ક્રિકેટર્સ સાથે સાત ફેરા લેતાં જ આ અભિનેત્રીઓનું ફિલ્મી કરિયર થઈ ગયું ખતમ, જાણો કઈ છે આ અભિનેત્રીઓ

ક્રિકેટર્સ સાથે સાત ફેરા લેતાં જ આ અભિનેત્રીઓનું ફિલ્મી કરિયર થઈ ગયું ખતમ, જાણો કઈ છે આ અભિનેત્રીઓ
આપણા દેશમાં ક્રિકેટ અને ફિલ્મ જગત વચ્ચેનો સંબંધ દાયકાઓ જૂનો છે. ક્રિકેટ અને સિનેમા બંનેને પસંદ કરનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. અત્યારસુધી દેશમાં આવા ઘણા યુગલો બન્યા છે જે બોલીવુડ અને ક્રિકેટથી જોડાયેલા છે. ઘણીવાર પુરુષ ક્રિકેટરોની પત્નીઓ અથવા તેમની ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાં તેમને ચીયર કરતી જોવા મળે છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ક્રિકેટરો સાથે લગ્ન કરી ઘર વસાવી લીધું છે. એમાંથી કેટલીક અભિનેત્રીઓ એ તો લગ્ન પછી તેમનું ફિલ્મી કરિયર છોડી દીધું. તો ચાલો આજે અમે તમને આવી 5 અભિનેત્રીઓ વિશે જણાવીએ.
sangeeta bijlani
સંગીતા બિજલાની સૌ પ્રથમ, ગીતા બિજલાની વિશે વાત કરીએ, જે 80 અને 90 ના દાયકાની સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. સંગીતાનું અફેર એક સમયે અભિનેતા સલમાન ખાન સાથે પણ હતું. બાદમાં, તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દી સાથે લગ્ન કરી લીધું. જો કે, સંગીતા સાથે લગ્ન કરવા અઝહરુદ્દીને પણ તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી, સંગીતા અને મોહમ્મદે વર્ષ 1996 માં લગ્ન કર્યા. લગ્ન બાદ સંગીતા બિજલાનીએ પોતાને બોલીવુડથી દૂર કરી દીધી હતી. જો કે, આ સંબંધ 14 વર્ષ પછી 2010 માં સમાપ્ત થયો. સંગીતા અને મોહમ્મદે છૂટાછેડા લીધા હતા. આ કપલ બોલીવુડ અને ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચિત કપલ ​​છે.
hejal keech and yuvraj singh
હેઝલ કીચ હવે વાત કરીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી હેઝલ કીચની. અભિનેત્રી હેઝલ કીચે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા. 2016 માં હેઝલ અને યુવરાજે સાત ફેરા લીધા હતા. આ વર્ષે છેલ્લી વખત, હેઝલ કીચ એક ક્રેઝી બારાતમાં એક આઇટમ નંબરમાં જોવા મળી હતી. ત્યારબાદ તે ફિલ્મી પડદે જોવા મળી નથી.
sagarika ghatge and zaheer khan
સાગરિકા ઘાટગે સાગરિકા ઘાટગે એ વીતેલા સમયના અભિનેતા વિજય ઘાટગેની પુત્રી છે. સાગરિકાએ ભારતના પૂર્વ બોલર ઝહિર ખાન સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, સાગરિકા ઘાટગેએ બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ચક દે ઇન્ડિયાથી કરી હતી, જે વર્ષ 2007માં આવેલી અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ છે. તેની સ્ટોરી ભારતીય મહિલા હોકી ટીમ પર આધારિત છે. વર્ષ 2017 માં ઝહીર ખાન અને સાગરિકાના કોર્ટ મેરેજ થયા હતા. લગ્ન બાદ સાગરિકા ફિલ્મની દુનિયાથી દૂર થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે, ઝહીર ખાને આઈપીએલ 2017 દરમિયાન તેના અને સાગરિકાના સંબંધની જાણકારી આપી હતી. બાદમાં બંનેની સગાઈ થઈ ગઈ.
natasha and hardik
નતાશા સ્ટેન્કોવિચ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને સર્બિયન મોડેલ અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચની જોડી ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. નતાશા અને હાર્દિકે 1 જાન્યુઆરી 2020 ના રોજ અચાનક સગાઈ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યારે પાછળથી બંનેએ કોઈને પણ જાણ કર્યા વગર વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશા હવે અગસ્ત્ય નામનો એક પુત્ર પણ છે. ગત વર્ષે જુલાઈમાં નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિક સાથે લગ્ન કર્યા બાદ નતાશાએ પોતાને અભિનયથી દૂર કરી દીધી હતી.
harbhajan singh and geeta basra
ગીતા બસરા ગીતા બસરાએ ભારતીય ક્રિકેટના પૂર્વ મહાન બોલર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015 માં ગીતા અને હરભજનસિંઘના લગ્ન થયા હતા. આ લગ્નમાં ભારતીય ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. હરભજન સાથે સાત ફેરા લીધા પછી ગીતા બસરા ફિલ્મ જગતથી ગાયબ થઈ ગઈ. તે છેલ્લે 2016 ની પંજાબી ફિલ્મ લૉકમાં જોવા મળી હતી. 37 વર્ષીય ગીતા બસરાએ ધ ટ્રેન, દિલ દીયા હૈ, સેકન્ડ હેન્ડ હસબન્ડ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

error: Content is protected !!