રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણમાં 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ-સંચાલકોએ તાકીદે સ્કૂલ-વેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સગીરાનું મોત નીપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, રાજકોટમાં જસાણી સ્કૂલની વિદ્યાર્થિનીના મૃત્યુનો મામલો વિદ્યાર્થિની રીયાના માતા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ સાથે વિનંતી કરતા કહ્યું છે કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ અન્ય સાથે ન થાય અને શિયાળામાં શાળાનો ટાઇમ બદલવો જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, શાળાનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, શિયાળામાં શાળાનો ટાઇમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખવામાં આવે.
રીયાના માતાએ જણાવતા કહ્યું કે, કડડતી ઠંડીમાં છોકરાઓને સવારમાં વહેલું શાળાએ આવવું પડે તે યોગ્ય ન કહી શકાય અને બની શકે તો શાળાનો સમય મોડો રાખવામાં આવે અને સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે બાળકોને મજબૂર કરો તે યોગ્ય ના કહી શકાય અને શાળાના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, શાળામાં છોકરાઓ જાડા સ્વેટર પહેરે તો ઠંડી ને ખમી શકે. મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાંખી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, રીયા એકદમ તંદુરસ્ત હતી, તેને કોઇ પણ બીમારી ન હતી અને ઠંડીને કારણે બ્લડ જામી ગયું તેમાં તેનું હદય બંધ થઇ ગયું હતું. તેમણે જણાવ્યું કે, બ્લડ જામી ગયું તેમાં 10 મિનિટમાં મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાતમાં થઈ રહી છે. ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડીના કારણ અમુક વિસ્તારોમાં બરફના થર જામી ગયા છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીને કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. સુસવાટા મારતા પવનથી લોકો પોતાના ઘરમાંને ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબુર બની ગયાછે. ત્યારે આવામાં ઠંડીથી એક બાળકીનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…