ધામેધુમે જાન નીકળી પણ વચ્ચે પ્રેમિકાએ હંગામો મચાવ્યો, ઘોડી લઈને દુલ્હો મંડપના બદલે જેલ પહોંચ્યો

ધામેધુમે જાન નીકળી પણ વચ્ચે પ્રેમિકાએ હંગામો મચાવ્યો, ઘોડી લઈને દુલ્હો મંડપના બદલે જેલ પહોંચ્યો

દુલ્હો સજીધજીને તૈયાર થઈ ગયો હતો. પોતાની જાન જવાને લઈને ખુબ ખુશ હતી. પરંતુ તે જ સમયે એક યુવતીએ ફરીયાદ કરતા જાનને વચ્ચેથી જ છોડીને તેને પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી. આ જાન નીકળવાની તૈયારી જ કરી રહી હતી. ત્યાં છોકરાની પ્રેમિકા પહોંચી ગઈ હતી. છોકરીએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 9 વર્ષથી તે લગ્નની લાલચ આપીને શારિરીક સંબંધ બનાવે છે. જેથી પોલીસે ફરિયાદના આધારે દુલ્હાની અટકાયત કરી હતી.

મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના કોતવાલીના સરાયઘાઘ વિસ્તારના કૃષ્ણા નગર નિવાસી પવન મિશ્રાના લગ્ન તિર્વા કોતવાલી ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા. તેની જાન શનિવારે નીકળવાની હતી. છોકરાવાળાની જેમ છોકરીવાળાને ત્યા પણ જશ્નનો માહોલ હતો. દુલ્હન તૈયાર થઈને બેઠી હતી. આ વચ્ચે એક યુવતીએ આવીને હંગામો કર્યો હતો અને પોતે છોકરાની પ્રેમિકા હોવાનું કહ્યું હતું અને લગ્ન રોકવા માટે કહ્યું હતું.

આ યુવતીનું કહેવું છે કે તે કાનપૂર નિવાસી છે. તે આ દુલ્હા પવનને છેલ્લા 9 વર્ષથી ઓળખે છે. બંને એક બીજાની નજીક છે. પવને તેને લગ્ન માટે વચન આપ્યું હતું. છોકરીના પિતાએ પણ પવનને ઘણી વખત પૈસા આપ્યા છે. પવને છોકરીને લગ્ન માટેનું કહીને અનેકવાર શારિરીક સંબંધ બનાવ્યા હતા. પણ પવને બીજે લગ્ન નક્કી કરી લીધા હતાં. લગ્નની જાણ થતાં યુવતી લગ્નસ્થળ પર પહોંચી ગઈ હતી અને પવન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી પવન સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. જેથી લગ્ન વાળા ઘરમાં એક પ્રકારની ઉદાસી છવાઈ ગઈ છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેના પિતાએ પવનને 5 લાખ રૂપિયા આવ્યા છે. પણ ગયા વર્ષે જ પિતાનું મોત થઈ ગયું હતું. પિતાના મોત બાદ જ પવન સંબંધ તોડવા લાગ્યો હતો અને છોકરીને દગો આપતો હતો.

પવન કોમ્પ્યુટરનો જાણકાર છે જેના કારણે તે અનેક છોકરીઓના સંપર્કમાં આવે છે. જેથી તે તેનું શોષણ કરે છે. આમ આ તમામ આરોપ લાગતા હવે દુલ્હો પવન અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ દુલ્હન પક્ષને થતાં તેને ખુબ આઘાત લાગ્યો છે.

Related articles

error: Content is protected !!