કરીના કપૂર ત્રીજી પ્રેગ્નન્સીની અફવા સાંભળી થઇ ગુસ્સે,  કહ્યુ "હું કાઈ છોકરા પેદા કરવાનું મશીન" છું? - Tilak News
કરીના કપૂર ત્રીજી પ્રેગ્નન્સીની અફવા સાંભળી થઇ ગુસ્સે,  કહ્યુ “હું કાઈ છોકરા પેદા કરવાનું મશીન” છું?

કરીના કપૂર ત્રીજી પ્રેગ્નન્સીની અફવા સાંભળી થઇ ગુસ્સે,  કહ્યુ “હું કાઈ છોકરા પેદા કરવાનું મશીન” છું?

સૈફ અલી ખાનની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાને પ્રેગ્નન્સીની અફવા પર પોતાનું મૌન તોડ્યું છે.

સૈફ અલી ખાનની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને કારણે ચર્ચામાં છે. કરીના કપૂર પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીનાની સાથે આમિર ખાન પણ લીડ રોલમાં જોવા મળશે. પરંતુ કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી છવાયેલી છે. હાલમાં સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ રહી છે કે તે ત્રીજા બાળકની માતા બનવા ની છે. જેનો કરીનાએ ઘણી વાર જવાબ આપ્યો છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ટ્રોલ કરનારા ઓ નો ક્લાસ લીધો હતો. આ પછી હવે કરીના કપૂરે એક ઈન્ટરવ્યુમાં તેના 2 બાકળો છે એમ જવાબ આપ્યો હતો. જેણે ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી છે

કરીનાએ કહ્યું કે હું કોઈ મશીન નથી. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તેની અદભુત સ્ટાઈલ માટે જાણીતી છે. તે ઘણીવાર આવું કંઈક કહે છે, જેના કારણે તે લાઇમલાઇટમાં આવી જાય છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કરીનાએ ત્રીજા બાળક વિશે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે મારું પેટ બહાર આવ્યું છે, તેનો અર્થ એ નથી કે હું ગર્ભવતી છું, જો હું ગર્ભવતી હોત તો મેં ખુલ્લેઆમ કહી દીધું હોત. પિઝા ખાવા થી મારું વજન વધી ગયું છે. આના પર કરીના કપૂરે કહ્યું, “હું કોઈ મશીન નથી ” કરીનાના આ જવાબ બાદ ટ્રોલ્સની બોલતી બંધ થઈ ગઈ છે. જાણકારી અનુસાર કરીના કપૂર અને સૈફ અલી ખાનને બે પુત્રો છે. તેમના નામ તૈમૂર અને જેહ છે.

કરીનાની ફિલ્મ રિલીઝ થશે આ દિવસે.
કરીના કપૂર, આમિર ખાન અને નાગા ચૈતન્ય અભિનીત લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે મોટા પડદા પર આવવાની છે. કરીનાના આ જવાબ વિશે તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને જણાવો.