ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના આ ભાગ ઉપર આવી જાય છે સોજા જાણો તેમનો સચોટ ઉપાય - Tilak News
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના આ ભાગ ઉપર આવી જાય છે સોજા જાણો તેમનો સચોટ ઉપાય

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના આ ભાગ ઉપર આવી જાય છે સોજા જાણો તેમનો સચોટ ઉપાય

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાની સ્વાસ્થ્યની ખૂબ જ વધારે કાળજી રાખતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓને પગમાં તેમ જ પગના તળિયે ખૂબ જ વધારે સોજો આવી જાય છે.

ચાલવામાં પ્રોબ્લેમ

હંમેશા એવું જોવા મળે છે. કે જેમ ડીલેવરી નો સમય જેમ નજીક આવે છે. તેમ તેમ પગમાં વધારે સોજો આવી જાય છે. ત્યારે પગમાં વધારે સોજો આવવાના કારણે ગર્ભવતી મહિલાઓને ચાલવામાં પ્રોબ્લેમ થતો હોય છે.

આજે અમે તમને આ સોજો ઘટાડવા માટે તથા ચાલવામાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય તે માટે તથા સોજામાં રાહત મેળવવા માટેના ઉપાય જણાવવાના છીએ. આ ઉપાય કરવાથી ગર્ભવતી મહિલાઓને ખૂબ જ ફાયદો થશે. ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન આરામ કરવો ખૂબ જ જરૂરી હોય છે.

ડાબી બાજુ પડખું રાખીને રાખીને સૂવું

તે સાથે તે જો ડાબી બાજુ પડખું રાખીને રાખીને સૂવું જોઈએ. આવું કરવાથી કિડની અને શરીરમાં રહેલા ઝેરી તત્વો શરીરની બહાર નીકળવામાં મદદ મળે છે.  તેનાથી શરીરમાં થતો સોજો પણ દૂર થાય છે. તે સિવાય પગની વચ્ચે તકિયો રાખી અને ડાબી બાજુ સૂવાથી પણ આ સોજામાં રાહત મળે છે.

ગર્ભવતી મહિલાઓએ પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ ખૂબ જ વધારે પાણી પીવું જોઈએ. તેમજ ખાવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી જોઈએ નહીં. ખાવા પીવાની બાબતે તેને લઇને જેટલી વધારે કાળજી રાખશે તેટલો સોજો ઓછો થશે.

ફળોનું વિશેષ સેવન કરવું

તે ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ફળોનું વિશેષ સેવન કરવું જોઈએ. ફળોનું સેવન કરવાથી તેમની પાચનશક્તિ મજબૂત થાય છે. તેમજ તેમને સોજા ચડતા નથી. આ સમય દરમિયાન લીલા શાકભાજી નું પણ વધારે પ્રમાણમાં સેવન કરવું જોઇએ અને પચવામાં ભારે હોય તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઇએ.

આ સમયે કોઈપણ પ્રકારની બ્રેડ, પાવ, ઇંડા વગેરે ખોરાક ખાવાનું ટાળવું જોઇએ.  જે વસ્તુ છે જે ખોરાક ના પાચન તંત્રને ખૂબ જ ભારે લાગે છે. પચવામાં અતિશય વધારે સમય લેશે. તે પ્રકારનો ખોરાક ખાવો જોઈએ નહીં.

હળવી કસરત

ગર્ભાવસ્થા દરમિયાન આ મહિલાઓએ હળવી કસરત પણ કરવી જોઈએ. કસરત કરવાથી તેમના શરીર લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તે ઉપરાંત લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે રાખીને પણ આ સોજા દૂર કરી શકાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી મહિલાઓએ હળવી કસરત કરવી જોઈએ. તે ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન પગના સોજા દૂર કરવા માટે મહિલાઓ હળવા હાથે સ્વિમિંગ પણ કરી શકે છે. સ્વિમિંગ કરતી વખતે મહિલાઓ ખૂબ જ ફ્રેશ અને સ્વસ્થતાનો અનુભવ કરે છે.

નિમક વાળું પાણી

તે ઉપરાંત નિમક વાળું પાણી પણ પગ ઉપર રાખી શકે છે. નીમકવાણા પાણીમાં એક કપડું રાખી અને તેને પગ પર રાખવાથી પગમાં થતા સોજા દૂર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ એ લાંબા સમય સુધી ઊભા કે લાંબા સમય સુધી બેઠા રહેવું જોઈએ નહીં.

બંને અવસ્થા લાંબા સમય સુધી કરવાથી મહિલાઓનો લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. મહિલાઓએ આ સમયે આ સમયગાળા દરમિયાન પૂરતો આરામ લેવો જોઈએ. તેમ જ વધારે પડતું તળેલો ખોરાક કે ભારે ખોરાકથી વાળો ખોરાક ખાવો જોઈએ નહીં.

હળવા હાથે માલિશ

તે ઉપરાંત હળવા હાથે માલિશ કરવાથી પણ સોજામાં ઘટાડો જોવા મળે છે.ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પોતાની તબીયતને વધારે કાળજી રાખવી જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ ટેન્શન આવે તેવું કાર્ય કરવું જોઈએ નહીં.

તે ઉપરાંત વધારે પડતો શ્રમ કરવો જોઈએ નહીં. તે જેનાથી શરીરમાં કોઈપણ જગ્યાએ સોજો આવે આ સમય દરમિયાન ફક્ત હળવી કસરત કરવી. તેમજ ખાવાપીવાની બાબતે વિશેષ કાળજી રાખવી. આમ કરવાથી શરીરના કોઇપણ ભાગ ઉપર ક્યારેય પણ સોજો આવશે નહીં.