મહેશ સવાણી ની તબિયત લથડતા આમ આદમી પાર્ટીએ મૂક્યું ઢીલું - Tilak News
મહેશ સવાણી ની તબિયત લથડતા આમ આદમી પાર્ટીએ મૂક્યું ઢીલું

મહેશ સવાણી ની તબિયત લથડતા આમ આદમી પાર્ટીએ મૂક્યું ઢીલું

12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા સરકારી ભરતીઓને લઈ અનેક સવાલો સામે આવી રહ્યાં છે. તેમાં પણ ગૃહમંત્રીએ પેપર ફૂટ્યું હોવાની વાત સ્વીકારતા જ હોબાળો થયો હતો

હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસર કાર્યવાહી કરવા, યુવાનોને વળતર ચૂકવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,

જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. થોડા દિવસ પહેલા મહેશ સવાણીની તબિયત અચાનક લથડતાં તેમને અર્જન્ટ હોસ્પિટઆ ખસેડાયા હતા.

જ્યારે આજે મહેશ સવાણીના નબળા સ્વાસ્થ્યથી ચિંતિતિ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ઉપવાસ તોડી આહાર અથવા થોડું પ્રવાહી લેવા ખૂબ વિનંતી કરી છતાં તેઓ એ ઉપવાસ ચાલુ રાખ્યો હતાં. આ ઉપવાસ મામલે સરકારે નમતું નહીં આપતાં આખરે ‘આપ’એ ઝૂકવું પડ્યું છે.

મહેશ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના હાથે આ ઉપવાસનો ત્યાગ કર્યો હતો. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. તેમની સાથો સાથ ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં.