લોકોને ઘરનું ઘર હોય એવું સપનું હોય છે, ભલે ઘર નાનું હોય કે મોટું, પરંતુ જ્યારે વ્યક્તિનું પોતાનું ઘર બને છે તો એની ખુશી ખૂબ જ વધી જાય છે. વ્યક્તિ પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે દિવસ રાત મહેનત પણ કરે છે. જ્યારે એનું સપનું સાકાર થાય છે તો એનું મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાય છે. ઘરનું સુખ પ્રાપ્ત કરવાનો અહેસાસ ખૂબ જ અલગ હોય છે. આ સુખદ અહેસાસ વ્યક્તિના જીવનમાં એક મોટો બદલાવ લાવે છે.

જ્યારે વ્યક્તિ એમના જીવન માં દરેક પ્રકારના પ્રયત્ન કરીને પછી એમનું ઘર બનાવે છે તો તે ઘર બનાવતા સમયે દરેક વસ્તુનું ધ્યાન રાખે છે, તે ઈચ્છે છે કે એના જીવનમાં શુભતા આવે અને એનું ઘર પરિવાર હંમેશા ખુશ રહે, પોતાના ઘર ની અંદર તે એમની બાકી રહેલી જિંદગી સારી રીતે પસાર કરી શકે.

ભવન નિર્માણ માં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, જો વ્યક્તિ એમનું ઘર વાસ્તુના નિયમનું પાલન કરીને બનાવે છે તો એનું જીવન હંમેશા ખુશીથી પસાર થાય છે, વાસ્તુશાસ્ત્ર માં ભવન નિર્માણ ને લઈને ઘણી બધી વસ્તુ અને વસ્તુને રાખવા વિશે જાણકારી આપવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ ખાતમુર્હુત માં સાપ અને કળશ ની સ્થાપના શા માટે કરવામાં આવે છે.

જો આપણે પૌરાણિક માન્યતાઓ મુજબ જોઈએ તો તેનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ આખી પૃથ્વી શેષનાગની ફન પર જ ટકી છે. પૌરાણિક ગ્રંથો માં ધરતીની નીચે પાતાળ લોકની કલ્પના કરવામાં આવેલી છે. જ્યારે જમીન નું ખોદકામ કરવામાં આવે છે, ત્યારે એક રીતે પાતાળ લોકની સતામાં પ્રવેશ કરે છે, પુરાણોમાં તે વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાતાળ લોક ના સ્વામી શેષનાગ છે, હજારો ફેણ વાળા શેષનાગ બધા નાગનો રાજા છે, ભગવાન વિષ્ણુજી શેષનાગ પર આરામ કરે છે. એટલું જ નહીં, પરંતુ તેમણે ભગવાનની સાથે સાથે અવતાર લઈને તેમની લીલામાં પણ તેમણે સાથ દીધો છે.

ઘરના પાયામાં સાપ અને કળશ સ્થાપનાનું મહત્વ એ છે કે જેમ શેષનાગે આ આખી પૃથ્વીને તેના ફેણ પર સંપૂર્ણ શક્તિથી સંભાળી છે, બસ તે જ રીતે ઘરની પણ રક્ષા તે કરે. શેષનાગને ભગવાન વિષ્ણુજી શૈયા માનવામાં આવે છે ,

એવું કહેવામાં આવે છે કે ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુજી શેષનાગ પર વિશ્રામ કરે છે અને તેમના ચરણમાં ધનની દેવી લક્ષ્મીજી સ્થાપિત છે, જો આપણે હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર જોઈએ તો કળશને ભગવાન વિષ્ણુજીનું પ્રતીક માનવામાં આવે છે.

એટલા માટે પૂજાના કળશમાં દૂધ, દહીં, ઘી નાખીને મંત્રોચ્ચાર કરીને શેષનાગને બોલાવવામાં આવે છે. જેથી તે ઘર ની રક્ષા કરે. વિષ્ણુ સ્વરૂપે કળશમાં લક્ષ્મીજી ના સ્વરૂપે સિક્કો મૂકીને પુષ્પો અને દૂધ પૂજામાં અર્પિત કરવામાં આવે છે. જે નાગોને સૌથી વધુ પ્રિય હોય છે.

દેવોના દેવ મહાદેવના આભુષણ પણ એક નાગ જ છે, બલરામ અને લક્ષ્મણજી પણ શેષનાગના અવતાર માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ઘર બનાવનાર વ્યક્તિ એ શેષનાગને પ્રસન્ન કરી લીધા તો તેમણે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને પણ પ્રસન્ન કરી લીધા છે. અને તેના મકાનમાં કોઈ પણ પ્રકાર ના અવરોધ ઉત્પન્ન નહિ થાય. એવી માન્યતા સાથે આ પરંપરા જૂના સમયથી જ ચાલી આવી રહી છે.