બોલિવૂડ એક્ટર ઋતિક રોશન તેની અદભૂત ડાન્સિંગ સ્ટાઈલ, એક્શન લુક્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે ઘણીવાર લોકોને તેની ડાન્સિંગ સ્કીલ્સ અથવા એક્શનથી તેની પ્રશંસા કરવા મજબૂર કરી દે છે.
ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે. જ્યાં તે બાઇક પર બેસીને બુર્જ ખલીફા પરથી કૂદી ગયો છે. દરમિયાન અચાનક તેની બાઇક ફંગોળાઇ હતી. જેને જોઈને એક સમયે લોકોના હૈયા બેસી ગયું છે. પરંતુ પછી ઋત્વિક સ્વસ્થ થાય છે, અને અદભૂત સ્ટંટ બતાવીને નીચે આવે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તેમને આ વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો. જેમાં પહેલા બુર્જ ખલીફાની ઊંચાઈ બતાવવામાં આવી છે. આ જોઈને ઉંચાઈઓથી ડરવાનો નથી એવો દાવો કરનાર સારો એવો માણસ ડરી જાય. ત્યારપછી રિતિકના ચહેરા પર કેમેરા ઝૂમ થાય છે.
જે પછી તમે જોશો કે ઋતિક તેનું હેલ્મેટ પહેરે છે અને બુર્જ ખલીફાની ઊંચાઈથી બાઇક ચલાવવાનું શરૂ કરે છે. પરંતુ પછી અચાનક ઋતિક પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, નીચે ઉભેલા લોકોના ધબકારા વધી જાય છે. જો કે, અભિનેતા સાવધાનીપૂર્વક આગળ વધે છે અને આ સ્ટંટ પૂર્ણ કરે છે.
વીડિયો જોયા પછી તમને ખબર પડશે કે આ કોલ્ડ ડ્રિંક બ્રાન્ડનું એડશૂટ છે. તમને જલ્દી જ એક્ટરનું આ નવું એડન જોવા મળશે, જેની એક ઝલક તમે આ વીડિયોમાં જોઈ છે. જેમાં રિતિક રોશન સ્ટંટ બતાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર થયાને થોડો સમય થયો છે, પરંતુ અત્યાર સુધીમાં તેને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકોએ ઘણી કમેન્ટ પણ કરી છે. લોકોએ ફિયર વાળું ઇમોજી શેર કરીને પ્રતિક્રિયા આપી છે.