દયાબેન હવે ફરીથી સિરિયલમાં પરત નહીં કરે જાણો શું છે કારણ - Tilak News
દયાબેન હવે ફરીથી સિરિયલમાં પરત નહીં કરે જાણો શું છે કારણ

દયાબેન હવે ફરીથી સિરિયલમાં પરત નહીં કરે જાણો શું છે કારણ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો છેલ્લા ચાર વર્ષથી માત્ર એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દયાબેન શોમાં પરત ફરશે. આ સવાલો પૂછીને આ શોના ફેન્સ પરેશાન થઈ ગયા છે પરંતુ આજ સુધી તેમને યોગ્ય જવાબ મળ્યો નથી. રાહ લાંબી થઈ રહી છે અને દયાબેન એટલે કે દિશા વાકાણી શોમાંથી ગાયબ છે.

હવે જે સમાચાર આવી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે ફેન્સની નિરાશા ફરી વધવાની છે. કારણ કે એવા સમાચાર છે કે દિશા વાકાણી બીજી વખત માતા બનવા જઈ રહી છે અને હવે શોમાં તેની વાપસીની શક્યતાઓ નહિવત છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં દિશા વાકાણી બેબી બમ્પ સાથે બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ થયા બાદ જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી ફરી એકવાર માતા બનવા જઈ રહી છે અને તેથી જ તે શોમાં પરત નહીં ફરે.

જોકે, આ તસવીર ક્યારે લેવામાં આવી છે, કેટલી નવી અને કેટલી જૂની છે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ આજકાલ આ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અને તેના કારણે દયાબેન અને આ શોના ચાહકો ખૂબ જ નિરાશ છે.

નવેમ્બર 2017માં દિશા વાકાણીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. તે આ શોમાંથી મેટરનિટી લીવ પર જતી રહી હતી. દીકરીના જન્મને 4 વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ સુધી તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક કરી શકી નથી.

દિશા વાકાણીના દર્શકો અને પ્રશંસકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની વાપસી અંગે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. જો કે, એવી અપેક્ષા હતી કે દિશા ટૂંક સમયમાં શોમાં જોવા મળશે કારણ કે અત્યાર સુધી શોમાં તેની જગ્યા કોઈએ લીધી નથી. પણ જો દિશા ખરેખર ફરી પ્રેગ્નેન્ટ છે તો તો પછી એ ચોક્કસ હાલ આ શોમાં નહિ જ દેખાય