કિશન ભરવાડ હત્યાકાંડમાં દરરોજ લેવાતો એક નવો વળાંક - Tilak News
કિશન ભરવાડ હત્યાકાંડમાં દરરોજ લેવાતો એક નવો વળાંક

કિશન ભરવાડ હત્યાકાંડમાં દરરોજ લેવાતો એક નવો વળાંક

ધંધુકામાં કિશન નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસ નેશનલ સ્તરે પણ ગાજી રહ્યો છે ત્યારે અભિનેત્રી કંગના રણૌતે પણ પોતાના ફેસબુક પેજ પર કિશન ભરવાડની હત્યાના સંબંધમાં પોસ્ટ શેર કરી છે.

કિશન ભરવાડની હત્યા મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેને લાગતું હતું કે ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી આવી. ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની તાત્કાલિક જરૂર છે,

આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવા જોઈએ. કિશન 27 વર્ષનો હતો અને તેની બે મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

કિશને એ કર્યું છતાં તેને 4 લોકોએએ નિર્દયતાથી મારી નાખ્યો, તે કોઈશહીદથી ઓછો નથી. કિશન દરેક વ્યક્તિની આઝાદી માટે શહીદ થયો છે, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે… તેની વિધવા પેન્શન પણ મળવું જોઈએ.

કટર હિન્દુ યુવતી કિશન ભરવાડ ની હત્યા મામલે સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હર્ષદ સંઘવી એ પરિવારને આપેલા ન્યાયના વચન બાદ ગુજરાત એટીએસને આ કેસની તપાસની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. તો એટીએસે મૂળ સુધી પહોંચતાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.