આજે અમે તમને એક એવી ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ખાઈને તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી તકલીફોમાં રાહત મળશે. તો તે ચટણી છે. કડવા લીમડાની ચટણી. કેટલા તો ફાયદા થાય છે. તો ચાલો જોઈએ કે કઈ રીતે બનાવવી
કઈ રીતે બનાવવી
લીમડાના પાન લઈને તેને ધોઈ નાખો. પછી તમારી જરૂર મુજબ તેમાં કોકમ, જીરું, મીઠું નાખીને મિક્સરમાં બધું પીસી નાખો. હવે એક તપેલીમાં થોડો ગોળ લેવો.તેને ધીમા ગેસ પર પકાવો.
કડવા લીમડાની મીઠી ચટણી
સંચળ, મિક્સ કરીને મિક્સરમાં બધું મિક્સ કરવું. ત્યારબાદ એક તપેલી લેવી. તેમાં થોડો ગોળ લઈને બધુંને મિક્સ કરી લેવું. તો તૈયાર છે કડવા લીમડાની મીઠી ચટણી.
તમને જણાવી દઈએ કે લીમડાના પાનનું સેવન કરવામાં આવે તો રોગ નાબૂદ થાય છે. લીમડાની કૂપનો સેવન કરવામાં આવે તો ચામડીને લગતી તકલીફો દૂર થાય છે. જે કોઈ વ્યક્તિઓ નિયમિત પણે લીમડાના પાંચ છ પાનનું સેવન કરતા હોય છે. તેમને ક્યાંય તાવ જેવી બીમારી આવતી નથી અને તેમની પ્રતિકારક શક્તિમાં વધારો થતો જોવા મળે છે.
જે કોઈ વ્યક્તિઓને એલર્જીની સમસ્યા હોય તેવા લોકોએ પણ લીમડાનાં પાનનું સેવન કરવું તથા સ્કિનની સમસ્યા હોય તેવા લોકોએ લીમડાના પાનની પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવવી તથા જે કોઈ વ્યક્તિઓને શરીરમાં થાક તથા નબળાઈનો અનુભવ થતો હોય તેવા લોકોએ લીમડાના પાનના રસનું સેવન કરવું.
આ રસનું સેવન કરવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન સી ની જરૂર હોય છે. જે આપણને કડવા લીમડા માંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. સાથે સાથે બીજા પોષક તત્વો પણ મળી આવે છે. આથી આપણી રોગપ્રતિકારક શક્તિ આપણે વધારી શકીએ છીએ.
લીલા પાંદડાવાળા શાકભાજી
પાલક, ફ્લાવર, કોબી તથા બીજા લીલા પાંદડાવાળા શાકભાજી અને રેસા વાળા શાકભાજી ઓ તથા તેમનું સૂપ બનાવીને પી શકાય છે. ટમેટા અને કાકડીને પણ જ્યુસ બનાવીને તેનું સેવન કરી શકાય છે. આ બધું રસનું સેવન અથવા સૂપનું સેવન કરવામાં આવે તો પણ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ.
જ્યારે કોઈ વ્યક્તિ વિટામીન સી ની વાત કરે ત્યારે આપણને સૌપ્રથમ લીંબુ યાદ આવે છે. કારણ કે વિટામિન સીનો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રોત આપણને લીંબુ માંથી મળી આવે છે. લીંબુ માર્કેટમાં સરળતાથી મળી આવે છે. લીંબુનું લીંબુ પાણી અથવા લીંબુ શરબત પણ સેવન કરી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
તથા નવશેકા પાણીમાં લીંબુ તથા મધ ઉમેરીને પણ પી શકાય છે. લીંબુ પાણી પણ કોઈપણ સમયે લઈ શકાય છે. તેનાથી પણ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો જોવા મળે છે. ઉપરાંત કોઈપણ ફ્રુટ જ્યુસ તથા કોઇપણ મિલ્ક શેક પીવાથી પણ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકીએ છીએ.
તેમાં પણ કીવી ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પુષ્કળ પ્રમાણમાં વધારો જોવા મળે છે. કારણકે કીવીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે. જો તમને કોઈ વ્યસન હોય જો તમને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો તેનાથી તમે દૂર રહો. હર્બલ ટીનું સેવન કરો. હર્બલ ટી પીવાથી પણ આપણે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
દાંત અને હાડકા મા પણ મજબૂતાઈ
આજે તમને પણ જણાવી દઈએ કે વિટામિન સી થી આપણા દાંત અને હાડકા ઓમા પણ મજબૂતાઈ આવે છે. તથા કોઈ પણ ઘા થયો હોય તેને રૂજાવવામાં વિટામીન સી મદદ કરે છે. આથી કોઇપણ વ્યક્તિઓ ને કોઈ પણ ઘા લાગ્યો હોય તેવા લોકોએ વિટામિન સીનું સેવન કરવું.