જો તમારા ઘરે દૂધ ફાટી જાય તો ક્યારેય પણ ફેંકી ન દેવો - Tilak News
જો તમારા ઘરે દૂધ ફાટી જાય તો ક્યારેય પણ ફેંકી ન દેવો

જો તમારા ઘરે દૂધ ફાટી જાય તો ક્યારેય પણ ફેંકી ન દેવો

ગરમીમાં દૂધ ફાટી જવું એ એક સામાન્ય વાત છે. એવામાં જ્યારે પણ ઘરમાં દૂધ ફાટી જાય તો તેનું નુક્શાન સમજીને આપણે ખૂબ દુખ થાય છે. ઘણી વખત એવું બને છે તે દૂધને સારી રીતે આપણે સ્ટોર નથી કરી શકતા અને તેના કારણે તે ફાટી જાય છે.
ગરમીઓમાં જો દૂધને સરખી રીતે સ્ટોર કરવામાં ન આવે તો તાપમાન વધુ હોવાના કારણે દૂધ ખૂબ જલ્દી ફાટી જાય છે.મોટાભાગના લોકો ફાટેલા દૂધને ફેંકી દેવાનું જ પસંદ કરે છે. પરંતુ ફાટેલા દૂધને ફેકવું ન જોઈએ. ફાટેલા દૂધનો ખુબજ સારો ઉપયોગ થઈ શકે છે.
તો ચાલો જાણીએ કઈ રીતે ફાટેલા દૂધનો ઉપયોગ કરી શકાય છે. જ્યુસને વધુ પોષણથી ભરપુર બનાવવા માટે તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો.જ્યૂસમાં ફાટેલા દૂધનું પાણી મિક્સ કરવાથી તેની પૌષ્ટિકતા વધી જાય છે. આ પાણીથી શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.જો તમે જ્યુશ માં ફાટેલા દૂધ ના પાણી ને ઉમેરસો તો ફાટેલા દૂધના પાણીમાં રહેલા તમામ વિટામિન અને બિજા ખનિજ તત્વો તમારા શરીરને સારી માત્રામાં મળી રહેસે.
જો તમારા મોઢા માં દાગ હોય અને તમારે દાગ વગરની ત્વચા મેળવવી હોય તો તે માટે પહેલા ફાટી ગયેલા દૂધને ઠંડુ કરી લો. તેમા રહેલા પાણીથી તમારા ચહેરાને ધુઓ. આમ કરવાથી તમારી ત્વચા મુલાયમ અને સુંદર લાગશે. ફાટી ગયેલા દૂધના પાણીમાં માઇક્રોબિયલ ગુણ રહેલા છે જે ત્વચાની દરેક સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે.ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ તમે વાળોને ધોવા માટે પણ કરી શકો છો.
આ પાણી આપણાં વાળ મુલાયમ કરે છે અને મજબૂત બનાવે છે. કોઇપણ શાક બનાવતા સમયે સાધારણ પાણીની જગ્યાએ આ ફાટી ગયેલા પાણીનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા શાકની ગ્રેવી ન ફક્ટ ગટ્ટ થશે અને શાકનો સ્વાદ પણ બમણો થઇ જશે.
જો તમારે નુડલ્સ અને પાસ્તા બનાવવા હોય તો તમે ફાટેલા દૂધનો ઉપયોગ નૂડલ્સ અને પાસ્તા બનાવવામાં પણ કરી શકો છો. જો તમારે વધારે પાણીની જરૂર છે અને ફાટેલા દૂધનું પાણી ઓછુ પડે એમ હોય તો તમે તેમાં સાદુ પાણી પણ મિક્સ કરી શકો છો.