હૃદયરોગનો હુમલો આવતાં પહેલા બે દિવસ જોવા મળે છે આવા સંકેતો ક્યારેય પણ અવગણશો નહીં - Tilak News
હૃદયરોગનો હુમલો આવતાં પહેલા બે દિવસ જોવા મળે છે આવા સંકેતો ક્યારેય પણ અવગણશો નહીં

હૃદયરોગનો હુમલો આવતાં પહેલા બે દિવસ જોવા મળે છે આવા સંકેતો ક્યારેય પણ અવગણશો નહીં

આજકાલ દરેક વ્યક્તિ એટલા વ્યસ્ત હોય છે. કે તે પોતાની તબીયતને યોગ્ય રીતે કાળજી રાખી શકતા નથી. અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે વૈજ્ઞાનિકોનું માનવું છે. કે જે વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે.

તે વ્યક્તિને થોડા દિવસ અગાઉ હૃદયરોગનો હુમલો આવતાં પહેલા શરીરમાં અમુક લક્ષણો દેખાઈ આવે છે. તે અને હૃદયરોગના હુમલાની શંકા હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે હૃદયરોગનો હુમલો આવે તે પહેલાં વ્યક્તિને કેવા કેવા સંકેતો જોવા મળે છે.

વ્યક્તિને ખૂબ જ વધારે થાકનો અનુભવ થાય છે. તે ઉપરાંત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. અને ખૂબ જ ઓછા સમય સુધી કામ કરવા માટે પણ વ્યક્તિ ખૂબ જ વધારે થાકી જતો હોય છે. વ્યક્તિને ખૂબ જ વધારે આરામ કરવા માટે જરૂર પડતી હોય છે.

જો આવું કોઈ પણ વ્યક્તિ સાથે થતું હોય તો એવું સમજી લેવું કે હૃદયરોગના હુમલાના સંકેતો છે. જો કોઈપણ કારણ વગર શરીરમાં વધારે પડતો થાકનો અનુભવ થતો હોય તો તમને લો-બીપીની કે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે.

જો કોઈ પણ કામ કરવામાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે થોડું ચાલી અને વધારે સ્વાસ્ ચડતો હોય તો તે વ્યક્તિને હૃદયરોગના હુમલાની શક્યતા રહે છે. એટલા માટે વ્યક્તિએ બીપી નો ચેક અપ કરાવવું જોઇએ. તેના ઉપરથી વ્યક્તિનું યોગ્ય રીતે ધબકે છે કે નહીં તે વસ્તુની જાણકારી પ્રાપ્ત થઇ શકે છે.

કોઇ પણ પ્રકારનું કાર્ય કે કસરત ન કરવી અને આજકાલ બજારમાં મળતું ફાસ્ટ ફૂડ ખાવાથી આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભભવે છે. આજકાલની વ્યસ્ત જીવનશૈલી મનુષ્ય ક્યારેય પણ પૂરતા પ્રમાણમાં આરામ કરતો નથી. આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં માણસ પાસે આરામ કરવાનો સમય નથી.

પોતાને સ્વાસ્થ્યનો કાળજી લેવાનો સમય નથી. પરંતુ માણસ જ્યારે 40 કે ૫૦ વર્ષની ઉંમર ની આજુબાજુ પહોંચે છે. ત્યારે માણસ સમજે છે. કે તેમણે જીવનનો સૌથી મહત્વનું અંગ એટલે કે સ્વાસ્થ્ય વિશે વિચારવાનું જ બંધ કરી દીધું હોય. તે ત્યારે હૃદયરોગનો હુમલો આવે છે. ત્યારે સ્વાસ્થ્ય વિશે વિચારવાનું ચાલુ કરે છે.

 

હાર્ટ એટેક આવ્યો હોય તેના થોડા દિવસ પહેલાં જ તેના લક્ષણો જોવા મળે છે. અમેરિકાના હાર્ટ એસોસિયેશન સાયન્ટિફિક સેશન ની અંદર એક નવી શોધ પ્રમાણે સાઇન્ટીસ્ટ માન્યતા છે. કે જો તમને થોડા દિવસો પહેલા હાર્ટ એટેકના લક્ષણો જોવા મળે અને તમે તેને જાણી લ્યો.

હાર્ટ એટેકના લક્ષણો કયા કયા છે.

હાર્ટ એટેક આવતા રોકી શકો છો તો હાર્ટ એટેકના લક્ષણો કયા કયા છે. તે જાણીએ જો કોઈ વ્યક્તિ અને થાકનો અનુભવ થાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય તથા કોઈ કામ કરતા હોય અને થોડી વાર આરામ કરવા માટે બેસવું પડે તો સમજવું કે આ હાર્ટ એટેકના લક્ષણો છે.

આપ કોઈપણ કારણ વગર શરીરમાં થાકનો અનુભવ કરો છો. તો આ એક પણ પરેશાની જ છે. ઉપરાંત થાકનો અનુભવ અને શ્વાસ લેવામાં તકલીફ મહિલાઓ ની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે.આ સમસ્યા હાર્ટ એટેક આવતા ઘણા સમય પહેલા જોવા મળે છે.

કોઈપણ પ્રકારનું કાર્ય તથા કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ ન કરી હોય છતાં પણ પરસેવો વળે તો આ પણ તેનું જ લક્ષણ છે. તથા જો વ્યક્તિ તણાવમાં રહેતો હોય તેને પણ હાર્ટ એટેક આવવાની શક્યતા છે. આપણા શરીરની અંદર ધમનીઓ મારફતે હૃદય સુધી રુધિર પહોંચે છે.

રક્ત ને હૃદય સુધી પહોંચવા માટે વધારે પ્રમાણમાં પ્રયત્ન કરવો પડે છે. જેને લીધે આપણા શરીરનું તાપમાન નીચું રહે છે. જેને લીધે આપણને પરસેવો વળે છે. તથા તમારી સ્કિન પણ ચીકણી જોવા મળે છે. જો આવું લક્ષણ દેખાય તો તરત જ તમે કોઈ સારા એવા ડોક્ટરની સલાહ લો.

હાર્ટ એટેક આવે તેની પહેલાં પેટની સંબંધિત તકલીફો જોવા મળે છે. પરંતુ આપણે આ સામાન્ય તકલીફને નજરઅંદાજ કરીએ છીએ. કારણકે વધુ પ્રમાણમાં મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે.

પેટમાં દુખાવો, અપચો તથા ઊલટી થવી એ હાર્ટ એટેકના લક્ષણો છે. ઉપરાંત બેચેનીનો અનુભવ થવો અને માથું દુખવું એ પણ સામાન્ય લક્ષણ જ છે. શરીરમાં દુખાવો થવો, કમર, ખભા, ગોઠણ, વગેરેમાં દુખાવો થવો એ પણ હાર્ટ એટેક ના લક્ષણો છે.

આ લક્ષણોને નજરઅંદાજ કરવા જોઇએ નહીં અને તાત્કાલિક કોઈ સારા એવા ડોક્ટરને બતાવવું. ક્યારેક ક્યારેક તો હાર્ટ એટેક આવે તેની પહેલાં આપણું હાર્ટ વધારે જોરથી ધબકવા લાગે છે. આ સમસ્યા પણ સામાન્ય નથી અને આ સમસ્યા અચાનક જ જોવા મળે છે.

આપણા શરીરમાં તો આવી સમસ્યા હોય તો તરત જ હાર્ટ સ્પેશિયાલિસ્ટ નો સંપર્ક કરવો