ગુજરાતમાં આવેલ આ બિચ આપે છે ગોવાને પણ ટક્કર...જુઓ સુંદર તસવીરો - Tilak News
ગુજરાતમાં આવેલ આ બિચ આપે છે ગોવાને પણ ટક્કર…જુઓ સુંદર તસવીરો

ગુજરાતમાં આવેલ આ બિચ આપે છે ગોવાને પણ ટક્કર…જુઓ સુંદર તસવીરો

ગુજરાતમાં દરેક વ્યક્તિ ફરવાનો ખૂબ જ શોખીન હોય છે.  દરેક વ્યક્તિ પોતાના વેકેશનમાં અલગ-અલગ પ્રકારના ફરવા ની જગ્યા પર્યટન સ્થળની મુલાકાત લેતો હોય છે. ગુજરાતમાં હાલમાં દ્વારકા જિલ્લાના શિવરાજપુર બિચ  પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અને ત્યાં રહેલા જાંબલી કલર ના સમુદ્રના કારણે તેમને બ્લુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે આજકાલ એક શિવરાજપુર બ્રિજ બીચ ખાતે એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે.

ગુજરાતના દ્વારકા જિલ્લાના શિવરાજપુર બ્રિજ ખાતે આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવામાં આવ્યું છે.આ શિવરાજપુર બીચ ને વિશ્વ સ્તરે ફ્લેગ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા બ્લુ બીચ નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. શિવરાજપુર નો બીચ વિશ્વ કક્ષાએ સમગ્ર વિશ્વમાં ઓળખાણ પ્રાપ્ત કરશે અને આ બીચ દ્વારકા થી ફક્ત ૧૦ કિલોમીટરના અંતરે આવેલો છે.  આ બીચ ઓખા અને દ્વારકાના હાઇવે ઉપર અરબી સમુદ્રના કિનારે આવેલો છે.

 

આ બીચને ભારત સરકાર દ્વારા અને વિશ્વની ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા તેમની નોમિનેશન કરવામાં આવ્યું હતું ત્યાર પછી છે.લ્લા બે વર્ષથી બ્લુ ફ્લેગ બીચ ની સંસ્થા દ્વારા અલગ-અલગ વિદેશી પ્રતિનિધિ દ્વારા આ બીચની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાર પછી આ વિશ્વ કક્ષાએ આ બીચને ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી ભારત સરકારના અલગ-અલગ અધિકારીઓએ શિવરાજપુર બીચ ની મુલાકાત લીધી હતી

 

ઉપરોક્ત સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતમાં કુલ આઠ બીચ પૈકી સૌરાષ્ટ્રના એક માત્ર બીચ એટલે કે શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખવામાં આવશે તેની સાથે અહીં જોડાયેલા હોટલ ઉદ્યોગ અને આજુબાજુના ગેસ્ટ હાઉસના ઉદ્યોગોમાં પણ ખૂબ જ આનંદની લાગણી પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત અહીં ફક્ત ૨૦૦ જેટલા નાગરિકો ની વસ્તી છે.

એટલે કે શિવરાજપુર ગામ માં પણ ભારતના અલગ-અલગ બીચ નું એક અલગ નજરાણું છે. આ બીજું પણ વિશ્વ કક્ષાની દરિયાઈ સૃષ્ટિ જોવા મળે છે. એટલે કે આ બીચ ની અંદર અલગ અલગ પ્રકારના દરિયાઈ સૃષ્ટિ ના પ્રાણીઓ ના દર્શન થાય છે. એટલા માટે અહીં પણ સ્કૂબા ડાઇવિંગ જેવી અલગ અલગ પ્રકારની એડવેન્ચર શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી અહીંયા સ્કુબા ડાઈવિંગ અને સમુદ્ર કિનારે થતી અલગ અલગ પ્રકારની એડવેન્ચર માટે આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ના અલગ અલગ પ્રકારના માર્ગદર્શન હેઠળ અહીંયા પ્રથમ પાર્કિંગની વ્યવસ્થા ત્યાર પછી સેનીટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.  દ્વારકા જિલ્લાના જિલ્લા કલેકટર નરેન્દ્ર કુમારના જણાવ્યા પ્રમાણે આ બીચનો પ્રવાસન વિભાગ સાથે સંકલન કરી અને ખૂબ જ વધારે ડેવલપમેન્ટ કરવામાં આવશે

અહીં છેલ્લા દોઢ વર્ષથી દ્વારકા જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવતાં કલેકટર મહિનાની અંદર ખાસ તહેવારના દિવસે આ બીચની મુલાકાત લઇ અને તેની જાળવણી કઈ રીતે કરવી તેમના વિશે પણ માર્ગદર્શન આપતા રહે છે.  ગુજરાતના દરેક વ્યક્તિને ગોવા જવાની અને ગોવાના બીચ નો આનંદ માણવાની અલગ પરંતુ હાલમાં કોરોનાની મહામારી ને કારણે તે ક્યાં જઈ શકતો નથી પરંતુ ગુજરાતનો આવી શિવરાજપુર બિચ ગોવા કરતાં પણ ખૂબ જ વધારે સુંદર છે.  અહીં કરવામાં આવેલા ડેવલપમેન્ટના કારણે આ બીચ નું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે.