સમગ્ર દેશ જ્યારે ઉર્જિત પટેલ નું નામ સાંભળે છે. ત્યારે તેમને નોટ બંધી ની યાદ આવી જતી હોય છે. તેની યાદ રહેવા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રીય રિઝર્વ બેન્કના ગવર્નર એટલે કે ઉર્જિત પટેલ જીત પટેલે કેન્દ્ર સરકાર સાથે વાદ વિવાદ થતાં ત્યાર પછી તેમના કાર્યકાળમાં તેમણે રાજીનામું આપી દીધું હતું
તે પોતાનો કાર્યકાળ વચ્ચે છોડીને જતા રહ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ ને ભારતમાં હવે નવી જવાબદારી મળી છે. આ વખતે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર ખાનગી કંપની સાથે જોડેલ છે. બિસ્કિટ અને ડેરી ઉત્પાદનો સાથે જોડાયેલી કંપનીઓ એટલે કે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ સાથે પોતાના સંબંધ જોડી રહ્યા છે.
આ કંપનીમાં ઉર્જિત પટેલ ને એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઉર્જિત પટેલ ને આ પદ ઉપર તાત્કાલિક અસરથી નિમણૂક આપવામાં આવી છે. ઉર્જિત પટેલ આગામી પાંચ વર્ષ સુધી બ્રિટાનીયા કંપનીના એડિશનલ ડાયરેક્ટર પદ સુધી રહેશે
બ્રિટાનીયાએ બોમ્બે સ્ટોક એકસચેન્જને આપેલી માહિતીમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે ઉર્જિત પટેલ ને કંપનીના એડિશનલ ડાયરેક્ટર એટલે કે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ની કેટેગરીમાં ગણવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 30 માર્ચ ૨૦૨૬ સુધીનો રહેશે
સેબી ના નિયમો અંતર્ગત લિસ્ટેડ કંપનીઓ દ્વારા આવી નિમણૂક થાય ત્યારે તેમને સ્ટોક એક્સચેન્જને પણ જાણ કરવાની રહેતી હોય છે. ઉર્જિત પટેલ ની વાત કરવામાં આવે તો પણ ભારતના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનના ગયા પછી ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ઊર્જિત પટેલને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી
ઉર્જિત પટેલ દ્વારા વર્ષ૨૦૧૬ થી વર્ષ૨૦૧૮ ના વર્ષ દરમ્યાન ગવર્નરની તમામ પ્રકારની જવાબદારી સંભાળવા માં આવી હતી ઉર્જિત પટેલ જ્યારે ગવર્નર હતા તે પહેલાં રિઝર્વ બેન્કમાં તે નાયબ ગવર્નર અને નાણાકીય સમિતિના પ્રભારી પણ હતા અને તેઓએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાયનાન્સ પોલીસી સંચાલક મંડળના અધ્યક્ષ પણ તે રહી ગયા છે.
તેમણે ભારતની સંસ્થાઓને જોડતા પહેલાં લગભગ ૨૦ વર્ષ સુધી ખાનગી કંપનીઓમાં પોતાની સેવા આપે છે. તેમણે ઈન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ તેમને વ્યવસાયિક કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વર્ષ ૨૦૦૯થી વર્ષ ૨૦૧૨ દરમિયાન વોશિંગ્ટનના બુકિંગમાં એક એન.આર.આઈ તરીકે તેમણે સેવા આપી છે.
ત્યાર પછી રિઝર્વ બેંક માંથી તેમણે રાજીનામું આપવું પડ્યું હતું અને તેમનો કાર્યકાળ પૂરો થયા પહેલા તેમણે ડિસેમ્બર ૨૦૧૮માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ ઉર્જિત પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે કેટલાક અંગત કારણોસર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું છે.
પરંતુ તેમના વિશેની અનેક અટકળો જાહેર થયેલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્વાયત્તા દૂર કરી નાખવા માંગે છે. અને તેમના પદનો ઉપયોગ કરી અને તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો મોટાભાગના જમા નાણા પણ પોતે હસ્તગત કરી લીધો હતો
સરકાર દ્વારા આમ સેક્શન ૭ નો ઉપયોગ કરી અને નાના ઉદ્યોગો માટે લોન સરળ બનાવવા વિશેની વાત કરવી અને દેવા અને ભંડોળ ની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહેલી ૧૧ સરકારી બેન્કોને તમામ લોન અટકાવી આવા ઘણા બધા ચર્ચાસ્પદ મુદ્દા રહ્યા હતા. ત્યાર પછી પટેલને તેમના આ ચર્ચાસ્પદ મુદ્દા ના કારણે તેમને સરકાર તરફથી અલગ મત ધરાવતા હતા.
ત્યાર પછી તેમણે કંટાળીને છેવટે રાજીનામું આપી દીધું હતું.ઉર્જિત પટેલ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂક પામ્યા હતા તે પછીના ફક્ત બે મહિનાની અંદર નોટ બંધી કરવામાં આવી હતી. ત્યાર પછી એમાં એવું કારણ સામે આવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે મોદી સરકારે નિર્ણય અંગેની ચેતવણી પણ આપી હતી.
પરંતુ RBI દ્વારા અનેક પ્રકારની ચેતવણી આપ્યા છતાં પણ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેમને જાણ કરવામાં આવી ન હતી અને આરબીઆઇ સાથે તેમણે દલીલ કરતાં સહમતિ દર્શાવી નથી. કાળા નાણાંનો વ્યવહાર રોકવા માટે તેમને તાત્કાલિક નોટબંધી કરી હતી.
ત્યાર પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દે ઉર્જિત પટેલ આવ્યા હતા અને તેમને તાત્કાલિક રૂપિયા૨૦૦૦ ની અને રૂપિયા ૫૦૦ની નવી નોટ બજારમાં મૂકી હતી અને ગવર્નર તરીકે તેમણે પોતાની સહી કરી હતી અને થોડા વર્ષો પછી બે વર્ષમાં જ ભારતની કેન્દ્ર સરકાર સાથે પોતાનો અલગ મત પડતા તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રાજીનામાં આપી દીધું હતું.
હાલમાં તે બ્રિટાનિયા કંપની ના એડિશનલ ડાયરેક્ટર એટલે કે સ્વતંત્ર ડાયરેક્ટર સાથે નવી કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. અને તે પોતે બ્રિટાનિયા કંપની કંપની માં એડિશનલ ડાયરેક્ટર તરીકે જોડાયા છે.