ચામડી અને પેટના રોગોને જડમૂળથી દૂર કરવા માટે અપનાવો આ સંજીવની સમાન ઔષધી

ચામડી અને પેટના રોગોને જડમૂળથી દૂર કરવા માટે અપનાવો આ સંજીવની સમાન ઔષધી

ચણોઠી એક રતી વેલ જાતિની વનસ્પતિ છે. ચણોઠી પાકી જાય ત્યારબાદ તેની વેલ સુકાય જાય છે. ચણોઠી ના ફૂલ, શાકભાજીમાં રહેલી ચોરી જેવા દેખાય છે. ચણોઠી ની સિંગ નો આકાર ખુબ જ નાનો હોય છે. તો પણ  ચણોઠી ના બીજ ના બે અલગ અલગ રંગમાં જોવા મળે છે.સફેદ ચણોઠી માં સફેદ રંગનાં બીજ તથા લાલ ચણોઠી માં લાલ અને કાળા રંગનાં બીજ જોવા મળે છે.

ચણોઠીના બીજા પણ ઘણા નામ છે. ચણોઠી ને સંસ્કૃતમાં ઉચ્ચતષ્ણલા કહેવામાં આવે છે. તથા દેશી ગુજરાતી ભાષામાં ચણોઠી ને ધોળી ચણોઠી અને રાતી ચણોઠડી કહેવાય છે. ચોમાસામાં ચણોઠીની વેલ વરસાદનું પાણી પીવાને લીધે ઝડપથી વધવા લાગે છે. ચણોઠી દેખાવમાં આમલી જેવી દેખાય છે.

તેના પાન પણ મીઠા મધુરા હોય છે. જો કોઈ વ્યક્તિઓને ચાંદી પડી હોય મોમાં તો ચણોઠી ના પાન ચાવે તો ચાંદીમાં જલ્દીથી રાહત મળે છે. ચણોઠી ને શુદ્ધ કરવા માટે ૩ કલાક દૂધમાં ઉકાણી ઉપરની છાલ દૂર કરી તથા તડકામાં સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને વાપરવું.

ચણોઠીના મૂળ અને પાન અને ફળને ઔષધીમાં વપરાય છે. ચણોઠીના અશુભ ફળનું સેવન જો થઈ ગયું હોય તો ઊલટી ઉબકા થવાની સંભાવના છે. સફેદ અને લાલ એમ બે પ્રકારની ચણોઠી વીર્યવર્ધક, બળવર્ધક, તાવ, પીઠ, શ્વાસ આંખના રોગ, પેટના રોગ વગેરે રોગોને જડમૂળથી દૂર કરનારી તથા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ચણોઠી અત્યંત મધુર વાતનાશક રુધિર વિકાસશક છે. મોટાભાગની મળી આવતી ચણોઠીનો રંગ અડધો લાલ અને કાળો હોય છે. જેને એક પ્રકારનું ઝેર માનવામાં આવે છે. ચણોઠીના મૂળિયાને ઘસીને માથા ઉપર લેપ લગાવવાથી માથાના દુખાવામાં આધાશીશીમાં કે કોઈને આંખે અંધારા આવતા હોય કે ચક્કર આવતા હોય તેવી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

જો કોઈ વ્યક્તિનો અવાજ બેસી ગયો હોય અને ઉધરસ આવતી હોય તો સફેદ ચણોઠી ના પાન ને ચાવવાથી આ રોગમાંથી મુક્તિ મળે છે. ચણોઠી ખરતા વાળ અને પુરુષોમાં જ ટાલની સમસ્યા હોય તો તેમાંથી પણ છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. સફેદ ચણોઠી ના ચૂર્ણને પકવીને એમાં ભાંગરો અને તલનું તેલ  મિક્સ કરવું આ તેલ મિક્સ કરીને માથા પર લગાવો.

જો કોઈને સફેદ દાગ હોય તો ચણોઠી ના ફોતરા ઉતારીને બારીક ચૂર્ણ કરીને તેને ડાઘ પર લગાડવું. તેથી તેમાં પણ રાહત મળશે.  લાલ ચણોઠીના પાંદડાના રસમાં જીરું અને સાકર મેળવીને નિયમિત સવારે તથા સાંજે લેવાથી શરીરની અંદર રહેલી ગરમી દૂર થાય છે.

ચણોઠીના મૂડને પાણીમાં ડૂબાડીને ટચ કરીને નાકમાં ટીપા ની માફક નાખવામાં આવે તો માઈગ્રેનના દર્દીને ફાયદો જોવા મળે છે. ચણોઠી ના પાન ને વાટીને શરીરમાં કોઈપણ જગ્યાએ ઘા વાગ્યો હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે.ચણોઠી ના પાન નો નિયમિત રીતે ચાવી અને તેનો રસ પીવાથી જો કોઈ પણ વ્યક્તિના મોઢામાં ચાંદા પડ્યા હોય તો તે ચાંદામાં ઝડપથી રાહત થાય છે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ચામડીને લગતા વિકાર હોય તો તે વ્યક્તિ માટે ચણોઠી એક રામબાણ ઈલાજ સમાન સાબિત થાય છે. તે ઉપરાંત પેટને લગતી કોઈપણ તકલીફ હોય ગૅસ, ઍસિડિટી, કબજિયાત કે પિત્તના રોગો હોય તો તે વ્યક્તિએ ચણોઠી ને શેકી અને તેનું ચૂર્ણ બનાવી અને નિયમિત રીતે સવારે અને સાંજે તેનું સેવન કરવાથી પિત્ત તેમજ ચામડીને લગતા રોગોમાં ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત ચામડીનાં કોઈપણ પ્રકારના સફેદ, કાળા દાગ કે કોઢ ના ડાઘ હોય તો ચા ચણોઠી નો પાવડર નો લેપ લગાવવાથી આ ડાઘા દૂર થશે.