કાયમી યુવાન સ્વસ્થ અને નિરોગી રહેવા માટે દરરોજ સવારે કરો આ કામ - Tilak News
કાયમી યુવાન સ્વસ્થ અને નિરોગી રહેવા માટે દરરોજ સવારે કરો આ કામ

કાયમી યુવાન સ્વસ્થ અને નિરોગી રહેવા માટે દરરોજ સવારે કરો આ કામ

આપણું શરીર સૌથી વધારે નિરોગી રહે છે. તેમના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરતો હોય છે. જે શરીરને નિરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ મહત્વના દોષ તત્વોને નિયંત્રિત રાખવા જોઈએ. કફ, પિત્ત અને વાયુ. આ ત્રણ દોષ શરીરમાં નિયંત્રિત રહે તો શરીર કાયમી માટે નિરોગી રહે તેમ કરવું જોઈએ.

આજે અમે તમને એક મહત્વની દિનચર્યા વિશે. જણાવવાના છીએ. જે સવારે ઉઠી અને સવારે દસ ચીજ વસ્તુ કરવાથી તમારી દિનચર્યા ખૂબ જ મહત્વની બની જશે.  તમને કાયમ નિરોગી રહેવા માટે પ્રેરણા આપશે. આયુર્વેદની દ્રષ્ટિએ સવારે વહેલું ઊઠવું અને રાત્રે વહેલું સૂઈ જવું સૌથી યોગ્ય માનવામાં આવે છે.

રાત્રે મોડામાં મોડું દસ વાગ્યા સુધીમાં આરામ કરી લેવો જોઈએ અને સવારે પાંચ વાગ્યે ઊઠી જવું જોઈએ. આમ કરવાથી દિવસ દરમિયાન તમને તાજગીનો અનુભવ થશે. આ સમય દરમિયાન આપણું શરીર એકદમ ફ્રેશ રહેતું હોય છે. સવારે ઉઠી અને સૌ પ્રથમ કામ આપણે પેટ સાફ કરવાનું કરતા હોય છે.

જો આપણું પેટ સાફ રહે તો શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. સવારે ઉઠી અને નિયમિત ક્રિયા કરવા માટે દરેક વ્યક્તિ થતા હોય છે. જો મળમૂત્રનો ત્યાગ યોગ્ય રીતે થાય તો શરીરમાં અત્યંત હળવાશનો અનુભવ થાય છે. તથા આપણા શરીરમાં દિવસ દરમિયાન ભૂખ અને તરસ નિયંત્રિત માત્રામાં લાગે છે.

પરંતુ જો કોઈ પણ વ્યક્તિને સવારે કબજીયાત થતી હોય તો રાત્રે સૂતા સમયે એક ચમચી હરડે અને ત્રિફળાનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવું જોઈએ. રાત્રે તાંબાના લોટામાં ગરમ પાણી રાખી અને મૂકી દેવું જોઈએ. સવારે ઉઠી અને બે ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ.

આમ કરવાથી ખૂબ જ ખોરાકની પાચનશક્તિમાં વધારો થાય છે. શરીરની પાચન શક્તિમાં વધારો થાય છે. તે ઉપરાંત રાત્રે સૂતા સમયે પેઢા અને દાંતની સફાઈ પણ કરવી અત્યંત જરૂરી છે. એટલા માટે રાત્રે સૂતા સમયે બ્રશ કરવું અથવા દાતણ કરવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.

જો આજના સમયમાં દરેક વ્યક્તિ બ્રશ કરતા હોય છે. પરંતુ બ્રશ કરતાં દાતણ કરવું આયુર્વેદની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાતણ કરવા માટે તમે લીમડો બાવળ કનેજ વગેરેનો ઉપયોગ કરી શકો છો. આ વનસ્પતિઓ આજે થોડી કડવી, તીખી, તુંરી રસ વાળી હોવાથી એમાં રહેલા કફ અને ચીકાશ દૂર કરે છે.

મોઢામાં લાળનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં રાખે છે. જો ખોરાકમાં ભળે તો એ તેનું યોગ્ય રીતે પાચન થાય છે.  સવારે સરખી રીતે યોગ્ય રીતે મોઢામાં પાણી ભરી અને કોગળા કરવા જોઇએ. તે ઉપરાંત મોઢું  સાફ કરવું જોઈએ અને મોઢું સાફ કરતી વખતે દરરોજ સવારે પાણી વડે આંખ ઉપર છાલક મારવી જોઈએ. આંખની સફાઇ કરવી જોઇએ.

આમલા આપણા શરીરમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પૂરાં પાડે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.  જેમાં વિટામીન-સી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકો વિટામીન સી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય તેવું જણાવી રહ્યા છે.

એટલા માટે શરીરને વિટામિન સી યોગ્ય માત્રામાં મળી રહે તે પણ ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. શરીરમાં રહેલાં ઝેરી તત્વોને દૂર કરવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે અને આપણા શરીરમાં રહેલાં ઝેરી તત્વોને દૂર કરે છે. આયુર્વેદમાં પણ આમલાનાઅનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. તે સિવાય રસોડા ગરમ મસાલા પણ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

કોઈ પણ વાયરસ સામે લડવા માટે ખૂબ જ અસરદાર સાબિત થઈ છે. હળદર, આદુ, સૂંઠ, મરી, ઈલાયચી, તજ તુલસી,અરડૂસી, પીપર વગેરે પ્રકારના ઔષધીય એવો આપણા શરીરને કોઈ પણ પ્રકારના વાઈરસ થી દુર રાખવામાં ખૂબ જ મદદ કરે છે.

૨૦થી ૩૦ વર્ષની વયે જ્યારે આપણું શરીર સ્વાસ્થ્ય ખૂબ જ યોગ્ય હોય ત્યારે શરીર ખૂબ જ મહેનત કરતું હોય છે. પરંતુ આ સમયે પોતાના સ્વાસ્થ્યની કોઈપણ વ્યક્તિ કાળજી રાખતા નથી. એટલા માટે તે કોઈપણ વ્યક્તિ ખાવા-પીવાની કોઈપણ બાબતે પોતાનું ધ્યાન રાખતા નથી. અને બજારમાં મળતા ફાસ્ટ ફૂડ ખાવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે.

પરંતુ જ્યારે તે વ્યક્તિને પાચનતંત્રની કે શરીરની અન્ય કોઈ તકલીફ થાય ત્યારે તે વ્યક્તિને શરીરની કાળજી લેવાનું મહત્વ સમજાય છે. પરંતુ શરીરની કાળજી રાખવા માટે તમારે સવારે નિયમિત રીતે વહેલું ઊઠવું જોઈએ સવારે નિયમિત રીતે પાંચથી છ કિલોમીટર ચાલવું જોઈએ અને ગરમ પાણી પીવું જોઈએ

તે ઉપરાંત સ્મોકિંગ, આલ્કોહોલ વગેરે પદાર્થોનો સેવન કરવું જોઇએ નહીં.આ પદાર્થોનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે. શરીરને અને કેન્સર જેવા ગંભીર રોગોનો પણ સામનો કરવો પડે છે. આલ્કોહોલનું સેવન કરનાર દરેક વ્યક્તિના ફેફસા ફેલ થઈ જાય છે.