હાલના ભારતના દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. અમદાવાદ, સુરત, વડોદરા રાજકોટ, જૂનાગઢ તમામ શહેરોમાં લગભગ હોસ્પિટલોમાં તમામ પ્રકારના બેડ ફુલ થઈ ગયા છે.
આજે કોરોના ટ્રાસ્ક ફોર્સ કમિટીના ડોક્ટર તેજસ પટેલ દ્વારા એક અપીલ કરવામાં આવી હતી અને તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેમને લોકોને માસ્ક પહેરવા અને કોઈપણ પ્રકારની ભીડમાં ભેગું ન થવાની અપીલ કરી હતી.
તે સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે તે બે હાથ જોડી અને ગુજરાતના લોકોને અપીલ કરે છે. કે તેમને નિયમિત રીતે રસીકરણ કરાવવું જોઈએ. રસીકરણ કરવાથી તમારું મૃત્યુ નહીં થાય. તેજસ પટેલ દ્વારા વધુમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોરોના ની સ્થિતિ માં વધુ વર્તાય છે.
આ વાયરસ તમામ પ્રકારના તાપમાને ટકી શકે છે. એક સમયે એવી આશા રાખવામાં આવી હતી કે ઉનાળો આવતાની સાથે જ સમાપ્ત થઈ જશે પરંતુ ઉનાળો આવતાની સાથે જ કોરોના પહેલાં કરતાં વધારે જોખમી સ્વરૂપમાં સામે આવ્યો છે. તેનાથી ગુજરાતના દરેક વ્યક્તિને ખૂબ જ વધારે વિશિષ્ટ રીતે કાળજી લેવાની જરૂર છે.
દેશ અને દુનિયાભરના સહિતના ગુજરાતમાં પણ કોરોના નું એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. ડોક્ટરો રજા લીધા વગર દિવસ અને રાત દર્દીની સારવારમાં સમય કાઢતા હોય છે. એવી જ રીતે આ સમયે રાજ્યમાં છે.લ્લા દસ દિવસમાં કોરોના નીચેની સંખ્યા આશરે એક લાખને પાર થઈ ગઈ છે.
તેના કારણે હોસ્પિટલોમાં એક પણ બેડ ઉપલબ્ધ નથી. એટલા માટે તેજસ પટેલ દ્વારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવામાં આવી છે. કે તેને લોકો સોશિયલ ડીસ્તંસ નું પાલન કરે અને લોકો માસ્ક પહેરે અને લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને બને એટલા સામાજિક પ્રસંગો ટૂંકમાં પતાવે.
લગ્ન સગાઈ ની તમામ વિધિઓ ફક્ત બે પરિવાર વચ્ચે થવી જોઈએ. તે ઉપરાંત મરણમાં પણ ૨૦ લોકોને જ મંજૂરી આપવામાં આવે. અંતિમ ક્રિયામાં પણ વીસ લોકોથી વધારે લોકોને મંજૂરી ન આપવા માં આવે તેવી તેમને સરકારને અપીલ કરી છે. તેના કારણે હોસ્પિટલ અને શહેરોમાં સંક્રમણમાં ઘટાડો થશે.
તે ઉપરાંત તમામ પ્રકારના રાજકીય કાર્યક્રમો બંધ કરવામાં આવે. તમામ પ્રકારના રાજકીય મેળાવડા બંધ કરવામાં આવે એટલા માટે લોકોએ તકેદારી રાખવી પડશે. કોરોના ટાસ્ક ફોર્સના ડોક્ટર તેજસ પટેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કે તે નિયમિત રીતે માસ્ક પહેરે અને ઘરેથી કોઈપણ કામ વગર બહાર ના નીકળે.
કોઈપણ કામ વગર ઘરેથી બહાર નીકળે તો આ માસ્ક પહેરી અને સોશિયલ ડીસ્તંસ નું પાલન કરી અને કોરોના ની સંપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરે તે ઉપરાંત તેમના દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે. કે લોકો ખાસ રસીકરણ કરાવે અને દરેક વ્યક્તિ કોરોના ની લસ્સી રસીલે તેનાથી તેમનું જીવન બચી જશે.
તે ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારને ટકોર કરવામાં આવી છે. કે જો તમારી તમારાથી પરિસ્થિતિ કાબૂમાં ન રહે તો તમારે હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દેવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતના કોરોના વધતા કેસને લઈને સરકારની બેદરકારીના કારણે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવાની તેમની ફરજ પડી હતી.
તેમના ઉપર હાલમાં સુનાવણી થઈ હતી. તેમાં સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહ્યા હતા અને હાઈકોર્ટે અનેક મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી લીધી હતી અને ગુજરાત સરકાર વતી હાજર રહેનાર એડવોકેટ કમલ ત્રિવેદી હાઇકોર્ટમાં કોરોના નિવારણ માટે સરકાર દ્વારા લેવામાં આવતા તમામ પ્રકારના પગલા ની માહિતી આપી હતી.
તે અંગે કોર્ટે સરકારની તમામ પ્રકારની કામગીરી અંગે ખૂબ જ વધારે નારાજગી વ્યક્ત કરી હતી કે દરરોજ 27000 ઇન્જેક્શન આવે છે તો જાય છે ક્યાં? કે આ લોકોને લાઈનમાં બહાર કેમ ઊભા રહે છે. એક જગ્યાએ ઇન્જેક્શન કેમ મળી રહ્યા છે.
ગુજરાત સરકાર પાસે હોસ્પિટલ માં ઓક્સિજન અને વ્યવસ્થા હોય તો હોસ્પિટલની બહાર પચાસ એમ્બ્યુલન્સ ની લાઈન કેમ લાગે છે.