જો કોઈ પણ વ્યક્તિ તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી કરે તો ફક્ત ડાયલ કરો આ નંબર તમારા તમામ પૈસા પરત મળશે - Tilak News
જો કોઈ પણ વ્યક્તિ તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી કરે તો ફક્ત ડાયલ કરો આ નંબર તમારા તમામ પૈસા પરત મળશે

જો કોઈ પણ વ્યક્તિ તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી કરે તો ફક્ત ડાયલ કરો આ નંબર તમારા તમામ પૈસા પરત મળશે

ટેક્નોલોજીના યુગમાં સતત ઓનલાઈન ફ્રોડના કેસ વધી રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડીને અટકાવવા માટે હવે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, જેના પર ફોન કરીને તમને છેતરપિંડીના બધા પૈસા ચોક્કસ પણે પાછા મળી શકે છે.

કોલ કરવાના 5-10 મિનિટમાં પૈસા પાછા મળી જશે :- સરકારનો દાવો છે કે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર 155260 પર કોલ કરીને માત્ર 5 થી 10 મિનિટની અંદર તમારા બધા પૈસા પાછા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

મેસેજ મોકલતા જ રકમ હોલ્ડ થઈ જશે :- અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ફરિયાદ મળતાં જ અમે સંપૂર્ણ વિગતો ચકાસીશું અને શોધીશું કે તમારા પૈસા કયા ખાતા અથવા ID પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમને તેની જાણકારી મળતા જ અમે તે બેંક અથવા ઈ-સાઈટને અલર્ટ મેસેજ મોકલીશું. જેના પછી તમારી રકમ ચોક્કસ પણે હોલ્ડ થઈ જશે.

ફ્રોડ થતાં તરત કોલ કરવો પડશે :- જો તમે કોઈ છેતરપિંડી કરનાર દ્વારા છેતરપિંડીનો શિકાર બનો છો તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 155260 ડાયલ કરો. ફોન કનેક્ટ થવા પર તમારું નામ, મોબાઈલ નંબર, ફ્રોડનો ટાઈમિંગ, બેંક અકાઉન્ટની ડિટેઈલ્સ વગેરેની જાણકારી માગવામાં આવશે અને ત્યારબાદ તેને ચોક્કસ પણે વેરિફાઈ કરવામાં આવશે.

બેંકની મદદથી રકમ પાછી મળી જશે :- ત્યારબાદ હેલ્પલાઈન નંબર તમારી જાણકારીને પોર્ટલ પર આગળની કાર્યવાહી માટે મોકલશે. ત્યારબાદ સંબંધિત બેંકને ફ્રોડની જાણકારી આપવામાં આવશે. ત્યારબાદ બેંક ફ્રોડવાળા ફંડને હોલ્ડ કરી દેશે. ત્યારબાદ તમારી રકમ તમારા અકાઉન્ટમાં ચોક્કસ પણે ટ્રાન્સફર થઈ જશે.