કમો પરિવાર હોવા છતાં પણ આશ્રમ માં કેમ રહે છે? જાણો.... - Tilak News
કમો પરિવાર હોવા છતાં પણ આશ્રમ માં કેમ રહે છે? જાણો….

કમો પરિવાર હોવા છતાં પણ આશ્રમ માં કેમ રહે છે? જાણો….

અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ને આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. દિવ્યાંગ હોવા છતાં આટલું મોટું નામ બનાવવું એ ભાગ્યની વાત ગણાય છે.

કમાના હવે સોશિયલ મીડિયામાં પણ 1 લાખ જેટલા ફોલોઅર્સ મળી ગયા છે. કમાને આ નામ અપાવવા પાછળ સૌથી મોટો હાથ છે ગુજરાતના રાજા કિર્તીદાન ગઢવીનો. કીર્તિદાને કામોને હરણમાં પ્રથમ સ્થાન અપાવ્યું, તેને માન આપ્યું, તેનું મનપસંદ ગીત પણ ગાયું, આ બધાએ તેને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓળખ અપાવી, પરંતુ આજે કમો દેશભર અને વિદેશમાં જાણીતું નામ બની ગયું છે.

આજે કમો જ્યાં પણ જાય છે ત્યાં તેની શાહી એન્ટ્રી થાય છે, લક્ઝરી કારમાં સવારી થાય છે. આસપાસ અંગરક્ષકો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કમાનું સન્માન કર્યું હતું. વળી, ગુજરાતના મોટાભાગના ડાયરા કલાકારો કમાને તેમના ડાયરામાં બોલાવે છે અને કમાને માન પણ આપે છે, પરંતુ સમગ્ર ગુજરાત કમાને કમાભાઈ તરીકે જ જાણે છે.

કમાના જીવન વિશે બહુ ઓછાં લોકો જાણે છે. તો આજે અમે તમને કમા ના જીવન વિશેના કેટલાક અજાણ્યા તથ્યો જણાવીશું જે ખૂબ જ રસપ્રદ છે. તેના માતા-પિતાએ પણ તેની કમાંનું જીવન અને તે આ સ્થાન પર કેવી રીતે પહોંચ્યો તે વિશે કેટલીક બાબતો શેર કરી હતી.

કમો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો વતની છે. કમાનું આખું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે. તે બાળપણથી જ દિવ્યાંગ છે. તેના ઘરમાં માતા પિતા અને ભાઈ પણ છે. પરંતુ કમો ઘરે નથી રહેતો. તે દિવ્યાંગ હોવાના કારણે કોઠારીયા ગામમાં જ આવેલા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ જે એક ગૌશાળા પણ છે ત્યાં જ રહે છે. કમો નાનપણથીજ રામામંડળ અને ડાયરાનો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે.

કમો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળમાં ખુજ રસ ધરાવતો હતો. થોડા સમય પહેલા કોઠારીયાના શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપાની તિથિ નિમિતે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવીએ ડાયરો કર્યો હતો.ત્યારે આ ડાયરામાં કિર્તીદાને રસિયો રૂપાળો ગીત ડાયરામાં લલકાર્યું ત્યારે કમાએ ઉભા થઈને ડાન્સ કર્યો હતો.

આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો અને ત્યારથી લોકો પણ કમા વિશે જાણવા માંગતા હતા. ધીમે ધીમે કમાની ઓળખ વધતી ગઈ. તેનું નામ મોટું થવા લાગ્યું અને આજે ગુજરાતના ઘર ઘરમાં કમો એક જાણીતું નામ બની ગયો. કમાના માતા-પિતાએ કમા વિશે જણાવ્યું હતું કે કમો જયારે નાનો હતો ત્યારે તેમને ડોક્ટરને બતાવ્યું હતું.

પરંતુ ત્યારે ડોકટરે જણાવ્યું હતું કે કમો માનસિક રીતે સક્ષમ નથી. તેમને એમ પણ જણાવ્યું કે કમાને ભક્તિ અને ભજનમાં ઊંડો રસ છે, જેના કારણે તે ભજનોમાં અને ડાયરામાં જતો થયો. આજે કમો ડાયરામાં જાય છે અને લોકો પણ તેની ઉપર ઢગલાબંધ રૂપિયા ઉડાવે છે. કમો પણ આ પૈસા તેના ઘરે નથી આપતો અને બધા જ પૈસા કોઠારીયા ગામની ગૌશાળામાં દાન કરે છે. ખરેખર કમો એક પરોપકારી જીવ છે.

આજે કમો એક સેલિબ્રિટી થી વધારે ફેમસ થયો તેના પાછળ નું કારણ જોઈ એ તો આજ થી આશરે 3એક મહિના પહેલાં કોઠારીયા માં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપા ની તિથિ નિમિતે એક ડાયરો રાખવા માં આવ્યો હતો.

તેમાં કીર્તિદાન ગઢવી એ ડાયરો કર્યો હતો અને તેમને એક ગીત ગાયું ત્યાર હતું જેના બોલ છે રસિયો રૂપાળો. જેમાં કમા એ ડાન્સ કર્યો હતો અને આ વીડિયો માધવ ડિજિટલ યૂટ્યૂબ મા ખુબજ રીતે વાયરલ થયું અને આ કમા ને ત્યાર થી દેશ વિદેશમાં ખૂબ મોટી ઓળખ થઈ ગઈ છે. આજે કામો દરેક કલાકારો જેમ કે જીગ્નેશ કવિરાજ જેવા મોટા સેલિબ્રિટી જોડે ઓડિયન્સ તરીકે જાય છે.મિત્રો કમા ને ડાયરા મા જે પણ વધામણાં મળે તે આશ્રમ માજ દાન કરી દે છે આને તેનું આખું ફેમિલી છે જેમ કે ભાઈ પિતા માતા વગેરે પરંતુ તે આશ્રમ માજ રહે છે કારણ કે કમો દિવ્યાંગ છે.