કોરોના નો ગુજરાતમાં ખોફ ગુજરાતના ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ૧૧થી ૫ - Tilak News
કોરોના નો ગુજરાતમાં ખોફ  ગુજરાતના ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ૧૧થી ૫

કોરોના નો ગુજરાતમાં ખોફ ગુજરાતના ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ૧૧થી ૫

દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ ઉછાળો જોવા ન મળતાં સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યાં હતા. જોકે હવે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોમનો ભય વર્તાઈ રહ્યો છે. હવે ભારતમાં ઓમિક્રોનના 358 કેસ છે . ત્યારે 24 ડિસેમ્બરથી રાજ્યનાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુમાં નો સમયગાળો રાત્રિના 11થી સવારના 5 નો કરવામાં આવ્યો છે.

કોરોનાનાં નિયંત્રણો કડક કરવા ગૃહ વિભાગ સાથે ચર્ચા કરાઈ હતિ. બીજી તરફ, રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓમિક્રોનનો ડર પણ વધી રહ્યો છે. ત્યારે રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ કરાશે.

આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. હાલ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં મુકાયો છે.નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દેશમાંમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.

ઓમિક્રોનના વધુ કેસો ન આવે એ માટે સરકાર સાવચેત બની છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના અલગ વોર્ડ શરૂ કરી નખાયા છે. ત્યારે સરકાર પણ કોરોનાનાં નિયંત્રણો હળવા કરવાના મૂળમાં નથી. ફરજિયાત માસ્ક માટે પોલીસ વિભાગને સૂચના અપાશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનુ પાલન થાય એ માટે કડક વલણ અપનાવાશે.