ઘર છોડીને પીપળાના ઝાડ નીચે રહે છે આ ગામના લોકો, એક તો ઝાડ પર ખાટલો નાખીને બેસે છે, ખુદ જણાવ્યું આ કારણ

ઘર છોડીને પીપળાના ઝાડ નીચે રહે છે આ ગામના લોકો, એક તો ઝાડ પર ખાટલો નાખીને બેસે છે, ખુદ જણાવ્યું આ કારણ

કોરોના મહામારીના કારણે લોકો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે નત નવી રીતે અપનાવે છે. એવામાં ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં ગામના લોકો પોતાનું ઘર છોડીને દિવસ રાત પીપળાના ઝાડ નીચે પસાર કરે છે. આ લોકોએ એવું સાંભળ્યું છે કે પીપળાના ઝાડ નીચે ઉભા રહેવાથી ઓક્સિજન લેવલ વધી જાય છે.

આગ્રાના નૌફરી ગામના લોકો પીપળાના ઝાડ નીચે બેસીને ઓક્સીજન મેળવી રહ્યાં છે. અત્યારે લોકો પીપળાના ઝાડ નીચે ભીડ એકઠી કરતા જોવા મળી રહ્યાં છે. ગામના આ વર્ષો જુના પીપળાના ઝાડને લોકો જીવન રક્ષક માની રહ્યાં છે.

સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો પીપળાના ઝાડ નીચે બેઠેલા જોવા મળે છે. ગામમાં રહેતા વિનોદ શર્માએ તો પીપળાના ઝાડ પર ખાટલો નાખ્યું છે. વિનોદ શર્માનું ઓક્સિજન લેવલ થોડા સમય પહેલા ઓછું હતું. લોકોએ તેને પીપળાના ઝાડ પર ખાટલો નાખીને બેસવાની સલાહ આપી હતી.

છેલ્લા 15 દિવસથી તે રોજ પીપળાના ઝાડ પર જ ખાટલો નાખીને દિવસે બેસે છે અને રાત્રે સુવે છે. વિનોદ શર્માનો દાવો છે તેનું ઓક્સિજન લેવલ પહેલા કરતા ઘણું સારૂ છે. વિનોદ શર્મા જ ગામના અન્ય ગ્રામીણ પણ પીપળાના ઝાડ નીચે અડ્ડો જમાવીને બેસે છે.

સવારના સમયે લોકો પીપળાના ઝાડ નીચે બેસીને કસરત અને યોગ કરે છે. બપોરના સમયે પણ લોકો પીપળાના ઝાડ નીચે બેસીને સમય પસાર કરે છે. ગામ લોકોનું માનવું છે કે તેઓનું ઓક્સિજન લેવલ વધી રહ્યું છે. અને સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. જેથી લોકો હવે પીપળાના છોડનું રોપણ પોતાના ઘરમાં પણ કરી રહ્યાં છે.

Related articles

error: Content is protected !!