જાણો કયા કારણને લીધે મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપ્યું - Tilak News
જાણો કયા કારણને લીધે મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપ્યું

જાણો કયા કારણને લીધે મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિજય સુવાળા અને મહેશ સવાણી સહિતના કાર્યકરોએ આપ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આ બાબતે આજે સવારે ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બાબતે ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સી આર પાટીલ એ સામ-દામ-દંડ-ભેદની નીતિથી સભ્યોને તોડી રહ્યા છે.

ત્યારે હીરા ઉદ્યોગના મોટા નામ મહેશ સવાણીને પાર્ટીમાં પાછા બોલાવવા માટે આપના કાર્યકરો તેમની ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા . આપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને ફરીથી પાર્ટી માં જોડાવા માટે વિનંતી કરી હતી.

તેમને રાજકારણ માટે નહીં પરંતુ લોકોની જ લોકોની સેવા માટે ફરીથી પાર્ટી ને જોઈન કરવા અપીલ કરી હતી. અને જો તેઓ પાર્ટી ફરીથી જોઈન નહીં કરે તો તેઓ ઓફિસમાંથી બહાર જ નહી જાય છે અને ત્યાં જ બેઠા રહેશે. કાર્યકરોએ કહ્યું હતું કે પાર્ટી ને તેમના માર્ગદર્શન અને આશીર્વાદથી જરૂર છે.

અમુક કાર્યકરો એવી જીદ પકડી હતી કે જો તેઓ ફરીથી પાર્ટીમાં નહીં જોડાય તો તેઓ આમરણાંત ઉપવાસ કરશે.ઈશુદાન ગઢવી આપનો મુખ્ય ચહેરો છે. વિજય સુવાળા અને મહેશ સવાણી નું આપ સાથે થયેલ ગઠબંધન કેમ તૂટ્યું તેને હજી કોઈ માહિતી મળી નથી એ બાબત પણ જાણવા મળી નથી . તેમનું આવું કરવા પાછળનું કારણ શું છે તે પણ જાણવા મળ્યું નથી.