ઝી ટીવી ટૂંક સમયમાં ટેલિવિઝન જગતમાં એક અનોખો ભક્તિ ગીતો રિયાલિટી શો ‘સ્વર્ણ સ્વર ભારત’ લઈને આવી રહ્યું છે. મેકર્સનો દાવો છે કે આ શો દર્શકો માટે ભારતીય મૂલ્યો લાવશે. દરેક વ્યક્તિને આ શોમાં કેટલીક રસપ્રદ પરંતુ પોતાની લાગતી વાર્તાઓ જોવા મળશે. ‘સ્વર્ણ સ્વર ભારત’ દ્વારા ઝી ટીવી દર્શકોને તેમના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ વખતે નિર્માતાઓ દ્વારા ભક્તિમય સંગીત દ્વારા દેશની જનતાના હૃદય સુધી પહોંચવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફેન્ટમ પિક્ચર્સ અને કૈલાસા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ‘સ્વર્ણ સ્વર ભારત’ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમદા પહેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ – ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક યોગદાન છે.
આ ઇવેન્ટ વિશ્વભરમાં આપણી સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી કરશે. જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસ, પ્રખ્યાત ગાયક પદ્મશ્રી કૈલાશ ખેર અને પદ્મશ્રી સુરેશ વાડેકર આ શોમાં જજ તરીકે જોવા મળશે. આ શોના હોસ્ટ તરીકે લોકપ્રિય અભિનેતા રવિ કિશન જોવા મળશે. જ્યારે આ શોએ તેના લોન્ચિંગ પહેલા જ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે.
ત્યારે તેના શરૂઆતના એપિસોડમાંના એકમાં, સ્વામી રામદેવ વિશેષ અતિથિ હાજરી આપશે અને શો ભવ્ય બનવા જઈ રહ્યો છે. તે આ શોમાં આવશે અને આગામી વર્ષોમાં આપણો દેશ કેવી રીતે વધુ શક્તિશાળી બનશે તે વિગતવાર જણાવશે.