કરોડ રૂપિયાની સંપત્તિના માલિક આજે ફૂટપાથ પર પોતાનું જીવન જીવવા માટે મજબુર બન્યા છે, જાણો તેમની પૂરી કહાની... - Tilak News
કરોડ રૂપિયાની સંપત્તિના માલિક આજે ફૂટપાથ પર પોતાનું જીવન જીવવા માટે મજબુર બન્યા છે, જાણો તેમની પૂરી કહાની…

કરોડ રૂપિયાની સંપત્તિના માલિક આજે ફૂટપાથ પર પોતાનું જીવન જીવવા માટે મજબુર બન્યા છે, જાણો તેમની પૂરી કહાની…

જીવનમાં અમુકવાર આપણે વિચાર્યું ના હોય તેવી ઘટનાઓ ઘટી જતી હોય છે. જેની કલ્પના કરવી પણ મુશ્કિલ બની જતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જ્યાં કરોડપતિની સ્થિતિ જોઈને રડી પડશો. આજનો જમાનો ખુબજ સ્વાર્થી બની ગયો છે. આજે પોતાના પોતાના નથી રહયા. જરૂર પડે ત્યારે કોઈ મદદે સામે નથી આવતું. આ દાદા છેલ્લા ઘણા સમયથી ફૂટપાથ પણ રહી રહયા હતા. તેમની સ્થિતિ ખુબ જ દયનિય હતી.

તેમની સાથે વાત ચિત કરતા અને તેમનું વર્તન જોઈને એવું લાગતું કે તેમની માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઈ છે. દાદાને મદદની જરૂર હતી તો એક ભલા માણસે સાંજ સેવા કરતા યુવકોનો સંપર્ક કર્યો. તો યુવકો ત્યાં આવી પહોંચ્યા.

તેમની સાથે વાત ચિત કરતા જાણવા મળ્યું કે તેમનું નામ હીરાનંદ છે. તેમનો પરિવાર છે. તેમના ભાઈઓ પણ છે. તો પણ આજે કોઈ તેની મદદ કરવા નહિ આવ્યું. દાદાએ જણાવ્યું કે તેમન પરિવારમાં એક પારિવારિક સમસ્યા થતા તેમને પોતાની કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને આવી રીતે આવી જવું પડ્યું. તેમની આવી સ્થિતિ જોઈને.

આજે કોઈ તેમની મદદ માટે નથી આવતું. તો તે યુવકો તેમની સાથે સંસ્થામાં લઇ ગયા ત્યાં તેમને નવડાવી પહેરવા માટે સારા કપડાં આપ્યા અને તેમને કહ્યું કે તેમની મરજી હોય ત્યાર સુધી તે અહીં રહી શકે છે. તેમને અહીં રહેવા જમવાની ઉત્તમ સગવડ મળશે. આટલી મદદ મળતા દાદાની આંખોમાં આંસુ આવી ગયા.